/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Lamosaic-India-IPO.jpg)
Lamosaic India IPO GMP: લેમોસેક ઈન્ડિયા આઈપીઓ શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 29 નવેમ્બરે લિસ્ટિંગ થવાનો છે. (Photo: Freepik)
Lamosaic India IPO Open: લેમોસેક ઈન્ડિયા નો આઈપીઓ સબ્સક્રાઇબર કરવા માટે 21 નવેમ્બર ખૂલ્યો છે. રોકાણકારો 26 નવેમ્બર સુધી આ એસએમઇ આઈપીઓ માટે અરજી કરી શકશે. આ એસએમઇ આઈપીઓ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર 29 નવેમ્બર લિસ્ટેડ થશે. લેમોસેક ઈન્ડિયા આઈપીઓની ઇસ્યુ પ્રાઇસ, ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે જાણીયે
Lamosaic India IPO Issue Price : લેમોસેક ઈન્ડિયા આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ
લેમોસેક ઈન્ડિયા કંપની આઈપીઓ મારફતે 61.2 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ હેઠળ 30.6 લાખ શેર નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. તે સંપૂર્ણ પણે ફ્રેશ શેર ઇસ્યુ હોવાથી આઈપીઓ હેઠળ મળનાર સંપૂર્ણ રકમ કંપનીના ખાતામાં જશે. આ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 200 રૂપિયા પ્રતિ શેર રાખી છે. આઈપીઓમાં 1 લોટની સાઇઝ 600 શેર છે. આમ 1 લોટ માટે અરજી કરવા રિટેલ રોકાણકારને 12000 લાખ રૂપિયાની જરૂર પડશે. તો HNI કેટેગરીમાં 2 લોટની અરજી કરવા માટે 2.40 લાખ રૂપિયા જોઇશે.
આઈપીઓ ડોક્યુમેન્ટ મુજબ લેમોસેક ઈન્ડિયા આઈપીઓ હેઠળ એક્ત્ર કરેલા ભંડોળનો ઉપયોગ દેવાની ચૂકવણી, વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા, અનઓર્ગેનિક ગ્રોથની તકો શોધવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પુરા કરવા માટે કરશે.
Lamosaic India IPO GMP : લેમોસેક ઈન્ડિયા આઈપીઓ જીએમપી
લેમોસેક ઈન્ડિયા આઈપીઓ માટે 26 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. આઈપીઓ ખુલ્યા બાદ પણ ગ્રે માર્કેટમાં આ શેરમાં ખાસ હલચલ દેખાઇ રહી છે. શેરમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્ય છે. શેર એલોટમેન્ટ 27 નવેમ્બર થશે. લેમોસેક ઈન્ડિયાનો શેર એનએસઇ એસએમઈ પ્લેટફોર્મ પર 29 નવેમ્બરે લિસ્ટેડ થશે.
આ પણ વાંચો : આવા IPOમાં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો, સેબીની રોકાણકારોને ચેતવણી
લેમોસેક ઈન્ડિયા શું બિઝનેસ કરે છે?
લેમોસેક ઈન્ડિયા કંપનીનું હેડક્વાર્ટર મુંબઇમાં છે. કંપની ફ્લશ ડોર, ડેકોરેટિવ લેમિનેટ, એક્રેલિક શીટ, પ્રિન્ટિંગ પેપર (બેઝ) અને પ્લાઇવુડ જેવી પ્રોડક્ટનો બિઝનેસ કરે છે. સપ્ટેમ્બર 2023માં તેણે મુંબઇમાં એક વર્કશોપ સ્થાપી મેન્યુફેક્ચરિંગ કરવાની શરૂઆત કરી હતી. કંપની લેમોસેક બ્રાન્ડ નેમ હેઠળ B2B કસ્ટમરને પ્રોડક્ટ વેચે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us