/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/debit-card-benefits.jpg)
Debit Card Benefits : ડેબિટ કાર્ડ એટીએમ માંથી રોકડ નાણાં ઉપાડવા ઉપરાંત લાઇફ ઈન્સ્યોરન્સ કવરની સુવિધા પણ આપે છે. (Photo: Canva)
Life Insurance Cover On Debit Card: ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ મોટાભાગના વ્યક્તિઓ પાસે હોય છે. જો કે બધા લોકોને ડેબિટ કાર્ડ તરફથી ઉપલબ્ધ તમામ સુવિધાઓ વિશે જાણકારી હોતી નથી. હકીકતમાં ઘણી બેંકો ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર મળતી સુવિધાઓ વિશે પુરતી જાણકારી આપતી જ નથી. તમારા એટીએમ કે ડેબિટ કાર્ડ પર મફત લાઇફ ઈન્સ્યોરન્સ કવર પણ મળે છે. ડેબિટ કાર્ડ પર ઉપલબ્ધ જીવન વીમા પોલિસી ઉપલબ્ધ છે કે અને કેવી રીતે ક્લેમ કરવો તેના વિશે વિગતવાર જાણીયે
ક્લેમ ક્યારે કરી શકાય?
જો કે કોઇ વ્યક્તિના ડેબિટ કાર્ડ પર લાઇફ ઈન્સ્યોરન્સ કવરની સુવિધા ઉપલબ્ધ છે, તેની મૃત્યુ થયા બાદ ક્લેમ કરી શકાય છે. તે માટે બેંકને વ્યક્તિની મૃત્યુ વિશે જાણકારી આપવી પડશે. બેંક પાસે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. તેમા વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર, ડેબિટ કાર્ડની નકલ, વ્યક્તિ અને ક્લેમ કરનારનું આઈડી પ્રુફ, વ્યક્તિ સાથે તેના સંબંધના પુરાવા વગેરે સામેલ છે.
ક્લેમ મંજૂરી થયા બાદ મળશે વીમાના પૈસા
તમામ જરૂરી દસ્તાવેજો એક્ત્ર કર્યા બાદ ડેબિટ કાર્ડના લાઇફ ઈન્સ્યોરન્સ કવરનું ક્લેમ બેંકના કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ કે તેમા ઓનલાઈન પોર્ટલ મારફતે કરી શકાય છે. બેંક આ વિશે ક્લેમ કરનાર વ્યક્તિ પાસેથી વધારાની જાણકારી માંગી શકે છે. બેંક ક્લેમ પર વિચારણા કર્યા બાદ ક્લેમ કરનાર વ્યક્તિના ક્લેમ સ્ટેટ્સ વિશે જાણકારી આપશે. જો ક્લેમ મંજૂરી થઇ જાય તો તે ઈન્સ્યોરન્સ બેનિફિટ્સ પેમેન્ટની પ્રોસેસ કરશે.
આ લાભ મફતમાં મળે છે
ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ પર ઉપલબ્ધ લાઇફ ઈન્સ્યોરન્સ કવરના ઘણા ફાયદા છે. વ્યક્તિએ ડેબિટ કાર્ડ પર લાઇફ ઈન્સ્યોરન્સ કવર માટે કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી. ક્લેમ પ્રોસેસ કરવાની પ્રક્રિયા સરળ હોય છે.
પરિવારના વ્યક્તિને આ સુવિધા વિશે જણાવો
એટીએમ કાર્ડ પર જીવન વીમા કવચની સુવિધા સારી છે જો કે પરિવારના સભ્યોને પણ આ વિશે જાણ હોવી જરૂરી છે. ઈન્સ્યોરન્સ કવર, ક્લેમ પ્રોસેસના નિયમ અને સરત બેંક મુજબ અલગ અલગ હોય છે. ઉપરાંત ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડના પ્રકાર અનુસાર લાઇફ ઈન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ થાય છે.
આ પણ વાંચો | ATM કાર્ડ પર મળે છે 20 લાખ સુધીનો મફત વીમો, જાણો નિયમ અને શરતો
આથી સૌથી પહેલા એ જાણી લો કે તમારી પાસે જે ડેબિટ કાર્ડ છે તેના પર લાઇફ ઈન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ છે કે નહીં. જો છે તો તેના વિશે પોતાના પરિવારના સભ્યોને જાણકારી આપો. મોટાભાગના કિસ્સામાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ પરિવારના સભ્યોને જાણકારી ન હોવાથી તેનો ફાયદો ઉઠાવી શકતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us