Maruti Fronx vs Hyundai Exter: મારુતિ ફ્રોન્ક્સ કે હ્યુન્ડાઈ એક્સ્ટર ખરીદવી? કઈ સીએનજી કાર બેસ્ટ છે? સેફ્ટી ફિચર્સ, એન્જિન માઇલેજ અને કિંમત જાણી નક્કી કરો

Hyundai Exter VS Maruti Fronx CNG Car Features : પેટ્રોલ - ડીઝલની વઘતી કિંમતો વચ્ચે લોકો હવે સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. મારૂતિ ફ્રોન્ક્સ અને હ્યુન્ડાઈ એક્સ્ટર એડવાન્સ સેફ્ટી ફિચર્સ સાથે સજ્જ સીએનજી કાર છે. બંને કારના સેફ્ટી ફિચર, માઇલેજ અને કિંમત જાણી નક્કી કરો તમારી માટે કઇ સીએનજી કાર બેસ્ટ છે

Hyundai Exter VS Maruti Fronx CNG Car Features : પેટ્રોલ - ડીઝલની વઘતી કિંમતો વચ્ચે લોકો હવે સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. મારૂતિ ફ્રોન્ક્સ અને હ્યુન્ડાઈ એક્સ્ટર એડવાન્સ સેફ્ટી ફિચર્સ સાથે સજ્જ સીએનજી કાર છે. બંને કારના સેફ્ટી ફિચર, માઇલેજ અને કિંમત જાણી નક્કી કરો તમારી માટે કઇ સીએનજી કાર બેસ્ટ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Hyundai Exter CNG vs Maruti Fronx CNG | Hyundai EXTER vs Maruti Fronx | Hyundai EXTER | Maruti Fronx

અહીં જાણો Hyundai Axer અને Maruti Suzuki Fronts ના CNG વર્ઝન વચ્ચેનો તફાવત. (એક્સપ્રેસ ફોટો)

Top features Hyundai Exter CNG has over Maruti Fronx CNG : કાર મેન્યુફેક્ચર્સ કંપનીઓ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એસયુવી (SUV) સેગમેન્ટમાં સીએનજી કાર બનાવી રહી છે. જો તમે તહેવારોની સીઝનમાં સીએનજી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી સગવડતા માટે, બે લેટેસ્ટ કોમ્પેક્ટ એસયુવી - હ્યુન્ડાઈ એક્સ્ટર (Hyundai Exter) અને મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx) નો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે બંને કારમાં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Advertisment

મારુતિ ફ્રોન્ક્સ VS હ્યુન્ડાઈ એક્સ્ટર : સેફ્ટી ફિચર્સ (Maruti Fronx vs Hyundai Exter: Sefty Features)

સેફ્ટી ફિચર્સની દ્રષ્ટિએ હ્યુન્ડાઈ એક્સ્ટરમાં તમામ સીટો સીટ બેલ્ટ રીમાઇન્ડર સાથે આવે છે. તેમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે જ્યારે મારુતિ ફ્રોન્ક્સના માત્ર ટોપ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ છે અને CNG વેરિઅન્ટમાં માત્ર 2 એરબેગ્સ ઉપલબ્ધ છે. હ્યુન્ડાઈ એક્સ્ટરની જેમ, આગળની તમામ સીટો 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને ISOFIX સીટ એન્કર સાથે આવે છે.

મારુતિ ફ્રોન્ક્સ VS હ્યુન્ડાઈ એક્સ્ટર : રિયર પાર્કિંગ કૅમેરો (Maruti Fronx vs Hyundai Exter: Rear Parking Camera)

Advertisment

હ્યુન્ડાઈ એક્સ્ટર રિયર પાર્કિંગ કેમેરા અને સેન્સર બંને ફિચર્સ સજ્જ છે. આ ફિચરને કારણે કાર પાર્ક કરવી ખૂબ જ સરળ બની જાય છે. અલ્ટ્રાસોનિક ટેક્નોલોજી આધારિત પાર્કિંગ સેન્સર મારુતિ ફ્રન્ટમાં ઉપલબ્ધ છે. આ સેન્સરની મદદથી કાર પાર્કિંગ દરમિયાન વાહન અને વસ્તુ વચ્ચેનું અંતર જાણી શકાય છે. જો કે, તમામ સેફ્ટી ફિચર્સ હોવા છતાં, અંતે કાર માટે સૌથી મહત્વની બાબત કાર ચલાવનાર વ્યક્તિ હોય છે.

Maruti Suzuki Fronx S-CNG
મારુતિ સુઝુકી Fronx S-CNG

મારુતિ ફ્રોન્ક્સ VS હ્યુન્ડાઈ એક્સ્ટર : ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (Maruti Fronx vs Hyundai Exter: tyre pressure monitoring system)

હ્યુન્ડાઇ કંપનીની આ એન્ટ્રી-લેવલ કાર - હ્યુન્ડાઈ એક્સ્ટર ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ટેકનોલોજી (TPMS) સાથે આવે છે. Hyundai Exeter તેના સેગમેન્ટમાં આ સ્ટાન્ડર્ડ ફિચર સાથે આવનાર પ્રથમ કાર છે. ટાયર પ્રેશર (હવા) ની માહિતી TPMS માંથી મેળવવામાં આવે છે. ટાયરના ઓછા દબાણના કિસ્સામાં TPMS ચેતવણી આપે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફિચર છે કારણ કે ટાયર એ તમામ વાહનનોમાં રસ્તા સાથે સંપર્કમાં આવનાર એક માત્ર પાર્ટ્સ છે. તમને જણાવી દઈએ કે ટાયર પ્રેશર અને મેન્ટેનન્સ કારની બ્રેકિંગ સિસ્ટમ પર ઉંડી અસર કરે છે. ઉપરાંત તે કારની ઇંધણ કાર્યક્ષમતા વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મારુતિ ફ્રોન્ક્સ VS હ્યુન્ડાઈ એક્સ્ટર : ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Maruti Fronx vs Hyundai Exter: infotainment system)

હ્યુન્ડાઇ એક્સ્ટરમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે સ્માર્ટફોન કનેક્ટિવિટી - વાયર્ડ Apple CarPlay અને Android Auto સાથે વૉઇસ કમાન્ડ ફંક્શન સાથે આવે છે. તેમાં 6 સ્પીકર હોય છે. તો મારુતિ ફ્રોન્ક્સમાં 7 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આવે છે. તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો પણ ઉપલબ્ધ છે. ઓટો કંપની મારૂતિ સુઝુકીની મારૂતિ ફ્રોન્ક્સની સીએનજી ટ્રીમ 4 સ્પીકર સાથે આવે છે. હ્યુન્ડાઇ એક્સટર અને મારૂતિ ફ્રોન્ક્સ બંનેના સીએનજી વર્ઝનમાં વાયરલેસ ફોન ચાર્જર નથી.

મારુતિ ફ્રોન્ક્સ વિ હ્યુન્ડાઈ એક્સ્ટર: કિંમત (Maruti Fronx vs Hyundai Exter: Price)

EXTER CNG વેરિઅન્ટકિંમત (એક્સ-શોરૂમ)
S CNG MT 8.24 લાખ રૂ
SX CNG MT 8.97 લાખ રૂ

હ્યુન્ડાઈ એક્સ્ટરનું સીએનજી વર્ઝન માર્કેટમાં 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમાંથી S CNG MT વેરિઅન્ટની કિંમત 8.24 લાખ રૂપિયા અને SX CNG MT વેરિઅન્ટની કિંમત 8.97 લાખ રૂપિયા છે. મારુતિ સુઝુકીએ તેની બલેનો આધારિત ફ્રોન્ક્સ પણ CNG વર્ઝનમાં લૉન્ચ કર્યું છે. S-CNG ટ્રીમમાં, કંપની તેને 2 વેરિઅન્ટ્સમાં ઓફર કરી રહી છે - સિગ્મા અને ડેલ્ટા. જેની એક્સ-શોરૂમ કિંમત 8.42 લાખથી 9.28 લાખ રૂપિયાની વચ્ચે છે. ફ્રોન્ક્સ એસ-સીએનજી વર્ઝનની કિંમત સમાન પેટ્રોલ મેન્યુઅલ વર્ઝન કરતાં લગભગ 95,000 રૂપિયા વધુ છે.

Fronx CNG વેરિઅન્ટ્સકિંમત (એક્સ-શોરૂમ)
સિગ્મા એમટી 8.42 લાખ રૂ
ડેલ્ટા એમટી 9.28 લાખ રૂ

આ પણ વાંચો |અમેરિકાને મળી પહેલી ઇલેક્ટ્રીક એર ટેક્સી, નાસાએ ટેસ્ટિંગ શરૂ કર્યુ, વાયરલ વીડિયો

મારુતિ ફ્રોન્ક્સ વિ હ્યુન્ડાઈ એક્સ્ટર: એન્જિન અને માઇલેજ (Maruti Fronx vs Hyundai Exter: Engine And Mileage)

Hyundai EXTER
હ્યુન્ડાઇ EXTER

હ્યુન્ડાઈ એક્સ્ટર સીએનજી કારમાં 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 68 bhp પાવર અને 95.2 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે મારૂતિ ફ્રોનક્સ એસ-સીએનજી કારમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ બાય-ફ્યુઅલ પેટ્રોલ એન્જિન આપેલુ છે જે 76.5 bhp પાવર અને 98.5 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે, બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પ સાથે આવે છે. માઇલેજની વાત કરીએ તો, કંપની દાવો કરે છે કે હ્યુન્ડાઇ એક્સ્ટરનું સીએનજી વર્ઝન એક કિલો સીએનજીમાં 27.1 કિલોમીટરનું અંતર કાપશે. જ્યારે મારુતિ દાવો કરે છે કે મારૂતિ ફ્રોન્ક્સ એસ-સીએનજી કાર એક કિલો સીએનજીમાં 28.51 કિલોમીટરની માઇલેજ આપે છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ