Lava Shark Launched: લાવાએ ભારતમાં પોતાનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા શાર્ક, કંપનીનો નવો સ્માર્ટફોન છે. નવા લાવા ફોનમાં એઆઈ-સંચાલિત 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો, એન્ડ્રોઇડ 14 અને 5000 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે. નવો લાવા સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફ્રી ડોરસ્ટેપ સર્વિસ સાથે આવે છે. અહીં જાણો લાવા શાર્ક સ્માર્ટફોનમાં શું છે ખાસ?
લાવા શાર્ક કિંમત
લાવા શાર્કના 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે. લાવા આ ફોનની ખરીદી પર 1 વર્ષની વોરંટી અને ફ્રી ડોરસ્ટેપ સર્વિસ આપી રહી છે. આ ફોન લાવા રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ફોન બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં આવે છે.
લાવા શાર્ક ફિચર્સ
લાવા શાર્ક સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી + (720 x 1,612 પિક્સલ) સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 269ppi છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર ટી606 પ્રોસેસર આપવામાં આવ્યું છે. લાવાના આ હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રેમને વર્ચ્યુઅલ રીતે 4જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 4GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14ઓએસ સાથે આવે છે.
આ પણ વાંચો – ડ્યુઅલ ડિસ્પ્લે અને પિંક થીમ વાળો HMD બાર્બી ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
લાવા શાર્કમાં 50 મેગાપિક્સલનું એઆઇ સંચાલિત પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એલઇડી ફ્લેશ પણ છે. આ હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરામાં એઆઈ મોડ, પોટ્રેટ, પ્રો મોડ અને એચડીઆર સપોર્ટ પણ છે.
લાવા શાર્ક સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ
લાવા શાર્ક સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં IP54 ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં ડ્યુઅલ 4G VoLTE, બ્લૂટૂથ 5.0 અને વાઇ-ફાઇ 802.11 બી/જી/એન/એસી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
લાવા શાર્ક સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી છે જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. બોક્સમાં ફોન સાથે 10W ચાર્જર પણ ઉપલબ્ધ છે. આ ફોનમાં 45 કલાક સુધીનો ટોક ટાઇમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ 158 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જાય છે.





