/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Lava-Blaze-Pro-5G-1.jpg)
Lava Blaze Pro 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે
Lava Blaze Pro 5G Specifications, Features And Price : Lava (લાવા) કંપનીએ ભારતમાં વધુ એક દમદાર બજેટ સ્માર્ટફોન Lava Blaze Pro 5G લોન્ચ કર્યો છે છે. Lava Blaze Pro 5G એક પાવરફુલ સ્માર્ટફોન છે જે ભારતમાં 15000 થી ઓછી કિંમતમાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલ હાર્ડવેર સ્પેસિફિકેશન ઘણા દમદાર દેખાય છે. Lava Blaze Pro 5Gમાં 8GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ સાથે 8 જીબી ઇનબિલ્ટ રેમ અને 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ જેવા ફિચર્સ છે. જાણો લાવાના આ સ્માર્ટફોનની ખાસિયતો, કિંમતથી લઈને ફિચર્સ સુધીની દરેક માહિતી…
Lava Blaze Pro 5G સ્માર્ટફોનની કિંમત (Lava Blaze Pro 5G Smartphone Price)
લાવા બ્લેઝ પ્રો 5જી (Lava Blaze Pro 5G) ભારતમાં 12,499 રૂપિયાની કિંમતે લોન્ચ કરાવવામાં આવ્યો છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ છે. લાવાના લેટેસ્ટ સ્માર્ટફોનનું વેચાણ 3 ઓક્ટોબરથી શરૂ થશે.
લાવા બ્લેઝ પ્રો 5જી સ્માર્ટફોન ઑફલાઇન રિટેલ સ્ટોર્સ ઉપરાંત ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઇન્ડિયા અને લાવા મોબાઇલ સાઇટ પરથી ખરીદી શકાય છે. લાવાનો આ ફોન સ્ટેરી નાઈટ અને રેડિયન્ટ પર્લ કલરમાં ઉપલબ્ધ છે.
લાવા બ્લેઝ પ્રો 5જીના સ્પેસિફિકેશન (Lava Blaze Pro 5G Specifications)
લાવા બ્લેઝ પ્રો 5જી (Lava Blaze Pro 5G) સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે જે સ્ક્રીન ફ્લેશ સાથે આવે છે. આ હેન્ડસેટમાં EIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ભારતીય કંપનીએ હેન્ડસેટની પાછળ કલર ચેન્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેના કારણે પાછળની પેનલ અલગ-અલગ રંગોમાં બદલાય છે.
લાવાના આ બજેટ 5G ફોનને ચાર્જ કરવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W Type-C ચાર્જિંગને સપોર્ટ કરે છે. Lava Blaze Pro 5G સ્માર્ટફોન Android 13 સાથે આવે છે. એટલે કે યૂઝર્સને હેન્ડસેટમાં સ્મૂધ અને ક્લિન એન્ડ્રોઇડ અનુભવ મળશે.
આ પણ વાંચો | 24 ઓક્ટોબરથી આવા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે, ચેક કરી લો તમારો મોબાઇલ ક્યો છે
લાવા બ્લેઝ પ્રો 5જી ફિચ્રસ (Lava Blaze Pro 5G Features)
લાવા બ્લેઝ પ્રો 5જી (Lava Blaze Pro 5G) સ્માર્ટફોનને 8 GB રેમ વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. લાવા કંપનીએ જણાવ્યું કે, આ સ્માર્ટફોનમાં રેમ વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપની ફોન સાથે ફ્રી હોમ સર્વિસ પણ આપી રહી છે, એટલે કે હેન્ડસેટમાં કોઈ ખામી હશે તો લાવા ડોરસ્ટેપ સર્વિસ આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us