/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/2000-rupee-note.jpg)
2000 રૂપિયાની નોટ (ફાઇલ ફોટો)
2000 Notes : શું તમારી પાસે હજુ પણ 2000 રૂાપિની નોટ છે? જમા કરાવવાની અંતિમ તારીખ ગઈ કાલે (7 ઓક્ટોબર) નીકળી ગઈ છે. આવી સ્થિતિમાં શું તમે હવે નોટો જમા કરાવી શકશો? આ સવાલનો જવાબ અમે તમને જણાવી રહ્યા છીએ. તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની તક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 2,000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની 30 સપ્ટેમ્બરની તારીખને 7 ઓક્ટોબર, 2023 સુધી વધારી દીધી હતી. આરબીઆઈની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાનું અને બદલવાનું બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે નોટો બદલવાનું ચૂકી ગયા છો તો તમારે હવે શું કરવું જોઈએ? તે જણાવી રહ્યા છીએ.
2000 રૂપિયાની નોટ હવે કેવી રીતે બદલી શકાય?
હવે જ્યારે બેંક શાખાઓમાં નોટ બદલવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે ત્યારે તમે હવે માત્ર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ઓફિસમાં જ નોટો બદલી શકો છો. આરબીઆઈના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટો હવે આરબીઆઈના 19 કાર્યાલયમાં બદલી શકાશે. આ પહેલા 6 ઓક્ટોબરના રોજ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાના મૂલ્યની 3.43 લાખ કરોડ નોટો સિસ્ટમમાં પરત આવી ગઈ છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે જે નોટો પાછી આવી છે તેમાંથી 87 ટકા નોટો બેંક ખાતાઓમાં જમા થઈ ગઈ છે, જ્યારે બાકીની નોટો કાઉન્ટર પર બદલાઈ ગઈ છે. હાલમાં 12,000 કરોડથી વધુની નોટો હજુ પણ ચલણમાં છે.
આ પણ વાંચો - આરબીઆઈ એ ગોલ્ડ લોનની લિમિટ બમણી કરી; બુલેટ રિપેમેન્ટ સ્કીમ શું છે?
આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે એટલે કે માન્ય ચલણ બની રહેશે. અદાલતો, કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ, કોઈપણ તપાસ સાથે સંકળાયેલા જાહેર સત્તાવાળાઓ અથવા સરકારી વિભાગો જ્યારે પણ જરૂર પડે ત્યારે RBIની 19 ઈસ્યુ ઓફિસો દ્વારા 2000ની નોટ જમા અથવા બદલી શકે છે. તેમના પર કોઈ મર્યાદા લાગુ થશે નહીં.
19 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પછી 2000ની નોટો ચલણમાં આવી હતી. બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ શરૂઆતમાં નોટો જમા કરાવવા કે બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. જોકે આ પછી એક અઠવાડિયા સુધી વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us