Lava Yuva Smart Launch: લાવા કંપનીએ યુવા સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા યુવા સ્માર્ટ લેટેસ્ટ બજેટ 4જી સ્માર્ટફોન છે. તે મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન છે, જે ભારતમાં બનેલો છે. આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી, 13MP કેમેરા અને 6.75 ઇંચની એચડી+ સ્ક્રીન આવે છે. લાવા યુવા સ્માર્ટ ડિવાઇસમાં શું ખાસ છે? જાણો લેટેસ્ટ લાવા યુવા સ્માર્ટફોનની કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત
Lava Yuva Smart Specifications : લાવા યુવા સ્માર્ટ સ્પેસિફિકેશન્સ
લાવા યુવા સ્માર્ટ (720 x 1600 Pixels)માં એચડી+ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ અને પ્રોટેક્શન માટે 2.5D Glass છે. આ ડિવાઇસમાં ઓક્ટા-કોર 28nm UNISOC 9863A પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે PowerVR GE8322GPU આપવામાં આવ્યું છે. લાવા યુવા સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.
લાવા યુવા સ્માર્ટ ફોન એન્ડ્રોઇડ 14 Go Edition સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે.
ફોટોગ્રાફી માટે લાવા યુવા સ્માર્ટમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં એલઇડી ફ્લેશ સાથે સેકન્ડરી એઆઇ સેન્સર પણ મળે છે. એચડીઆર, પોટ્રેટ અને નાઇટ મોડ જેવા કેમેરા ફીચર્સ ઉપલબ્ધ છે. આ હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનની કિનારી પર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.
હેન્ડસેટમાં લાવા યુવા સ્માર્ટમાં 3.5 એમએમ ઓડિયો જેક, એફએમ રેડિયો અને સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 164.96×76.1×8.8 એમએમ છે અને તેનું વજન 193.3 ગ્રામ છે. લાવા યુવા સ્માર્ટ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11એસી, બ્લૂટૂથ 4.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે.
ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Lava Yuva Smart Price : લાવા યુવા સ્માર્ટ કિંમત
લાવા યુવા સ્માર્ટ ફોનને ગ્લોસી બ્લુ, ગ્લોસી વ્હાઇટ અને ગ્લોસી લવંડર કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન 6000 રૂપિયાની લોન્ચ ઓફરમાં આવે છે. લાવાના આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનને 6000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ લાવા સ્માર્ટફોનમાં 1 વર્ષની વોરંટી મળી રહી છે. આ ઉપરાંત ડોરસ્ટેપ સર્વિસ પણ એક વર્ષ માટે ફ્રી છે.





