બચત ખાતા જેવી યોજના પણ વળતર બેંક એફડી જેવું, જાણો લિક્વિડ ફંડમાં રોકાણ કરવાના ફાયદા

Liquid Funds Investment Benefits : લિક્વિડ ફંડ સ્કીમ ઉંચી નાણાંકીય તરલતા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે, આથી કોર્પોરેટ્સ, એચએનઆઈ સહિત નાના રોકાણકારોમાં લાંબા સમયથી લોકપ્રિય છે. લિક્વિડ ફંડની પાકતી મુદત માત્ર 91 દિવસ હોય છે.

Liquid Funds Investment Benefits : લિક્વિડ ફંડ સ્કીમ ઉંચી નાણાંકીય તરલતા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે, આથી કોર્પોરેટ્સ, એચએનઆઈ સહિત નાના રોકાણકારોમાં લાંબા સમયથી લોકપ્રિય છે. લિક્વિડ ફંડની પાકતી મુદત માત્ર 91 દિવસ હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
investment tips | returns on investment | liquid funds returns | mutual funds returns | saving and investment tips

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઇક્વિટી માર્કેટની તુલનાએ ઓછું જોખમી હોય છે. (Photo - Freepik)

Liquid Funds Investment Benefits : રોકાણ અને બચત નાણાંકીય આયોજનના મહત્વપૂર્ણ પાસા છે. એવા ઘણા પ્રસંગો છે જ્યારે તમારી પાસે થોડાક વધારે પૈસા એટલે કે સરપ્લસ ફંડ હોય છે, અને તેનો ઉપયોગ આગામી થોડા મહિનાઓ સુધી થવાનો હોતો નથી. તમારે 3 થી 4 મહિના પછી અથવા 1 વર્ષ પછી તે નાણાંકીય ભંડોળની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તે ભંડોળ તેમના બચત ખાતામાં રાખે છે અથવા તેને ઘરે મૂકી રાખે છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય. આ દરમિયાન, એક રીતે તમને તે નાણામાંથી કોઇ વળતર કે લાભ મળતો નથી. બજારમાં ટૂંકા ગાળા માટે પણ અમુક રોકાણ વિકલ્પ ઉપલબ્ધ છે, જ્યાં તમે વધુ વળતર મેળવી શકો છો.

Advertisment

આવો જ એક વિકલ્પ ડેટ ફંડની સબ કેટેગરી લિક્વિડ ફંડ સ્કીમ્સ પોતાની હાઇ લિક્વિડિટી પ્રદાન કરવાની ક્ષમતાને પગલે લાંબા સમયથી કોર્પોરેટ્સ, એચએનઆઈ સહિત નાના રોકાણકાર વર્ગમાં પણ લાંબા સમયથી લોકપ્રિય છે. લિક્વિડ ફંડની પાકતી મુદત માત્ર 91 દિવસની હોય છે (ટૂંકા ગાળાનું રોકાણ). તેઓ એવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે જેની પાકતી મુદત 91 દિવસથી વધુ ન હોય. રોકાણકારોના મોટા ભાગના નાણાં મની માર્કેટ વિકલ્પો, ટૂંકા ગાળાની કોર્પોરેટ ડિપોઝિટ્સ અને ટ્રેઝરીમાં રોકાણ કરવામાં આવે છે.

લિક્વિડ ફંડ્સ કેવી રીતે કામ કરે છે?

લિક્વિડ ફંડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને ઉંચી નાણાંકીય તરલતા અને તેમની મૂડીની સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ કારણસર, ફંડ મેનેજર ઉંચા રેટ ધરાવતી ડેટ સ્કીમના વિકલ્પોમાં રોકાણ કરે છે, જે માત્ર 91 દિવસમાં પરિપક્વ થાય છે. એલોટમેન્ટ રેશિયો ફંડ્સના રોકાણના ઉદ્દેશ્ય મુજબ છે. ફંડ મેનેજર ખાતરી કરશે કે પોર્ટફોલિયોની સરેરાશ પાકતી મુદત 3 મહિનાની હોય. તેનાથી વ્યાજ દરમાં વધ ઘટ સંબંધિત ફંડના રિટર્નની સંવેદનશીલતા ઘટે છે અને લિક્વિડ ફંડમાં જોખમ ઘટાડે છે.

બચત ખાતા જેવી કામગીર પણ રિટર્ન એફડી જેવું

mutual funds | Mutual Fund Investment Tips | Mutual Fund returns | SIP
મ્યુચ્યુઅલ ફંડ્સએ માર્કેટમાં રોકાણ કરવાની સરળ અને સુવિધાજનક રીતે છે. (Photo - Canva)
Advertisment

લિક્વિડ ફંડ વેલ્યુમાં મોટી વધઘટ થતી નથી. ઉપરાંત સિક્યોરિટીઝની મેચ્યોરિટી પોર્ટફોલિયોની મેચ્યોરિટી સાથે મેળ ખાય છે. તે ઉંચું વળતર આપવામાં મદદ કરે છે. તમારા બચત ખાતામાં અથવા સુરક્ષિત સ્કીમમાં તમારા નાણાંનું રોકાણ કરીને ઊંચું વળતર મેળવવા માટે લિક્વિડ ફંડ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક ઓછું જોખમ ધરાવતી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જે બચત બેંક ખાતા કરતાં વધુ અને એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ રિટર્ન) જેમ રિટર્ન આપે છે. ઉપરાંત લિક્વિડ ફંડ બેંક બચત ખાતાની જેમ તરલતા પણ પ્રદાન કરે છે. આ ફંડ્સમાં કોઈ લોક-ઈન પિરિયડ નથી. તમે નિયમિત બચત ખાતા તરીકે લિક્વિડ ફંડનો ઉપયોગ કરી શકો છો અને ઉંચુ વળતર મેળવી શકો છો.

1 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર લિક્વિડ ફંડ

મહિન્દ્રા મનુલાઇફ લિક્વિડ ફંડ : 7.38%

એબીએસએલ લિક્વિડ ફંડ : 7.37%

એડલવાઈસ લિક્વિડ ફંડ : 7.37%

બેંક ઑફ ઈન્ડિયા લિક્વિડ ફંડ : 7.36%

યુનિયન લિક્વિડ ફંડ : 7.36%

Investment | Smart Investment Tips | Smart Investment Options | Personal Finance Tips | Investment Planning Tips | stock Market Investment
દરેક વ્યક્તિએ કોણ પણ રોકાણ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઇએ. (Photo - Freepik)

લિક્વિડ ફંડમાં કોણે રોકાણ કરવું જોઈએ?

જેમની પાસે પૂરતી રોકડ કે ફાજલ નાણાં પડેલા છે અને ટૂંકા ગાળાના રોકાણ માટેના વિકલ્પો શોધી રહ્યા છે તેમના માટે લિક્વિડ ફંડ્સ વધુ સારો વિકલ્પ છે. તેમના પૈસા બચત ખાતામાં રાખવાને બદલે તેઓ તેને લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકે છે. અહીં બચત ખાતાની સરખામણીમાં બમણું વળતર મળવાની આશા છે.

આ પણ વાંચો | પેન્શનધારક માટે કઇ કર વ્યવસ્થા ફાયદાકારક રહેશે જૂની કે નવી ટેક્સ રિઝિમ ? જાણો

પર્ફોર્મન્સ બેઝ્ડ ઇન્ટેન્સિવ, બોનસ અને મકાન - સંપત્તિના વેચાણમાંથી મળતા અન્ય સંબંધિત નફામાંથી મળેલી આવકનો ઉપયોગ આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કરી શકાય છે. ઇક્વિટી ફંડ્સને ઇક્વિટી ફંડમાં રોકાણના માધ્યમના સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. તમે શરૂઆતમાં નાણાંનું લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકો છો અને પછી તેને ચોક્કસ સમયગાળામાં તમારી પસંદગીના ઇક્વિટી ફંડમાં સિસ્ટમેટિક રીતે ટ્રાન્સફર કરી શકો છો.

Source : value research, cleartax)

બિઝનેસ Investment