Lava Yuva 2 5G Launched : લાવાએ શુક્રવારે (27 ડિસેમ્બર 2024) ભારતમાં તેની યુવા સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. લાવા યુવા 2 5જી એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં યુનિસોક ટી760 ચિપસેટ, 5000mAhની બેટરી અને 6.67 ઇંચની એચડી+ સ્ક્રીન આપવામાં આવી છે. નવા લાવા યુવા 2 5જી સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિષે વધુ જાણીએ.
લાવા યુવા 2 5G કિંમત
લાવા યુવા 2 5જી સ્માર્ટફોનની કિંમત 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 9,499 રૂપિયા છે. આ સ્માર્ટફોનને દેશભરના રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કંપનીએ આ હેન્ડસેટને ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલી કોઇ જાણકારી હાલ આપી નથી.
લાવાનો આ સ્માર્ટફોન માર્બલ બ્લેક અને માર્બલ વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે. આ ફોન એક વર્ષની વોરંટી સાથે આવે છે. સ્માર્ટફોન સાથે કંપની ડોરસ્ટેપ સર્વિસ ફ્રી આપી રહી છે.
લાવા યુવા 2 5જી સ્પેસિફિકેશન્સ
લાવા યુવા 2 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી + સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 700 નીટ્સ છે. લાવાના આ હેન્ડસેટમાં યુનિસોક ટી760 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4જીબી રેમ છે. ભારતીય કંપનીના આ સ્માર્ટફોનમાં 4 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 ઓએસ સાથે આવે છે.
આ પણ વાંચો – OnePlus Ace, OnePlus Ace 5 Pro સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, જાણો કિંમત
લાવા યુવા 2 5જીમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50MP એઆઈ પ્રાઇમરી રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનના રિયર કેમેરા મોડ્યુલમાં એક નોટિફિકેશન લાઇટ છે. કંપનીનું કહેવું છે કે ઇન સિસ્ટમ અને એપ નોટિફિકેશન ઉપરાંત ઇનકમિંગ કોલ રિસીવ થવા પર લાઇટ બ્લિંક થશે.
લાવા યુવા 2 5Gને પાવર આપતી બેટરી 5000mAhની બેટરી છે જે યુએસબી ટાઇપ-સી પોર્ટ દ્વારા 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ હાજર છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.





