Lenovo Yoga Tab Plus Launch: લેનોવોએ ભારતમાં પોતાની લેટેસ્ટ યોગા ટેબ પ્લસ (Lenovo Yoga Tab Plus) લોન્ચ કર્યો છે. લેનોવોના ટેબલેટને કંપનીનું પહેલું એઆઇ ટેબલેટ ગણાવવામાં આવી રહ્યું છે. લેનોવો યોગા ટેબ પ્લસમાં સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર અને Qualcomm Hexagon NPU જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ટેબ્લેટમાં 12.7 ઇંચની એલસીડી સ્ક્રીન છે, જે 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ, Harmon Kardon સંચાલિત 6 સ્પીકર સિસ્ટમ અને Dolby Atmos સપોર્ટ ધરાવે છે.
Lenovo Yoga Tab Plus Price : લેનોવો યોગા ટેબ પ્લસ કિંમત
લેનોવો યોગા ટેબ પ્લસ એઆઈ ટેબલેટ Pen+ કીબોર્ડ સાથે આવે છે. 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 44999 રૂપિયા છે જ્યારે 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 47999 રૂપિયા છે. આ ટેબ્લેટ એમેઝોન ઇન્ડિયા, લેનોવોના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
Lenovo Yoga Tab Plus Specifications : લેનોવો યોગા ટેબ પ્લસ સ્પેસિફિકેશન્સ
લેનોવો યોગા ટેબ પ્લસમાં 12.7 ઇંચની 3K (2944 x1840 પિક્સલ) એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. આ સ્ક્રીન એન્ટિ-રિફ્લેક્શન કોટિંગ, 900 નિટ્સ પીક બ્રાઇટનેસ, ડોલ્બી વિઝન અને ટીવી લો બ્લ્યુ લાઇટને સપોર્ટ કરે છે.
લેનોવો યોગા ટેબ પ્લસ 3.3 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 3 4nm મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે. ફોનમાં Adreno 750 GPU જીપીયુ અને Qualcomm Hexagon NPU છે.
Lenovo Yoga Tab Plusમાં 16 જીબી રેમ અને 256/512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ZUI 1 સાથે આવે છે. ટેબલેટ ૩ વર્ષ સુધીના OS અપડેટ્સ અને 4 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ મળવાનું વચન આપે છે.
લેનોવો યોગા ટેબમાં 13 MPનો ઓટોફોકસ કેમેરો અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો એએફ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સર હેન્ડસેટમાં પાવર બટનમાં એકીકૃત કરવામાં આવે છે.
લેનોવો યોગા ટેબમાં 10200mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 188.3 x 290.91 x 8.52mm અને તેનું 640 ગ્રામ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 7 802.11 ax/be, બ્લૂટૂથ 5.4, યુએસબી ટાઇપ-સી 3.2 જેન1 જીબીપીએસ સામેલ છે. સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, 6 6 Harman Kardon સ્પીકર્સ અને Dolby Atmos સપોર્ટ આપવામાં આવ્યો છે.