Bima Sakhi Yojana: મહિલાઓને દર મહિને મળશે ₹ 7000, પીએમ મોદી દ્વારા વીમા સખી યોજના શરૂ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ

LIC Bima Sakhi Yojana: એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા શરૂ કરવામાં આવી છે. વીમા સખી યોજનામાં જોડાનાર મહિલાને દર મહિને 7000 રૂપિયા મળશે. જાણો લાયકાત, વયમર્યાદા અને સ્ટાઇપેન્ડ સહિત સહિત સંપૂર્ણ વિગત

Written by Ajay Saroya
December 09, 2024 17:17 IST
Bima Sakhi Yojana: મહિલાઓને દર મહિને મળશે ₹ 7000, પીએમ મોદી દ્વારા વીમા સખી યોજના શરૂ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
LIC Bima Sakhi Yojana: પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. (Photo: @BankofIndia_IN)

LIC Bima Sakhi Yojana: એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 ડિસેમ્બર, 2024ના રોજ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરશે. LIC ની વીમા સખી યોજના (LIC Bima Sakhi Yojana) શિક્ષિત મહિલાઓ માટે છે. જેનો ઉદ્દેશ્ય તેમને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. 18 થી 70 વર્ષની વયની 10મી પાસ મહિલાઓ વીમા સખી યોજના માટે પાત્ર છે. આ યોજનામાં ભાગ લેનાર મહિલા વીમા સખી તરીકે ઓળખવામાં આવશે. તે પોતાના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવામાં મદદ કરશે. જેના કારણે તેમને સ્વરોજગારીની તક મળશે. ચાલો જાણીએ વીમા સખી યોજના વિશે.

Whati LIC Bima Sakhi Yojana : એલઆઈસી વીમા સખી યોજના શું છે

એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC નો આ પ્રયાસ 18 થી 70 વર્ષની વયની તે મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે જેઓ ધોરણ 10 પાસ છે. આ યોજના હેઠળ, શિક્ષિત મહિલાઓને પ્રથમ 3 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે જેથી લોકોમાં નાણાકીય સમજણ વધે અને વીમાનું મહત્વ સમજાવવામાં આવે.

વીમા સખી યોજના હેઠળ મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન મહિલાઓને થોડાક પૈસા પણ મળશે. ત્રણ વર્ષની તાલીમ પછી, આ મેટ્રિક્યુલેટેડ મહિલાઓ એલઆઈસીમાં વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. ઉપરાંત બેચલર પાસ વીમા સખીઓને LICમાં ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક મળશે.

એલઆઈસી વીમા સખી બનાવાની લાયકાત

એલઆઈસી વીમા સખી યોજના માટે અરજી કરતી મહિલાઓ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવી જોઇએ.

વીમા સખી યોજનાઓમાં જોડાવા માટે મહિલાની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

LIC ની વીમા સખી (MCA સ્કીમ) એક સ્ટાઈપેન્ડ સ્કીમ છે જે ફક્ત મહિલાઓ માટે જ છે અને તેનો સ્ટાઈપેન્ડ સમયગાળો 3 વર્ષનો છે. મતલબ કે આ યોજના હેઠળ મહિલાઓને 3 વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમને આર્થિક સહાય (સ્ટાઇપેન્ડ) આપવામાં આવશે.

વીમા સખી યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ મહિલાઓને વીમા એજન્ટ તરીકે આત્મનિર્ભર બનાવવાનો અને તેમને નાણાકીય સાક્ષરતા માટે તાલીમ આપવાનો છે. યોજના હેઠળ, મહિલાઓને વીમા પોલિસી વેચવાની તાલીમ આપવામાં આવશે, જેનાથી તેઓ તેમની આવકમાં વધારો કરી શકશે અને તેમના પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે.

LIC ની સત્તાવાર વેબસાઇટ (https://licindia.in/test2) અનુસાર, LICની વીમા સખી (MCA સ્કીમ) માટેનું પ્રથમ વર્ષનું કમિશન ધોરણ 10 પાસ મહિલાઓ માટે આજથી શરૂ થઈ રહ્યું છે 84,000 રૂપિયા હશે. આ કમિશન એ મહિલાઓની કમાણીનો એક ભાગ છે જેઓ આ યોજના હેઠળ વીમા એજન્ટ તરીકે કામ કરશે. કમિશન ઉપરાંત, સહભાગીઓને પ્રોગ્રામના પ્રથમ 3 વર્ષ દરમિયાન માસિક સ્ટાઇપેન્ડ પણ મળશે.

પ્રથમ વર્ષ: 7000 રૂપિયા પ્રતિ માસ

બીજું વર્ષ: દર મહિને 6000 રૂપિયા (એમસીએ યોજના હેઠળ, વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓએ તેમના પ્રથમ વર્ષમાં વેચાયેલી ઓછામાં ઓછી 65% પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં સક્રિય હોવી જરૂરી છે (ઉદાહરણ તરીકે, જો કોઈ મહિલાએ પ્રથમ વર્ષમાં 100 પોલિસી વેચી હોય, તો તેમાંથી 65 પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં ચાલુ રહેવી જોઈએ. માત્ર પોલિસીઓનું વેચાણ જ નહીં, પણ તેને જાળવી પણ રાખો, જેનાથી તેમનું કાર્ય ટકાઉપણું અને અસરકારકતા વધે છે.

ત્રીજું વર્ષ: દર મહિને 5000 રૂપિયા (એમસીએ યોજના હેઠળ, વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓએ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેમના બીજા વર્ષમાં વેચાયેલી ઓછામાં ઓછી 65% પોલિસી ત્રીજા વર્ષના અંત સુધીમાં ચાલું રહે.

આ પ્રદર્શન ધોરણ મહિલાઓને તેમના ગ્રાહકોને સારી સેવા આપવા અને તેમની વીમા પોલિસી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માળખું મહિલાઓને નાણાકીય સહાય આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ વીમા વેચાણમાં જોડાઈ શકે અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે.

વીમા સખી યોજના માટે અરજી કરવાની રીત

  • વીમા સખી યોજના હેતુ અરજી કરવા માટે સૌથી પહેલા LICની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 પર જાઓ.
  • હવે નીચે દેખાતી Click here for Bima Sakhi કરો પર ક્લિક કરો.
  • તે પછી તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું જેવી વિગતો દાખલ કરો.
  • હવે જો તમે એલઆઈસી ઈન્ડિયાના કોઈપણ એજન્ટ/વિકાસ અધિકારી/કર્મચારી/તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો તો તેની માહિતી આપો. અને છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરો.

વીમા સખી યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજ

  • તાજેતરનો પાસપોર્ટ ફોટો
  • ઉંમરનો પુરાવો
  • સરનામાનો પુરાવો
  • 10 પાસનું પ્રમાણપત્ર

ઉપરોક્ત ત્રણેય દસ્તાવેજો મહિલા ઉમેદવાર દ્વારા સ્વ-પ્રમાણિત હોવા જોઈએ.

જો અરજી કરતી વખતે અધૂરી અથવા ખોટી માહિતી ભરવામાં આવે, તો અરજી નામંજૂર થઈ શકે છે.

અરજી કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખો

જો કોઈ વ્યક્તિ પહેલેથી જ એલઆઈસીમાં એજન્ટ અથવા કર્મચારી છે, તો તેના નજીકના પરિવારના સભ્યો આ યોજના હેઠળ એમસીએ (માસ્ટર કન્સલ્ટન્ટ એજન્ટ) તરીકે કામ કરવા માટે અરજી કરી શકતા નથી.

જો કોઈ વ્યક્તિ અગાઉ એલઆઈસીમાં કામ કરે છે અને હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે અથવા ભૂતપૂર્વ એજન્ટ છે, તો તેને આ યોજના હેઠળ ફરીથી વીમા એજન્ટ તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હાલના એજન્ટો આ યોજના હેઠળ MCA માટે અરજી કરી શકતા નથી. એટલે કે, જેઓ પહેલાથી જ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તેઓ એમસીએ (માસ્ટર કન્સલ્ટન્ટ એજન્ટ) યોજના હેઠળ ફરીથી ભરતી માટે અરજી કરી શકતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ