Life Insurance vs Term Insurance: લાઈફ ઈન્સ્યોરન્સ કે ટર્મ ઈન્સ્યોરન્સ કઇ વીમા પોલિસી શ્રેષ્ઠ, ફાયદા અને નુકસાન જાણી નક્કી કરો

Life Insurance vs Term Insurance Policy: લાઈફ ઈન્સ્યોરન્સ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. જો કે બંને વીમા પોલિસીના ફાયદા અને ગેરફાયદા અલગ અલગ છે.

Life Insurance vs Term Insurance Policy: લાઈફ ઈન્સ્યોરન્સ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. જો કે બંને વીમા પોલિસીના ફાયદા અને ગેરફાયદા અલગ અલગ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
life insurance vs term insurance | life insurance policy | term insurance policy

Life Insurance vs Term Insurance Policy: લાઈફ ઈન્સ્યોરન્સ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી આર્થિક સુરક્ષા આપે છે. (Photo: Freepik)

Life Insurance vs Term Insurance Policy: જીવન વીમા અને ટર્મ ઈન્સ્યોરન્સ પરિવારની આર્થિક સુરક્ષા માટે જરૂરી બની ગયા છે. ખાસ કરીને કમાણી કરનાર પરિવારના મુખ્ય વ્યક્તિ માટે વીમો હોવો જરૂરી છે. લાઈફ ઈન્સ્યોરન્સને મુખ્યત્વે બે કેટેગરીમાં વિભાજીત કરાય છે (1) ટર્મ ઈન્સ્યોરન્સ અને (2) પરંપરાગત જીવન વીમા. બંને વીમા યોજનાનો હેતુ એક જ છે, વીમા ધારક વ્યક્તિના નિધન બાદ પરિવારને આર્થિક સુરક્ષા આપવી. અલબત્ત, બંને ઈન્સ્યોરન્સ પોલિસીના માળખા, ખર્ચ અને ફાયદામાં મોટો તફાવત હોય છે. આથી લાઈફ ઈન્સ્યોરન્સ કે ટર્મ ઈન્સ્યોરન્સ બંને માંથી કઇ વીમા યોજના તમારા માટે શ્રેષ્ઠ છે, જે નક્કી કરવા માટે તેના ફાયદા અને નુકસાન વિશે વિગતવાર જાણકારી હોવી જોઇએ.

Advertisment

Life Insurance Policy : ટર્મ ઈન્સ્યોરન્સ શું છે?

ટર્મ ઈન્સ્યોરન્સ એક સરળ અને પરવડે તેવી જીવન વીમા પોલિસી છે, જે માત્ર રિસ્ક કવરેજ આપે છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં પોલિસી પિરિયડ દરમિયાન વ્યક્તિનું મોત થાય તો નોમિનેટ વ્યક્તિને એક સાથે બધી રકમ છે. પોલિસી પિરિયડ સમાપ્ત થયા બાદ પોલિસી ધારક વ્યક્તિનું નિધન થાય તો ફાયદો મળતો નથી. સરળ શબ્દોમાં કહીયે તો ટર્મ ઈન્સ્યોરન્સમાં માત્ર નિધન પર વીમા રકમ મળે છે. ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પિરિયડ 20 થી 40 વર્ષનો હોય છે અને ત્યારબાદ ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરાવવી પડે છે.

Term Insurance Policy : ટર્મ ઈન્સ્યોરન્સના ફાયદા

ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીમાં ઓછા પ્રીમિયમ પર મોટી રકમની ઈન્સ્યોરન્સ પોલિસી મળે છે. ઉદાહરણ તરીકે 1 કરોડ રૂપિયાનો ટર્મ ઈન્સ્યોરન્સ માસિક 1000 રૂપિયાના પ્રીમિયમ પર મળી જાય છે. પોલિસીમાં વધારાની સુરક્ષા માટે ક્રિટિકલ ઇલનેસ, એક્સિડેન્ટલ ડેથ અને પ્રીમિયમ વેવર જેવા પરિબળોને આવરી લેવામાં આવે છે. આવી ઈન્સ્યોરન્સ પોલિસી ઓછા ખર્ચે વધારે કવરેજ આપે છે.

ટર્મ ઈન્સ્યોરન્સના ગેરલાભ

ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહે ત્યાં સુધી લાભ મળે છે. ઈન્સ્યોરન્સ પોલિસીનો પીરિયડ સમાપ્ત થયા બાદ પૈસા પરત મળતા નથી. ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીમાં માત્ર વ્યક્તિના નિધન પર જ રકમ મળે છે. કવરેજ પીરિયડ 20 થી 40 વર્ષ સુધી મર્યાદિત હોય છે, ત્યારે પોલિસી રિન્યુ કરવી પડે છે.

Advertisment

જીવન વીમા પોલિસી

પરંપરાગત જીવન વીમા પોલિસી જેવી કે એન્ડોન્મેન્ટ કે મની બેક પ્લાન, વીમા અને રોકાણ બંને આપે છે. તેમા મૃત્યુના કિસ્સમાં વીમા લાભ સાથે સાતે વીમા પોલિસીની મુદ્દત પુરી થયા બાદ પોલિસી મેચ્યોરિટી પર મોટી રકમ મળે છે. ભારતમાં એલઆઈસી વીમા યોજના લોકપ્રિય છે.

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીના ફાયદા

જીવન વીમા પોલિસીમાં મેચ્યોરિટી પર મોટી રકમ પરત મળે છે, જે વીમા અને રોકાણ બંને ફાયદો આપે છે. લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં પૈસા જમા કરવાથી મોટું ભંડોળ મળે છે. અમુક જીવન વીમા પોલિસી દરમિયાન ચોક્કસ વર્ષે મની બેક બેનેફિટ આપે છે. આવી જીવન વીમા પોલિસી આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કર છુટ આપે છે. ઉપરાંત જીવન વીમા પોલિસી ગીરવે મૂકી લોન પણ મેળવી શકાય છે.

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીના નુકસાન

ટર્મ ઈન્સ્યોરન્સ કરતા લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી વધારે ખર્ચાળ હોય છે. ઉદાહરણ તરીકે 1 કરોડ રૂપિયાનું કવરેજ માસિક 1000 રૂપિયાના પ્રીમિયમ પર મળે છે, જ્યારે જીવન વીમા પોલિસીમાં માત્ર 10 થી 20 લાખ રૂપિયાનું કવરેજ મળે છે. રોકાણ માટે આ યોજનાઓ પર મળતું રિટર્ન ઓછું હોય છે અને અન્ય વિકલ્પ જેવા કે મ્યુચ્યુઅલ ફંડ કે શેરની તુલનાએ વધારે આકર્ષક હોતું નથી.

કઇ વીમા પોલિસી તમારે શ્રેષ્ઠ છે?

વીમા પોલિસીની પસંદગી તમારી નાણાકીય સ્થિતિ, ઉદ્દેશ્ય અને પ્રાથમિકતાઓ પર નિર્ભર કરે છે.

ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાનું કારણ

તમને ઓછા ખર્ચે મોટી રકમની વીમા પોલિસી મળે છે.
તમે પરિવારના એક માત્ર કમાણી કરનાર વ્યક્તિ છે અને પરિવારને આર્થિક સુરક્ષા આપવી છે.
મેચ્યોરિટી લાભ વગર માત્ર રિસ્ક કવરેજ પર ધ્યાન આપવા ઇચ્છો છો.

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાના કારણ

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં બચત સાથે રોકાણનો ફાયદો મળે છે.
લાંબા સમય સુધી નાણાંકી સુરક્ષા અને મેચ્યોરિટી લાભ મળે છે.
કર લાભ અને કેશ વેલ્યૂ ઉપાડવાની સુવિધા મળે છે.

બિઝનેસ Investment