Lava Shark 2 Launch In India : લાવાએ ભારતમાં તેની શાર્ક સિરીઝમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. લાવા શાર્ક 2 કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેની ડિસ્કાઉન્ટ સાથે કિંમત 7000 રૂપિયાથી પણ ઓછી છે. લાવા શાર્ક 2 સ્માર્ટફોનમાં 5000mAh બેટરી, 50 એમપી રિયર સેન્સર અને એન્ડ્રોઇડ 15 જેવા ફીચર્સ છે. નવા લાવા સ્માર્ટફોનમાં શું ખાસ છે? કિંમતથી લઈને ફીચર્સ સહિત બધી માહિતી જાણો…
Lava Shark 2 Specifications : લાવા શાર્ક 2 સ્પેસિફિકેશન
લાવા શાર્ક 2 માં એક બેઝિક ફોનના ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા લાવા શાર્ક 2 ફોનમાં 6.75 ઇંચની મોટી ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. જો કે, સ્ક્રીન રિઝોલ્યુશન HD+ સુધી મર્યાદિત છે.
લાવા શાર્ક 2 સ્માર્ટફોનમાં Unisoc T7250 ચિપસેટ છે. લાવાનો દાવો છે કે આ હેન્ડસેટે AnTuTu પર 375,000 થી વધુ સ્કોર કર્યા છે. લાવાના આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. ફોનમાં 4 જીબી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ ઓપ્શન પણ છે.
સોફ્ટવેરની વાત કરીએ તો લાવાનો આ ફોન એન્ડ્રોઇડ 15ના ક્લીન વર્ઝન પર ચાલે છે, એટલે કે કોઈ એડ્સ અને બ્લોટવેર ઉપલબ્ધ નહીં હોય. કેમેરાની વાત કરીએ તો લાવા શાર્ક 2માં 50 એમપી રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર પણ આપવામાં આવ્યો છે.
લાવા શાર્ક 2 સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસની સૌથી મહત્વની વિશેષતા તેમાં જોવા મળતી IP54 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ છે. આ સ્માર્ટફોન ગ્લોસી બેક ડિઝાઇન અને ફ્રી ડોરસ્ટેપ સર્વિસ સાથે આવે છે. હેન્ડસેટમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ વગેરે જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ છે.
Lava Shark 2 Price : લાવા શાર્ક 2 કિંમત
લાવા શાર્ક 2 સ્માર્ટફોનને અરોરા ગોલ્ડ અને એક્લિપ્સ ગ્રે શેડ્સ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,500 રૂપિયા છે. ફોન પર 750 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ છે, જે પછી અસરકારક કિંમત 6,750 રૂપિયા રહે છે. આ ડિવાઇસને ઓફલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.





