LIC Cancer Cover Plan Premium And All Details : હેલ્થ ઈન્શ્યોરન્સ આજના સમયમાં આવશ્યક છે. હાલ બજારમાં વિવિધ પ્રકારના અને બીમારી સંબંધિત સ્વાસ્થ્ય વીમા પોલિસી ઉપલબ્ધ છે. કેન્સર જીવલેણ બીમારી છે અને તેની સારવાર ઘણી ખર્ચાળ છે. આથી કેન્સરની પણ સારવાર મળી રહે તેવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરવી જોઇએ. એલઆઈસી કેન્સર કવર પ્લાન કેન્સર દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કેન્સર સામે સુરક્ષા કવચ પુરું પાડે છે.
એલઆઈસી કેન્સર કવર પ્લાન શું છે? (LIC Cancer Cover Plan)
એલઆઈસી કેન્સર કવર પ્લાન રેગ્યુલર પ્રીમિયમ પ્લાન છે. મોટાભાગની હેલ્થ ઈન્શ્યોરન્સ આપનાર કંપનીઓ જીવલેણ કેન્સર બીમારીના સારવારને કવર કરે છે. આવી સ્થિતિમાં એલઆઈસીની કેન્સર કવર પોલિસી લઇ શકે છે. આ પોલિસીમાં સારવારનું 100 ટકા વીમા કવચ મળે છે.

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું કેન્સર કવર પ્લાન રેગ્યુલર પ્રીમિયમ પ્લાન છે. તે હેઠળ વીમાનું પ્રીમિયમ છ માસિક કે વાર્ષિક ચૂકવવાનું હોય છે. તેમા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના એક ટકા દર મહિને વીમા ધારકને આપવામાં આવે છે. જો કેન્સર કવચ 30 લાખ રૂપિયાનો છે, તો દર મહિને 10 વર્ષ સુધી 30,000 રૂપિયા મળે છે.
જો બીમારીની સારવાર દરમિયાન કેન્સર પીડિત દર્દીનું મોત થાય છે તો તેના પરિવારને દર મહિને આ વીમા રકમ મળે છે. જો કેન્સર નાનું હોય તો વીમા કવચની 25 ટકા રકમ મળે છે. એટલે કે 30 લાખ રૂપિયાનું વીમા કવચ હોય તો દર્દીને 7.50 લાખ રૂપિયા સારવાર માટે મળે છે. જો કેન્સર ફાઈનલ સ્ટેજમાં હોય તો સારવાર માટે બાકીની વીમા રકમ મળે છે.

આ પણ વાંચો | એજ્યુકેશન લોન પર ચૂકવેલ વ્યાજ માટે ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય? જાણો આવકવેરા કાયદાના નિયમ
દર મહિને માત્ર 250 રૂપિયા ચૂકવી મેળવો કેન્સર સામે વીમા કવચ (LIC Cancer Cover Plan Premium)
એલઆઈસી કેન્સર કવર પ્લાન મેળવવો સરળ છે. તમને વાર્ષિક 3000 રૂપિયા વીમા પ્રીમિયમ ચૂકવવા પર 250000 રૂપિયાનો કેન્સર કવર પ્લાન મળે છે. એટલે કે દર મહિને માત્ર 250 રૂપિયા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી તમે કેન્સર સામે વીમા સુરક્ષા કવચ મેળવી શકો છો. એલઆઈસીની કેન્સર કવર પોલિસીમાં ડાયગ્નોસિસ થી લઇ સારવાર સુધી અને માસિક ઇન્કમ સુધી વીમા કવચ મળે છે. તેની માટે દર્દીએ કેન્સરની ડાયગ્નોસિસ રિપોર્ટ એલઆઈસી ઓફિસમાં જમા કરવાની હોય છે.





