Lenovo Idea Tab Launch : લેનોવોએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. લેનોવો આઈડિયા ટેબને 5જી વેરિએન્ટની સાથે-સાથે વાઈ ફાઈ ઓન્લી વેરિયન્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. ટેબ્લેટ ફોલિયો કીબોર્ડ અને ટેબ પેન સાથે પણ આવે છે. લેનોવોનો દાવો છે કે ટર્બોસિસ્ટમ ટેકનોલોજી તેમાં સંકલિત છે, જે કામગીરીને ખૂબ જ ઝડપી રાખે છે. ટેબ્લેટમાં 7040mAhની મોટી બેટરી, AI એપ્સ અને ડોલ્બી એટમોસ-ટ્યુન્ડ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ટેબ્લેટમાં ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 11 ઇંચની 2.5કે સ્ક્રીન અને 257 જીબી સ્ટોરેજ છે.
Lenovo Idea Tab specifications : લેનોવો આઈડિયા ટેબ સ્પેસિફિકેશન્સ
લેનોવો આઇડિયા ટેબમાં 10.61 ઇંચ (2560 x 1600 પિક્સલ) 2.5K એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે 500 નાઇટ્સ સુધીની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. ટેબ્લેટમાં Qualcomm Snapdragon 695 6nm 5G આપવામાં આવી છે. આ ડિવાઇસ Adreno 619 GPU દ્વારા સંચાલિત છે.
લેનોવો આઈડિયા ટેબમાં 8જીબી રેમ અને 256જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2ટીબી સુધી વધારી શકાય છે. ટેબ્લેટ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ZUI 17 આવે છે. આ ટેબમાં લેનોવો કંપની 2 વર્ષ OS અપગ્રેડ અને 4 વર્ષ સુધી સિક્યોરિટી પેચ મેળવવાનું વચન આપ્યું છે.
લેનોવોના ટેબ્લેટમાં ઓટોફોકસ સાથે 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 3.5 એમએમ ઓડિયો જેક, ક્વાડ સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસની જાડાઈ 6.9 mm અને તેનું વજન 480 ગ્રામ છે. પાવર આપવા માટે લેનોવોએ આ ટેબલેટમાં 7040mAhની મોટી બેટરી આપી છે જે 20W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ, યુએસબી 2.0 ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ ટેબ્લેટ વૈકલ્પિક Lenovo Tab Pen, Lenovo Tab Pen Plus અને ફોલિયો કીબોર્ડ સાથે આવે છે.
Lenovo Idea Tab Price : લેનોવો આઇડિયા ટેબ કિંમત
લેનોવો આઇડિયા ટેબ વાઇ-ફાઇ + પેન વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. 5G+ પેન વેરિયન્ટને ભારતમાં 19,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેબલેટનું વેચાણ લેનોવો ઇન્ડિયાની વેબસાઇટ, એમેઝોન ઇન્ડિયા અને ઓફિશિયલ ઓફલાઇન રિટેલ સ્ટોર પર શરૂ થશે. ઉપકરણ લુના ગ્રે રંગમાં રજૂ કરવામાં આવ્યું છે.