LIC Insurance Policy : એલઆઈસી એ 2 નવી વીમા યોજના શરૂ કરી, ઓછી આવકવાળા અને મહિલાઓ માટે ફાયદાકારક

LIC Jan Suraksha Policy And Bima Lakshmi Plan : એલઆઈસી દ્વારા બે નવી વીમા યોજના (1) જન સુરક્ષા અને (2) વીમા લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ બંને ઈન્શ્યોરન્સ પોલિસી ઓછી આવક ધરાવતા લોકો અને મહિલાઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

Written by Ajay Saroya
October 17, 2025 10:35 IST
LIC Insurance Policy : એલઆઈસી એ 2 નવી વીમા યોજના શરૂ કરી, ઓછી આવકવાળા અને મહિલાઓ માટે ફાયદાકારક
LIC : એલઆઈસી ભારતમાં સૌથી મોટી સરકારી વીમા કંપની છે. (File Photo)

LIC New Insurance Policy : એલઆઈસી ભારતની લોકપ્રિય વીમા કંપની છે. લાઇફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ 15 ઓક્ટોબર, 2025 પર બે નવી વીમા યોજના (1) જન સુરક્ષા (Plan 880) અને એલઆઈસી વીમા લક્ષ્મી (Plan 881) શરૂ કરી છે. આ બંને વીમા યોજનાઓ ખાસ કરીને સ્થાનિક બજાર અને સામાન્ય લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે.

LIC Jan Suraksha Policy : એલઆઈસી જન સુરક્ષા પ્લાન

LIC જન સુરક્ષા યોજના એક માઇક્રો ઇન્સ્યોરન્સ પ્લાન છે, જે ઓછી અને મધ્યમ વર્ગના લોકો માટે યોગ્ય છે. તે નોન લિંક્ડ અને નોન પાર્ટિસિપેટિંગ પ્લાન છે, જેનો અર્થ છે કે, તેમા બજારની વધઘટ કે બોનસની કોઇ અસર થતી નથી. તેમા સરળ ચૂકવણીનો વિકલ્પ ઓછું વીમા પ્રીમિયમ ઓછું રાખવામાં આવ્યું છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વીમા કવચ મળી શકે. આ વીમા યોજનામા પોલિસી પિરિયડ 12 થી 20 વર્ષનું હોય છે અને પ્રીમિયમ ચૂકવવાનો સમયગાળો પોલિસી પિરિયડથી 5 વર્ષ ઓછો હોય છે. ઉપરાંત 3 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યા બાદ ઓટો કવર સુવિધા ઉપલબ્ધ છે. લઘુતમ વીમા રકમ 1,00,000 અને મહત્તમ 2,00,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

LIC Bima Lakshmi Plan : એલઆઈસી વીમા લક્ષ્મી યોજના

એલઆઈસી વીમા લક્ષ્મી યોજના ખાસ કરીને મહિલા માટે શરૂ કરવામાં આવી છે. તેમા જીવન વીમા સાથે સાતે મની બેક વિકલ્પ પણ મળે છે. તે પણ નોન લિંક્ડ અને નોન પાર્ટિસિપેટિંગ યોજના છે, જેમા બજારની કોઇ અસર થશે નહીં. આ વીમા પોલિસીનો પીરિયડ 25 વર્ષ છે, જો કે પોલિસી પ્રીમિયમ ચૂકવવાનો સમયગાળો 7 થી 15 વર્ષની વચ્ચેનો પસંદ કરી શકાય છે. તેમા મહત્તમ વીમા રકમ 2,00,000 નક્કી કરાઇ છે અને મહત્તમ મર્યાદા પોલિસીધારકની ક્ષમતા પર આધાર રાખે છે. મહિલાઓ માટે તેમા એક એક્સક્લુઝિવ ક્રિટિકલ ઇલનેસ રાઇડરનો પણ વિકલ્પ છે, જે કેન્સર, સર્જરી અને ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓને કવર કરે છે. તે ઉપરાંત આ વીમા યોજનામાં 3 વર્ષ બાદ ઓટો કવરની સુવિધા મળે છે.

આ બંને વીમા યોજના બજારની વધ-ઘટથી મુક્ત છે, એટલે કે રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને બોનસ મળવાની સંભાવના નથી. એલઆઈસીની આ ઇન્શ્યોરન્સ પોલિસી ખાસ કરીને જીએસટીના નવા નિયમો હેઠળ લોન્ચ કરવામાં આવી છે, જેથી સ્થાનિક બજાર માટે સરળ, સુરક્ષિત અને પરવડે તેવી વીમા યોજના ઉપલબ્ધ કરાવી શકાય.

આ નવી વીમા યોજના નાની ઉંમરના વ્યક્તિ અને મહિલાઓ માટે નાણાકીય સુરક્ષાનું મજબૂત માધ્યમ સાબિત થશે, તેમા જીવન વીમાની સાથે સાથે બચત અને રોકાણના લાભ સામેલ છે. તેનાથી LIC ગ્રાહકોને અલગ અલગ જરૂરિયાત મુજબ વીમા પોલિસી પસંદ કરવાની તક આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ