10200mAh બેટરી સાથે સસ્તો ટેબ્લેટ Lenovo Idea Tab Plus ભારતમાં લોન્ચ, કિંમત અને ખાસિયત જાણો

Idea Tab Plus Launched in India: લેનોવો આઈડિયા ટેબ પ્લસ ભારતમાં એક બજેટ ટેબ્લેટ છે. આ લેનોવો ટેબ્લેટમાં 12 જીબી સુધી રેમ, 10200mAh બેટરી અને મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટ આવે છે.

Idea Tab Plus Launched in India: લેનોવો આઈડિયા ટેબ પ્લસ ભારતમાં એક બજેટ ટેબ્લેટ છે. આ લેનોવો ટેબ્લેટમાં 12 જીબી સુધી રેમ, 10200mAh બેટરી અને મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટ આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Lenovo Idea Tab Plus | Lenovo Idea Tab Plus in Gujarati | Lenovo Idea Tab Plus price | Lenovo Tablet

Lenovo Idea Tab Plus Tablet India : લેનોવો આઈડિયા ટેબ પ્લસ ટેબ્લેટ ભારતમાં લોન્ચ થયો છે. (Photo: Social Media)

Lenovo Idea Tab Plus Launch : લેનોવો એ ભારતમાં તેનો લેટેસ્ટ સસ્તો ટેબ્લેટ લોન્ચ કર્યો છે. નવો ટેબ્લેટ ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવેલા Lenovo Idea Tab નું પ્રીમિયમ મોડેલ છે. નવા લેનોવો આઇડિયા ટેબ પ્લસ ડિવાઇસમાં 12 જીબી રેમ, 10200mAh બેટરી અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આવે છે. આ ટેબ્લેટ મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટથી સજ્જ છે.

Advertisment

Lenovo Idea Tab Plus Price : લેનોવો આઇડિયા ટેબ પ્લસ કિંમત

લેનોવો આઇડિયા ટેબ પ્લસના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે. ટેબ્લેટના 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ વાઇ ફાઇ કનેક્ટિવિટી સાથે 30,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમામ મોડેલો સાથે બોક્સમાં Tab Pen સ્ટાયલસ ઉપલબ્ધ છે.

આ ડિવાઇસ પ્રી ઓર્ડર માટે પણ ઉપલબ્ધ છે અને 22 ડિસેમ્બરથી લેનોવોની વેબસાઇટ અને એમેઝોન પર વેચાણ શરૂ થશે. આ ટેબ્લેટ સિંગલ લુના ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Lenovo Idea Tab Plus Specifications : લેનોવો આઇડિયા ટેબ પ્લસ સ્પેશિફિકેશન

Advertisment

લેનોવો આઇડિયા ટેબ પ્લસમાં 12.1 ઇંચની LCD સ્ક્રીન છે જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 2.5K રિઝોલ્યુશન પ્રદાન કરે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 800 નિટ્સ સુધી છે. ટેબ્લેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6400 પ્રોસેસર છે. ટેબ્લેટમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે.

લેનોવો આઇડિયા ટેબ પ્લસમાં 10200mAh મોટી Li-ion બેટરી છે જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું વજન 540 ગ્રામ છે. ટેબ્લેટમાં લેનોવો નોટપેડ, સર્કલ ટુ સર્ચ, જેમિની અને ટેબ પેન સ્ટાઇલસ સપોર્ટ છે.

આ પણ વાંચો | ભારતમાં પેન્સિલ કરતા પાતળો સ્માર્ટફોન લોન્ચ કર્યો, 50MP સેલ્ફી કેમેરા અને 3 અપગ્રેડ મળશે

ફોટોગ્રાફી માટે લેનોવોના આ ટેબ્લેટમાં 13 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. કનેક્ટિવિટી માટે, વાઇ ફાઇ ઓન્લી વેરિઅન્ટ એલટીઇ મોડેલમાં 802.11 એ / બી / જી / એન / એસી વાઇ-ફાઇ સ્ટાન્ડર્ડ અને 5 જી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ફોન બ્લૂટૂથ 5.2 સાથે આવે છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન