Lava Yuva 5G Smartphone: લાવા યુવા 5જી સ્માર્ટફોન 10 હજાર કરતાં ઓછી કિંમતે લોન્ચ, કેમેરા સહિત જાણો તમામ ફિચર્સ

Lava Yuva 5G Price And Features: લાવા યુવા 5જી સ્માર્ટફોન UNISOC T75o ચીપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 6.52 ઇંચની ડિસ્પ્લે અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : June 12, 2024 00:29 IST
Lava Yuva 5G Smartphone: લાવા યુવા 5જી સ્માર્ટફોન 10 હજાર કરતાં ઓછી કિંમતે લોન્ચ, કેમેરા સહિત જાણો તમામ ફિચર્સ
Lava Yuva 5G Smartphone: લાવા યુવા 5જી સ્માર્ટફોન બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. (Photo - @LavaMobile)

Lava Yuva 5G Launch: લાવા યુવા 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે લાવા યુવા સિરિઝનો લેટેસ્ટ 5જી સ્માર્ટફોન છે. Lava Yuva 5G સ્માર્ટફોન 6.52 ઇંચની મોટી ડિસ્પ્લે, 50MP રિયર કેમેરા અને 128 જીબી સુધીનું સ્ટોરેજ જેવા ફિચર્સ સાથે આવે છે. લાવાનો આ ફોન ખાસ કરીને જેન-ઝેડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. નવા લાવા યુવા 5જી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, કેમેરા સહિત તમામ વિગત જાણો

લાવા યુવા 5G ફીચર્સ (Lava Yuva 5G Features)

લાવા યુથ 5જી સ્માર્ટફોનમાં UNISOC R750 5G ચિપસેટ આપવામાં આવી છે. UNISOC ના સ્માર્ટ ટર્મિનલ ચીપ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને 140 થી વધુ દેશોમાં વૈશ્વિસ સ્તરે કરોડો યુઝર્સ માટે સ્માર્ટ કનેક્ટિવિટીની ગ્રીડના રૂપમાં કામગીરી કરે છે.

આ સ્માર્ટફોનમાં 6.52 ઇંચની એચડી + પંચ હોલ ડિસ્પ્લે છે જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ છે. આ મોબાઇલમાં રેમને વર્ચ્યુઅલી 4જીબી સુધી વધારી શકાય છે.

લાવા યુવા 5જી કેમેરા (Lava Yuva 5G Camera)

ફોટોગ્રાફી માટે લાવાના આ બજેટ સ્માર્ટફોનમાં 50 એમપી એઆઈ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફીના શોખીનો માટે લાવા યુવા 5જી એક સ્માર્ટફોન કરતા વધુ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો | શાનદાર સ્માર્ટફોન પર 4000નું જંગી ડિસ્કાઉન્ટ, 108mp કેમેરા અને 5800mAhની બેટરી, જાણો સંપૂર્ણ વિગત

લાવા યુવા 5જી કિંમત (Lava Yuva 5G Price)

લાવા યુવા 5જી સ્માર્ટફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટના લાવા યુવા 5જી સ્માર્ટફોન 9499 રૂપિયામાં ખરીદી શકાય છે.

4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 9999 રૂપિયા છે. આ સ્માર્ટફોન બે કલર – મિસ્ટિક બ્લૂ અને મિસ્ટિક ગ્રીનમાં ઉપલબ્ધ છે. આ લેટેસ્ટ લાવા સ્માર્ટફોન એમેઝોન, લાવા ઇ સ્ટોર અને રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટપોન એક વર્ષની વોરંટી સાથે આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ