Latest Bikes Launch In India 2024 : ભારતીય બજારમાં આ શાનદાર ન્યૂ બાઇક્સની એન્ટ્રી, જાણો કિંમત અને ફીચર્સ

Latest Bikes Launch In India 2024 : બજાજ ઓટોએ ભારતીય બજારમાં નવી પલ્સર (Bajaj Pulsar NS400z) બાઇક લોન્ચ કરી દીધી છે. આ સિવાય ઘણી ધમાકેદાર બાઇક્સની માર્કેટમાં એન્ટ્રી થઇ ચૂકી છે.

Latest Bikes Launch In India 2024 : બજાજ ઓટોએ ભારતીય બજારમાં નવી પલ્સર (Bajaj Pulsar NS400z) બાઇક લોન્ચ કરી દીધી છે. આ સિવાય ઘણી ધમાકેદાર બાઇક્સની માર્કેટમાં એન્ટ્રી થઇ ચૂકી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Latest Bikes In India | Latest Bikes Launch In India 2024 | Latest Bikes Launch In India List | Bajaj Pulser ns400z price and features | Bajaj Pulsar NS400z | Aprilia Tuareg 660 | Ultraviolette F77 Mach 2 Features

Latest Bikes Launch In India 2024 : ભારતીય બજારમાં આ શાનદાર ન્યૂ બાઇક્સની એન્ટ્રી, જાણો કિંમત અને ફીચર્સ

Latest Bikes In India 2024 : આ ટેકનોલોજી અને આધુનિકરણના યુગમાં સતત નવીનીકરણ અને શોધ થતી રહી છે. ત્યારે ભારતીય બજારમાં દર મહિને ઘણી નવી બાઈક લોન્ચ થાય છે. હાલમાં જ બજાજ ઓટોએ માર્કેટમાં નવી પલ્સર લોન્ચ કરી છે. તે જ સમયે, એપ્રિલિયા (Aprilia) ના પાવરફુલ મોડલ્સની પણ ભારતીય બજારમાં એન્ટ્રી થઇ ચૂકી છે. એમ્પીયર (Ampere) અને અલ્ટ્રાવાયોલેટ (Ultraviolette) મોડલ પણ માર્કેટમાં આવી ગયા છે. ચાલો જાણીએ કે તાજેતરમાં ભારતીય બજારમાં લૉન્ચ થયેલી બાઈક, તેના કમાલના ફીચર્સ અને કિંમત વિશે.

Advertisment

બજાજ પલ્સર NS400z (Bajaj Pulsar NS400z)

બજાજ ઓટોએ ભારતીય બજારમાં નવી પલ્સર લોન્ચ કરી દીધી છે . Bajaj Pulsar NS400z તાજેતરમાં 3 મેના રોજ બજારમાં મૂકવામાં આવી હતી. કંપની આવતા મહિનાથી આ બાઇકની ડિલિવરી પણ શરૂ કરશે.

Bajaj Pulsar NS400z Features

આ બાઇકમાં 373 cc સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ મોટર છે. ઉપરાંત, એન્જિન 6-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે. બજાજે નવી પલ્સરમાં ઘણા ફીચર્સ લોડ કર્યા છે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ બાઇકમાં ફુલ કલર એલસીડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.

આ સિવાય Bajaj Pulsar NS400zમાં 17-ઇંચના અલોય વ્હીલ્સ લગાવાયા છે. સાથે જ બાઇકમાં સ્પ્લિટ સીટ છે. બાઇકના પાછળના ભાગમાં પલ્સરની સિગ્નેચર એલઇડી ટેલલાઇટ્સ લગાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ બજાજ પલ્સર 400 સીસી સેગમેન્ટમાં સૌથી સસ્તી મોટરસાઇકલ છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.85 લાખ રૂપિયા છે.

Advertisment

Ampere Nexus Bike

એમ્પીયરે હાલમાં જ ભારતમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. એમ્પીયર નેક્સસ શાનદાર લુક સાથે એન્ટ્રી કરી ચૂક્યું છે. આ બાઇક વિશે કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક જ ચાર્જિંગમાં 136 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. આ સિવાય આ સ્કૂટરમાં 3kWh LFP બેટરી પેક છે. આ બેટરીમાં PMS મોટર ઉમેરવાથી, 3.3 kW અથવા 4.42 bhpનું આઉટપુટ મળે છે.

એમ્પીયર નેક્સસના બે વેરિઅન્ટ્સ - EX અને ST માર્કેટમાં આવ્યા છે. Ampere Nexusના EX વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.10 લાખ રૂપિયા છે અને ઇ-સ્કૂટરના ST વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.20 લાખ રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 93 kmphની ટોપ સ્પીડ આપે છે.

Ultraviolette F77 Mach 2

અલ્ટ્રાવાયોલેટ F77 Mach 2 (Ultraviolette F77 Mach 2
) ખૂબ જ પાવરફુલ બાઇક છે. આ બાઇક 40.2 hpનો પાવર આપે છે. આ ઉપરાંત 100 Nm ટોર્ક પણ જનરેટ થાય છે. આ અલ્ટ્રાવાયોલેટ બાઇકની રેન્જ 323 કિલોમીટર છે. આ બાઇકની ટોપ સ્પીડ 155 kmph છે. આ બાઇકને સ્માર્ટ ટેક્નોલોજી ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mahindra Cars Dicounts : મે 2024માં મહિન્દ્રા કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ! જાણો કયા મોડેલ પર થશે જંગી બચત

Ultraviolette F77 Mach 2 Features

અલ્ટ્રાવાયોલેટ F77 Mach 2 ને 1.3 kW ચાર્જર વડે ચાર્જ કરી શકાય છે. આ બાઇકને 20 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં 3 કલાકનો સમય લાગે છે. આ બાઇકમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. 3.0 kW ચાર્જર સાથે, આ બાઇકનું ચાર્જિંગ માત્ર 1.5 કલાકમાં 20 ટકાથી 80 ટકા સુધી લઈ શકાય છે. આ પાવરફુલ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Aprilia Tuareg 660

એપ્રિલિયા તુઆરેગ 660 (Aprilia Tuareg 660 ) એ એપ્રિલના મધ્યમાં ભારતીય બજારમાં લોન્સ કરવામાં આવી હતી. આ બાઇકના લોન્ચ સાથે જ કંપનીએ બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ કંપનીની ત્રણ સુપરબાઈક 2024 RSV4, RS660 અને Tuono 660 પહેલાથી જ ભારતીય બજારમાં સામેલ છે. હવે કંપનીએ પોતાની ચોથી બાઇક પણ બજારમાં ઉતારી છે. આ બાઇક એપ્રિલિયા મોટોપ્લેક્સ ડીલરશિપ હેઠળ ખરીદી શકાય છે. આ બાઇકની કિંમત 18.85 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 19.16 લાખ રૂપિયા સુધી જાય છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ