જીવન વીમાના ઘણા મહત્વપૂર્ણ ફાયદા છે. જીવન વીમો ધરાવતી વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પરંતુ તેના પરિવારને પણ આર્થિક સુરક્ષા આપે છે. તેથી, કોઈપણ અનિશ્ચિનિય ઘટનાને ટાળવા માટે તમારે વિંલબ કર્યા વગર તાત્કાલિક જીવન વીમો લઇ લેવો જોઈએ. તમે જીવન વીમા પોલિસી મેળવવામાં જેટલો વિલંબ કરશો, તે તેટલું ખર્ચાળ બનશે કારણ કે ઉંમર પ્રમાણે લાઇફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધવા લાગે છે.
અલબત્ત,જો તમે પહેલાથી જ જીવન વીમા પોલિસી લીધી હોય, તો તેનું પ્રીમિયમ સામાન્ય રીતે સમગ્ર પોલિસીના સમયગાળા દરમિયાન સમાન રહે છે. પ્રીમિયમના રેટ સામાન્ય રીતે તમામ વય જૂથોના પોલિસી ખરીદનારાઓ માટે બદલાય છે. જો તમે પ્રથમ વખત જીવન વીમા કવર લેવાનું આયોજન કરી રહ્યાં છો અથવા હાલના કવરનું કદ વધારવાનું વિચારી રહ્યા છો, તો તમારે વિલંબ ન કરવો જોઈએ કારણ કે જીવન વીમા પૉલિસીનું પ્રીમિયમ હવે મોંઘું થઈ શકે છે. ચાલો આપણે કેટલાક મુખ્ય પરિબળો વિશે જાણીએ જે જીવન વીમા પોલિસીના પ્રીમિયમને અસર કરશે.
પાછલા વર્ષોમાં ઇન્સ્યોરન્સના ક્લેમમાં વધારો
જીવન વીમા પોલિસીનું પ્રીમિયમ સામાન્ય રીતે વીમાધારકની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે, કોવિડ મહામારી દરમિયાન વીમાના દાવાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. સામાન્ય કરતા વધારે ઇન્સ્યોરન્સ ક્લેઇમ થવાને કારણ હવે રિઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે હવે વીમા કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતા પ્રીમિયમમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
ઉંમર વધવાની સાથે લાઇફ સ્ટાઇલ અને આદતોમાં ફેરફાર
મોટી સંખ્યામાં લોકો હવે ઘરેથી કામ કરી રહ્યા છે અને આ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોને આમંત્રણ આપે છે. બગડી રહેલી આરોગ્યની સ્થિતિ અથવા ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન વગેરે જેવી આદતો તમારી જીવન વીમા પૉલિસીના પ્રીમિયમમાં વધારો કરી શકે છે.
ઉંમર વધવાની સાથે લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખર્ચાળ બનશે
નાની ઉંમરે જીવન વીમા કવર મેળવવું તમારા પાછળના જીવનના તબક્કે પોલિસી ખરીદવા કરતાં ઓછું ખર્ચાળ હોઈ શકે છે. કેટલીકવાર લોકો તેમની વર્તમાન નાણાકીય જરૂરિયાતોને આધારે જીવન વીમા પૉલિસી મેળવે છે અને પાછળથી તેઓને લાઇફ ઇન્સ્યોરન્સ કવરેજ અપૂરતો લાગે છે. આથી જો તમને લાગે કે તમારું હાલની જીવન વીમા પોલિસીનુ કવરેજ અપૂરતું છે તો તમારે સત્વરે પોલિસીનું કવરેજ વધારી દેવું જોએ. તેમ આ કામગીરી કરવામાં જેટલો વિલંબ કરશો પાછળથી તમારે તેની માટે વધારે ખર્ચ કરવો પડી શકે છે.
બજેટમાં ઘોષણા
કેન્દ્રીય બજેટ 2023માં, યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ્સ (યુલિપ) સિવાયની પરંપરાગત વીમા પૉલિસીમાંથી થતી આવક પર ટેક્સ લાદવાની દરખાસ્ત છે. એક વર્ષમાં રૂ. 5 લાખથી વધુના પ્રીમિયમવાળી પોલિસી જીવન વીમા કંપનીઓની વૃદ્ધિ અને માર્જિન પર અસર થવાની શક્યતા છે. આના કારણે માંગને પણ અસર થવાની ધારણા છે. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. જો તમે પરંપરાગત જીવન વીમા પૉલિસીઓ (યુલિપ સિવાય) માં મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું આયોજન કર્યું હોય, તો તમારા માટે બજેટમાં થતા ફેરફારોને જાણવું અને 31 માર્ચ, 2023 સુધીમાં પોલિસી મેળવવી મહત્વપૂર્ણ છે.
તમારે શું કરવું જોઈએ
- જો તમારી પાસે હાલ એક જીવન વીમા પૉલિસી છે અને તેનું કવરેજ વધારવા માંગતા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ વિલંબ કર્યા વિના પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ રાખો.
- જો તમારે પાસે કોઇ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી છે પરંતુ કવરેજ વધારવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે ઝડપથી આ કામગીરી કરવી જોઈએ કારણ કે નજીકના ભવિષ્યમાં પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
- જો તમે હજુ સુધી જીવન વીમા કવર ખરીદ્યું નથી, તો તમારે તાત્કાલિક યોગ્ય પોલિસી લેવી જોઈએ અને હાલના સ્તરે પ્રીમિયમને લૉક કરવું જોઈએ.