/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/linkedin-upcoming-video-games-new-features-technology-news-in-gujarati-.jpg)
linkedin upcoming video games new features : લિંક્ડઇન અપકમિંગ વિડીયો ગેમ્સ નવું ફીચર્સ ટેકનોલોજી ન્યુઝ (File Photo)
LinkedIn : સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn) પર લગભગ 1 બિલિયનથી વધુ જેટલા વિશ્વભરના યુઝર્સ એકટીવ રહે છે. આ પ્લેટફોર્મ એક એક નવ ફીચર્સ પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને અન્ય લોકોની પોસ્ટ્સ પર કમેન્ટ કરતી વખતે અને નોકરીઓની શોધ અથવા જોબ હન્ટિંગ કરતી વખતે ગેમ રમવાની મંજૂરી આપશે. ઘણા લોકો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, ત્યારે કેટલાક માને છે કે લિંક્ડઇન (LinkedIn) પરની વિડિયો ગેમ્સ યુઝર્સને વિચલિત કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/linkedin-upcoming-video-games-new-features-technology-news-in-gujarati-1.jpg)
લિંક્ડઇન પર જોબ શોધવાની સાથે યુઝર્સ ગેમ પણ રમી શકે
ટ્વિટર પર વિવિધ એપના આગામી ફીચર્સ પર નજર રાખતી નીમા ઓવજીની પોસ્ટ અનુસાર, LinkedIn એપના તાજેતરના વર્ઝનમાં કોડનો એક ભાગ સૂચવે છે કે કંપની હાલમાં ત્રણ ગેમ સાથે પ્રયોગ કરી રહી છે જેમાં ક્વીન્સ, ઇન્ફરન્સ અને ક્રોસક્લાઇમ્બનો સમાવેશ થાય છે.
BREAKING: #LinkedIn is working on IN-APP GAMES!
There are going to be a few different games and companies will be ranked in the games based on the scores of their employees!
Pretty cool and fun, in my opinion! pic.twitter.com/hLITqc8aqw— Nima Owji (@nima_owji) March 16, 2024
આ પણ વાંચો: iPhone 16 : એપલનો આગામી આઈફોન 16 આ વર્ષે થશે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
ટિપસ્ટર એ પણ કહે છે કે કંપનીઓને તેમના કર્મચારીઓના ઇન-ગેમ સ્કોર્સના આધારે ક્રમાંક આપવામાં આવશે, એટલે કે તમે જેટલા ઊંચા સ્કોર કરશો,તો તમારી કરંટ જનરેશન જેટલી ઊંચી હશે. જ્યારે LinkedIn પ્રવક્તાએ ટેક ક્રંચને પુષ્ટિ આપી કે તે ખરેખર રમતોને પ્લેટફોર્મ પર લાવવા પર કામ કરી રહી છે, ત્યારે આ ફીચર્સ લોન્ચ થવાની કોઈ તારીખ નક્કી નથી.
આ પણ વાંચો: WhatsApp : વોટ્સએપ પર હવે એકસાથે વધુ ચેટ્સ અને મેસેજને પિન કરી શકશે
તેઓએ એ પણ પુષ્ટિ કરી કે પોસ્ટમાં શેર કરેલી ઇમેજ એપના લેટેસ્ટ વરઝ્નની નથી પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે શું અને કેવી રીતે માઇક્રોસોફ્ટ નવી કાર્યક્ષમતાના વિકાસમાં સામેલ છે ત્યારે કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કેટલાક વિચારે છે કે ગેમિંગ LinkedIn પર આધારિત નથી, કેટલાક કહે છે કે એજ્યુકેશન બેઝડ ગેમિંગ રમતી વખતે લોકોને સ્કિલ બ્રશઅપ કરી શકાય અને નવું શીખવામાં મદદ કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us