સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર

LIC Share: એલઆઈસી શેર ઇશ્યૂ પ્રાઇઝ કરતાં ઉપર, રોકાણકારો માટે આશાનું કિરણ, જાણો તેજીનું કારણ

LIC Share Crossed IPO Issue Price First Time : એલઆઈસીનો શેર લિસ્ટિંગના દિવસે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયા બાદ ઘણા મહિના સુધી ઇશ્યૂ પ્રાઇસથી નીચે રહ્યો હતો. આ કંપનીના શેરમાં માર્ચ 2023માં 530 રૂપિયાનો સૌથી નીચો ભાવ ક્વોટ થયો હતો.

Written byAjay Saroya

LIC Share Crossed IPO Issue Price First Time : એલઆઈસીનો શેર લિસ્ટિંગના દિવસે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયા બાદ ઘણા મહિના સુધી ઇશ્યૂ પ્રાઇસથી નીચે રહ્યો હતો. આ કંપનીના શેરમાં માર્ચ 2023માં 530 રૂપિયાનો સૌથી નીચો ભાવ ક્વોટ થયો હતો.

author-image
Ajay Saroya
30 Jan 2024 16:24 IST
પર અપડેટ કર્યું 30 Jan 2024 17:50 IST

Follow Us

New Update
LIC | LIC Share Price | LIC ipo issue price | LIC listing | Life Insurance Corporation | lic policy

LIC Share Price : એલઆઈસી ભારત સરકારની માલિકીની શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. (Photo - Canva / @LICIndiaForever)

LIC Share Crossed IPO Issue Price First Time : એલઆઈસી કંપનીના શેરધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી વીમા કંપની એલઆઈસીનો શેર ભાવ લિસ્ટિંગ બાદ પહેલીવાર તેની ઇશ્યૂ પ્રાઇસની ઉપર પહોંચ્યો છે. 30 જાન્યુઆરી 2024ના રોજ એલઆઈસીનો શેર ઇન્ટ્રા-ડેમાં 954.85 રૂપિયાની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. જ્યારે એલઆઈસીના આઈપીઓમાં શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ 902 થી 949 રૂપિયા રાખવામાં આવી હતી.

Advertisment

એલઆઈસીનો શેર 20 મહિના બાદ ઇશ્યૂ પ્રાઇસની પાર (LIC Stock Cross IPO Issue Price First Time)

એલઆઈસીના આઈપીઓમાં રોકાણકારોને ભારે નુકસાન સહન કરવુ પડ્યું છે. એલઆઈસીના આઈપીઓમાં શેર દીઠના ભાવે 902 થી 945 રૂપિયા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. LICનો શેર 17 મે, 2022ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઇ ડિસ્કાઉન્ટમાં 867 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ LICનો શેર સતત ઘટ્યો અને તે વર્ષે નવેમ્બર સુધીમાં 26 ટકા જેટલો તૂટ્યો હતો.

share trading | Stock Market Trading | Stock Market tips | Stock investment
શેર બજારમાં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઇએ. (Photo - Freepik)

જો કે ત્યારબાદ સેન્ટિમેન્ટ બદલાયું અને માત્ર બે મહિનામાં LICના શેરમાં 55 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, એલઆઈસીનો 21008 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો, જે મૂલ્યની રીતે ભારતીય શેરબજારનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ છે.

Advertisment

એલઆઈસીનો શેર ઐતિહાસિક તળિયેથી 76 ટકા રિકવર (LIC Share price)

નોંધનિય છે કે, એલઆઈસીના શેરમાં 29 માર્ચ, 2023ના રોજ 530.20 રૂપિયાનો ઐતિહાસિક નીચો ભાવ ક્વોટ થયો હતો. તો 30 જાન્યુઆરી, 2024ના રોજ વીમા કંપનીનો શેર 955 રૂપિયાની ઐતિહાસિક ટોચ બનાવી સેશનના અંતે 1.84 ટકા વધીને 933 રૂપિયા બંધ થયો હતો. આમ નીચા ભાવે શેર ખરીદનાર રોકાણકારોને 76 ટકાનુ જંગી રિટર્ન મળ્યું છે. કંપનીની માર્કેટકેપ 5,90,122 કરોડ રૂપિયા હતી.

Share Market Outlook | Share Market Outlook 2024 | Stock Market Outlook 2024 | Sensex Nifty Outlook 2024
વર્ષ 2024 માટેનું સ્ટોક માર્કેટ આઉટલૂક (Photo - Freepik)

એલઆઈસીનો શેર કેમ વધ્યો?

એલઆઈસીના શેરમાં ઉછાળાથી શેરધારકો ખુશખુશાલ દેખાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એલઆઈસી કંપનીને ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકમાં હિસ્સો વધારવાની મંજૂરી આપી છે. આ અહેવાલ બાદ સરકારી વીમા કંપનીનો શેર સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો| બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર અને શેર બાયબેક ટેક્સ નાબૂદ કરવા માંગ

તમને જણાવી દઇયે કે, RBIએ એલઆઈસીને 24 જાન્યુઆરી, 2025 સુધીમાં એચડીએફસી બેંકમાં 9.99 ટકા હિસ્સો ખરીદવાની પરવાનગી આપી હતી. આથી હવે એલઆઈસી HDFC બેંકમાં વધારાનો 4.8 ટકા હિસ્સો હસ્તગત કરી શકે છે.

બિઝનેસ Investment શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!