/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Lava-Yuva-Star-2-Smartphone.jpg)
Lava Yuva Star 2 Launch: લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોન રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કલિંગ આઇવરી કલરમાં આવે છે. (Photo: @gizmochina)
Lava Yuva Star 2 Launch: લાવાએ ભારતમાં પોતાની યુવા સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા યુવા સ્ટાર 2 કંપનીનો નવો હેન્ડસેટ છે અને તે 4જી કનેક્ટિવિટી સાથે આવે છે. નવો લાવા સ્માર્ટફોન ગયા વર્ષે એટલે કે 2024 માં લોન્ચ થયેલા યુવા સ્ટારનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોનમાં 6.75 ઇંચની એચડી+ એલસીડી સ્ક્રીન, 5000mAhની બેટરી અને 13MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આવો જાણીએ લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ
Lava Yuva Star 2 Specifications : લાવા યુવા સ્ટાર 2 સ્પેસિફિકેશન્સ
લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોનમાં 6.75 ઇંચ (720 x 1600 પિક્સલ) એચડી + એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ છે. પ્રોટેક્શન માટે 2.5D ગ્લાસ છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર UNISOC પ્રોસેસર આવે છે.
લાવાના આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ, 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 Go Edition સાથે આવે છે.
લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, સેકન્ડરી એઆઇ કેમેરા અને એલઇડી ફ્લેશ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે. હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક, એફએમ રેડિયો અને નીચેનું સ્પીકર આપવામાં આવ્યા છે.
કંપનીએ દાવો કર્યો છે કે યુવા સ્ટાર 2 સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 4.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
Lava Yuva Star 2 Price : લાવા યુવા સ્ટાર 2 કિંમત
લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોન 6,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કલિંગ આઇવરી કલરમાં આવે છે. કંપની આ ફોન સાથે 1 વર્ષની વોરંટી આપી રહી છે અને ડોરસ્ટેપ સર્વિસ પણ ફ્રી છે. હેન્ડસેટને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us