Cheapest 5G Phone : મેડ ઇન ઈન્ડિયા સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 5000mAhની બેટરી અને એન્ડ્રોઇડ 15

Lava Blaze AMOLED 2 Launch Price In India : લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો આવે છે. લાવાનું કહેવું છે કે આ સ્માર્ટફોનને પ્રીમિયમ બોડી સાથે રજૂ કરવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
August 11, 2025 20:06 IST
Cheapest 5G Phone : મેડ ઇન ઈન્ડિયા સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 5000mAhની બેટરી અને એન્ડ્રોઇડ 15
Lava Blaze AMOLED 2 Price And Specification : લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોનમાં લોન્ચ થયો છે. (Photo @LavaMobile)

Lava Blaze AMOLED 2 Launch In India : લાવા એ ભારતમાં પોતાની બ્લેઝ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા બ્લેઝ એમોલેડ 2 એ કંપનીનો નવો બજેટ ફોન છે 14000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લાવા બ્લેઝ એમોલેડ 2માં 6.67 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, 5000mAhની બેટરી અને 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો આવે છે. જાણો લાવાના એફોર્ડેબલ ફોનની કિંમત અને ફીચર્સ વિશે…

Lava Blaze AMOLED 2 Features : લાવા બ્લેઝ એમોલેડ 2 ફીચર્સ

લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે એટલે કે તમને હેન્ડસેટમાં પ્યોર એન્ડ્રોઇડ અનુભવ મળશે. કંપનીએ ફોનમાં 2 વર્ષ માટે 1 એન્ડ્રોઇડ અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. લાવાનું કહેવું છે કે આ ફોનને પ્રીમિયમ બોડી સાથે રજૂ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ લાવા સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલએચડી+ AMOLED સ્ક્રીન છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. ડિવાઇસમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7060 6nm પ્રોસેસર અને IMG BXM-8-256 આવે છે. આ ફોન 4જીબી રેમ સાથે 64/128જીબી સ્ટોરેજ ઓપ્શનમાં આપવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા મેમરીને 256GB સુધી વધારી શકાય છે.

લાવાનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

લાવાના આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનું Sony IMX752 સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી નો સમાવેશ થાય છે.

Lava Blaze AMOLED 2 Price : લાવા બ્લેઝ એમોલેડ 2 કિંમત

લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોનને મિડનાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટના સિંગલ 6જીબી રેમ અને 128જીબી મોડલની કિંમત 13,499 રૂપિયા છે. આ ફોન 16 ઓગસ્ટથી એમેઝોન અને લાવાના રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ