/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/LIC-Bima-Sakhi-Yojana.jpg)
LIC Bima Sakhi Yojana: એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવી છે. (Photo: LIC)
LIC Bima Sakhi Online Registration Available: એલઆઈસી વીમા સખી યોજના શરૂ થયાને એક મહિનો પૂર્ણ થયો છે. એલઆઈસીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જાણકારી આપી છે કે, આ યોજનાની શરૂઆતના પ્રથમ મહિનામાં 52000 થી વધુ મહિલાઓએ વીમા સખી બનવા માટે નોંધણી કરાવી છે. સરકારી વીમા કંપની LICએ કહ્યું કે યોજનાની શરૂઆતના એક મહિના પૂર્ણ થયા પછી, વીમા સખી બનવા માટે 52,511 અરજીઓ મળી છે.
1 મહિનામાં 27000થી વધુ મહિલાઓ એલઆઈસી વીમા સખી બની
એલઆઈસી વીમા સખી બનવા માટે અત્યાર સુધી મળેલી કુલ અરજીઓમાંથી 27000 થી વધુ મહિલાઓને નિમણૂક પત્રો મળ્યા છે. LIC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યોજનાની શરૂઆતના એક મહિના પછી વીમા સખી માટે કુલ 52511 રજિસ્ટ્રેશન માંથી 27695 વીમા સખીઓને એલઆઈસી પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. કંપનીએ બુધવારે પોતાના નિવેદનમાં કહ્યું કે 14583 બીમા સખીઓએ પોલિસીઓનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.
એક વર્ષની અંદર દેશની દરેક પંચાયતમાં વીમા સખી હશે
LICના MD અને CEO સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એક વર્ષમાં દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક વીમા સખીની ભરતી કરવાનો છે. તેમણે કહ્યું કે LIC મહિલાઓને યોગ્ય કૌશલ્યોથી સજ્જ કરીને અને તેમને ડિજિટલ સાધનો વડે સશક્તિકરણ કરીને બીમા સખી પ્રવાહને મજબૂત બનાવી રહી છે.
એલઆઈસી વીમા સખી યોજના શું છે?
એલઆઈસી વીમા સખી યોજના પીએમ નરેન્દ્ર મોદ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણાના પાણીપતથી શરૂ કરી હતી. વીમા સખી યોજના 3 વર્ષ માટેની સ્ટાઈપેન્ડરી યોજના છે. જેમાં મહિલાઓને વીમા પોલિસી વેચી એલઆઈસી એજન્ટ તરીકે કરિયર બનાવી સારી કમાણી કરવાની તક મળે છે.
વીમા સખી યોજના હેઠળ LIC દેશભરની શિક્ષિત મહિલાઓને વીમા એજન્ટ બનવા માટે તાલીમ આપી રહી છે. આ સમયગાળા દરમિયાન તેમને 7000 રૂપિયા સુધીનું માસિક સ્ટાઈપેન્ડ પણ મળવાનું છે. આ ઉપરાંત જે મહિલાઓ પોલિસી વેચીને બીમા સખી બને છે તેમને કમિશન અને બોનસના રૂપમાં વધારાની આવક મેળવવાની તક પણ મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/bima-sakhi-yojana.jpg)
એલઆઈસી વીમા સખી દર મહિને 7000 મળશે
વીમા સખી યોજનાની સૌથી ખાસ વાત એ છે કે વીમા પોલિસીના વેચાણ પર મહિલા એજન્ટને મળતા કમિશન ઉપરાંત ત્રણ વર્ષ માટે માસિક સ્ટાઈપેન્ડનો લાભ પણ સામેલ છે. આ યોજના મુજબ, દરેક વીમા સખીને પ્રથમ વર્ષ માટે દર મહિને 7000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. જો તમે પ્રથમ વર્ષમાં વેચાયેલી પોલિસીના 65 ટકા જાળવી રાખશો, તો તમને બીજા વર્ષે માસિક સ્ટાઈપેન્ડ તરીકે 6000 રૂપિયા મળશે. તેવી જ રીતે, ત્રીજા વર્ષમાં ટાર્ગેટ પુરો કરવા પર મહિલાને 5000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે. આ માનદ વેતન મૂળભૂત સહાયતા ભથ્થા તરીકે કામ કરે છે. વધુમાં, મહિલા વીમા એજન્ટો તેમની વીમા પૉલિસીના આધારે કમિશન મેળવી શકે છે.
વીમા સખી બનવા માટે કેવી રીતે અરજી કરવી
એલઆઈસી આગામી ત્રણ વર્ષમાં બે લાખ વીમા સખીઓની નિમણૂક કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વીમા સખી યોજના હેઠળ નોંધણી ચાલુ છે. 18 થી 70 વર્ષની વયની ધોણસ 10 પાસ મહિલાઓ તેમની નજીકની LIC શાખા અથવા ઘરેથી ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ licindia.in/lic-s-bima-sakhi પર અરજી કરી શકે છે.
વીમા સખી યોજના માટે અરજી કરવાની રીત
- વીમા સખી યોજના હેતુ અરજી કરવા માટે સૌથી પહેલા LICની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 પર જાઓ.
- હવે નીચે દેખાતી Click here for Bima Sakhi કરો પર ક્લિક કરો.
- તે પછી તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું જેવી વિગતો દાખલ કરો.
- હવે જો તમે એલઆઈસી ઈન્ડિયાના કોઈપણ એજન્ટ/વિકાસ અધિકારી/કર્મચારી/તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો તો તેની માહિતી આપો. અને છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરો.
એલઆઈસી વીમા સખી યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજ
- તાજેતરનો પાસપોર્ટ ફોટો
- ઉંમરનો પુરાવો
- સરનામાનો પુરાવો
- 10 પાસનું પ્રમાણપત્ર
- ઉપરોક્ત ત્રણેય દસ્તાવેજો મહિલા ઉમેદવાર દ્વારા સ્વ-પ્રમાણિત હોવા જોઈએ.
જો અરજી કરતી વખતે અધૂરી અથવા ખોટી માહિતી ભરવામાં આવે, તો અરજી નામંજૂર થઈ શકે છે.
અરજી કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખો
જો કોઈ વ્યક્તિ પહેલેથી જ એલઆઈસીમાં એજન્ટ અથવા કર્મચારી છે, તો તેના નજીકના પરિવારના સભ્યો આ યોજના હેઠળ એમસીએ (માસ્ટર કન્સલ્ટન્ટ એજન્ટ) તરીકે કામ કરવા માટે અરજી કરી શકતા નથી.
જો કોઈ વ્યક્તિ અગાઉ એલઆઈસીમાં કામ કરે છે અને હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે અથવા ભૂતપૂર્વ એજન્ટ છે, તો તેને આ યોજના હેઠળ ફરીથી વીમા એજન્ટ તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હાલના એજન્ટો આ યોજના હેઠળ MCA માટે અરજી કરી શકતા નથી. એટલે કે, જેઓ પહેલાથી જ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તેઓ એમસીએ (માસ્ટર કન્સલ્ટન્ટ એજન્ટ) યોજના હેઠળ ફરીથી ભરતી માટે અરજી કરી શકતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us