Lenskart IPO Share Price Listing Today : Lenskart IPO Share Price Listing Today : લેન્સકાર્ટ આઈપીઓ શેર લિસ્ટિંગ નિરાશાજનક થયું છે. લેન્સકાર્ટનો શેર 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. લેન્સકાર્ટ શેર બીએસઇ પર 390 રૂપિયા ભાવે ખૂલ્યો હતો. જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 382 – 402 રૂપિયાથી નીચો ભાવ છે. લિસ્ટિંગ સાથે લેન્સકાર્ટનો આઈપીઓ ગગડીને 355 રૂપિયા સુધી ઘટ્યો હતો.
Lenskart Share Price Listing : લેન્સકાર્ટ આઈપીઓ થી નીચા ભાવે શેર લિસ્ટિંગ
બીએસઇ પર લેન્સકાર્ટ કંપનીનો શેર 390 રૂપિયા ભાવે લિસ્ટેડ થયો હતો, જ્યારે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 402 રૂપિયા હતો. લિસ્ટિંગ સાથે લેન્સકાર્ટનો આઈપીઓ ગગડીને 355 રૂપિયા સુધી ઘટ્યો હતો. આમ લિસ્ટિંગ પર લેન્સકાર્ટ આઈપીઓ રોકાણકારોને 11 ટકા સુધી નુકસાન થયું છે. એનએસઇ પર લેન્સકાર્ટનો શેર 395 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે કંપનીનો શેર 356 રૂપિયા સુધી ઘટ્યો હતો.
Lenskart IPO GMP : લેન્સકાર્ટ આઈપીઓ જીએમપી
શેરબજારમાં લિસ્ટિંગ પહેલા લેન્સકાર્ટ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. લેન્સકાર્ટના લેટેસ્ટ જીએમપી 100 ટકા ઘટીને 0 (શૂન્ય) થઇ ગયો હતો. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ધબડકાથી રોકાણકારોને
લેન્સકાર્ટ આઈપીઓ શેર ભાવ : Lenskart Share Price Listing
લેન્સકાર્ટના 7278.02 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર હતી.
લેન્સકાર્ટ કંપની વિશે
તાજેતરની માહિતી અનુસાર, ડીમાર્ટના સ્થાપક અને અનુભવી રોકાણકાર રાધાકિશન દામાણીએ પણ લેન્સકાર્ટમાં આશરે ₹90 કરોડનું રોકાણ કર્યું છે . 2008 માં સ્થપાયેલી, કંપનીએ 2010 માં એક ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે શરૂઆત કરી અને 2013 માં દિલ્હીમાં તેનો પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો. આજે, લેન્સકાર્ટ ભારતની સૌથી મોટી ચશ્મા બનાવતી કંપનીઓમાંની એક છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કાર્યરત છે. કંપની માત્ર મેટ્રો અને ટાયર-2 શહેરોમાં જ નહીં, પરંતુ દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ વિસ્તરી છે.
(Disclaimer: આઈપીઓ માટે સલાહ નિષ્ણાતો અથવા બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અભિપ્રાય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)





