LIC સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹ 21700 કરોડના શેર ખરીદયા, 31 કંપનીના શેર વેચ્યા, શું તમારે છે આ સ્ટોક

LIC Investment In Share Market : એલઆઈસી એ સપ્ટેમ્બર ક્વાર્ટર 2025માં 76 લિસ્ટેડ કંપનીમાં હિસ્સેદારી વધારી છે અને 81 શેરમાં હોલ્ડિંગ ઘટાડ્યું છે. ઉપરાંત 13 કંપનીઓના શેરમાં પહેલીવાર રોકાણ કર્યું છે.

Written by Ajay Saroya
Updated : November 06, 2025 14:07 IST
LIC સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹ 21700 કરોડના શેર ખરીદયા, 31 કંપનીના શેર વેચ્યા, શું તમારે છે આ સ્ટોક
LIC : એલઆઈસી ભારતમાં સૌથી મોટી સરકારી વીમા કંપની છે. (File Photo)

LIC Share Investment Portfolio : એલઆઈસી ભારતની સૌથી મોટી શેરબજારમાં લિસ્ટેડ વીમા કંપની છે. LIC માત્ર વીમા યોજનાઓ જ નથી વેચતી તે શેરબજારની સૌથી મોટી સસંસ્થાકીય રોકાણકાર કંપની છે. વીમા પોલિસીના પૈસાનું તે શેરબજાર સહિત વિવિધ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં રોકાણ કરે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LICએ મોટી 21700 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. ઉપરાંત 31 કંપનીઓના શેર વેચીને કરોડો રૂપિયાનો પ્રોફિટ પણ મેળવ્યો છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, LIC દ્વારા ખરીદેલા શેરમાં તેજી અને વેચેલા શેરના ભાવ ઘટે છે.

LIC સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 21700 કરોડના શેર ખરીદયા

LICએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 21700 કરોડ રૂપિયાના શેર ખરીદયા છે. આ દરમિયાન 76 લિસ્ટેડ કંપનીમાં હિસ્સેદારી વધારી છે અને 81 શેરમાં હોલ્ડિંગ ઘટાડ્યું છે ઉપરાંત 13 કંપનીઓના શેરમાં પહેલીવાર રોકાણ કર્યું છે.

અલબત્ત આ દરમિયાન 31 કંપનીઓના શેરહોલ્ડિંગ પેટર્નમાં LICનું નામ ગાયબ છે, જો કે તે સ્પષ્ટ નથી કે LICએ આ કંપનીઓના બધા જ શેર વેચી દીધા છે, કે પોતાની હિસ્સેદારી 1 ટકાથી ઓછી કરી છે.

LICનું શેરબજારમાં 16.09 લાખ કરોડનું રોકાણ

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LICના કુલ ઇક્વિટી પોર્ટફોલિયોની વેલ્યૂ 16.09 લાખ કરોડ રૂપિયા હતી. જે તેની અગાઉના કુલ 16.36 લાખ કરોડ રૂપિયા કરતા 1.7 ટકા ઓછું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે 322 કંપનીઓમાં LICનું શેરહોલ્ડિંગ હતું.

LIC એ આ કંપનીના શેર પહેલવાર ખરીદયા

LIC એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જે 13 કંપનીઓના શેર પહેલીવાર ખરીદયા છે તેમા BSEના 2.28 કરોડ શેર 4637 કરોડ રૂપિયામાં ખરીદયા છે. તો યસ બેંકમાં 2653 કરોડ રૂપિયા, એબીબી ઈન્ડિયામાં 2424 કરોડ રૂપિયા, વરુણ બેવરેજી 1982 કરોડ, શ્રીરામ ફાઈનાન્સ 1491 કરોડ, પ્રેઝિસ્ટન્ટ સિસ્ટમ 818 કરોડ, એલ્કેમ લેબ 671 કરોડ, ટાટા ટેકનલોોજી 367 કરોડ રૂપિયા, એસએચ કેલકર 46 કરોડ રૂપિયા, એસટીએલ નેટવર્ક 17 કરોડ રૂપિયા, યુનાઇટેડ નિલગીરી ટી 5.4 કરોડ રૂપિયા, બિન્ની મિલ્સમાં 1.8 કરોડ રૂપિયા, સિમ્પ્લેક્સ પેપર્સ 0.7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LIC એ 31 કંપનીના શેર વેચ્યા

31 કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન માંથી LIC નું નામ ગાયબ. જેમા NMDC (₹3,401 કરોડ), કોફોર્જ (₹3,397 કરોડ), આઈશર મોટર્સ (₹2,943 કરોડ), અપોલો હોસ્પિટલ્સ (₹2,258 કરોડ), ટીવીએસ મોટર (₹1,583 કરોડ), HDFC AMCમાં (₹1,131 કરોડ), પીરામલ એન્ટરપ્રાઇસ (1161 કરોડ રૂપિયા), ડિક્સન ટેકનોલોજીસ (971 કરોડ રૂપિયા), સુઝલોન એનર્જી (948 કરોડ રૂપિયા), યુકો બેંક (939 કરોડ રૂપિયા), લાર્સન ટુર્બો ફાઈનાન્સ (876 કરોડ રૂપિયા), ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ (194 કરોડ રૂપિયા) અને એન્જિનિયર્સ ઈન્ડિયા (172 કરોડ રૂપિયા) મુખ્ય છે. જો કે એ સ્પષ્ટ નથી કે એલઆઈસી એ આ કંપનીઓના શેર સંપૂર્ણ પણ વેચી દીધા છે અથવા તેનું શેરહોલ્ડિંગ 1 ટકાથી ઓછું થયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ