scorecardresearch

લેભાગુ લોન Appથી રહો સાવધાન, બચવા માટે અનુસરો આ ટિપ્સ

loan apps fraud : ઓનલાઇન લોન (online app) આપતી Appનો હાલ રાફડો ફાટી નીકળ્યો છે. લોન આપવાનો કોઇ ફોન કે મેસેજ આવે ત્યારે તમારા બેન્ક એકાઉન્ટ (bank account details) સંબંધિત કોઇ પણ માહિતી ક્યારે આપવી નહીં. સાવચેતી જ સાયબર ફ્રોડ (cyber fraud) થી બચવાનો સૌથી પહેલો ઉપાય છે.

લેભાગુ લોન Appથી રહો સાવધાન, બચવા માટે અનુસરો આ ટિપ્સ

વર્તમાનમાં દુનિયાભરમાં ટેકનોલોજી અને ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના વધી રહેલા ઉપયોગની સાથે સાથે ડિજિટલ ફ્રોડ (digital frauds) એટલે કે ઓનલાઇન છેતરપિંડી (online frauds) એક મોટી સમસ્યા બની રહી છે. હાલ મોબઇલ પ્લે સ્ટોરમાં એવી સંખ્યાબંધ ઘણી એપ્સ છે, જે સરળતાપૂર્વક લોન આપવાની લાલચ આપીને ભોળા લોકોને વ્યાજના ચુંગલમાં ફસાવી શિકાર બનાવી રહી છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં આવી ડિજિટલ લોન એપ્સ (loan app) નો રાફડો ફાટી નીકળ્યો છે. આવી ડિજિટલ લોન એપ્સ પાસેથી સરળતાપૂર્વક લોન પણ મળી જશે પરંતુ ક્યારેય અને કેવી રીતે વ્યાજના ચૂંગલમાં ખરાબ રીતે ફસાય જાય છે તેની વ્યક્તિને પણ ખરબ પડતી નથી.

હાલ દેશમાં ઘણી એવી લોન એપ છે, જે રિઝર્વ બેન્ક (RBI) પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ ડિજિટલ લેન્ડિંગ (digital lending)ની કામગીરી કરી રહી છે. આ એપ્સ ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે. તેઓ એવા લોકોની શોધમાં હોય છે જેમને લોનની સખત જરૂર છે. આવી ગેરકાયદેસર ડિજિટલ લેન્ડિંગ એપ્સ (digital lending app) તમને લોન આપતા પહેલા તેમની એપ ડાઉનલોડ કરાવે છે. આ એપ્સ ડાઉનલોડ કર્યા બાદ તેના પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ દરમિયાન આવી લોન એપ્સ તમારા મોબાઈલના ડેટા (mobile data)નું એક્સેસ તમારી જાણ બહાર મેળવી લે છે. એક્સેસ મેળવ્યા બાદ જ આ લોન એપ્સ તમને લોનની પ્રક્રિયાને આગળ વધવા દે છે. આ રીતે આ એપ્સ તમારા મોબાઈલના સંપૂર્ણ ડેટા (data theft) સુધીની પહોંચે હાંસલ કરી લે છે અને તેને ચોરી લે છે. એકવાર લોન આપવામાં આવે પછી, તેમના રિકવરી એજન્ટો ફોન કરીને લોન લેનારાઓને પરત ચૂકવણી કરવા માટે હેરાન કરવાનું શરૂ કરે દે છે.

બેંકબાઝાર ડોમ કોમના સીટીઓ મુરારી શ્રીધરને લોકોને સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ એપ્સથી સાવધ રહેવાની સલાહ આપતાં કહ્યું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે જરૂરી સાવચેતી રાખો. માત્ર સાવધાનીથી જ તમે તમારી જાતને ડિજિટલ ફ્રોડથી બચાવી શકો છો.

આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું, જેના થકી તમે ડિજિટલ ફ્રોડથી બચી શકો છો.

RBIમાં રજિસ્ટર્ડ લોન એપ જ પસંદ કરોઃ-

ઉધાર નાણાં લેવાનો સૌથી મહત્વપૂર્ણ અને પહેલો નિયમ એ છે કે તમે જે બેન્ક કે સંસ્થા અથવા ડિજિટલ લેન્ડિંગ એપ પાસેથી લોન લઈ રહ્યા છો તેના વિશે માહિતી મેળવો. લોન મેળવવાના માર્ગો શોધતી વખતે, RBI રજિસ્ટર્ડ લોન એપ, બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની પસંદ કરો. આ માટે તમે આરબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તમને RBIની વેબસાઈટ પર રજિસ્ટર્ડ બેંકો અને NBFCના નામોની યાદી મળશે. જો તમને લોન આપનારી એપનું નામ આ યાદીમાં નથી તો તેની પાસેથી લોન લેવાનું ટાળવું હિતાવહ રહેશે.

કોઈપણ સ્પામ લિંક અથવા મેસેજ પર ક્લિક ન કરોઃ-

આજના સમયમાં ધિરાણની વધતી જતી જરૂરિયાતો સાથે લેભાગુ લોન એપ્સનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. સામાન્ય રીતે, ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશન લોકોને દસ્તાવેજોના આધારે લોન આપે છે. અત્યારે તમને પણ આવી લિંક્સ અને મેસેજ મળતા હશે. જો તમે ડિજિટલ ફ્રોડથી બચવા માંગતા હોવ તો તમે આવા મેસેજ અને લિંક્સને નજરઅંદાજ કરીને તેને ઓપન કરવાનું ટાળો પછી ભલેને આ લિંક કે મેસેજ ગમે તેટલો આકર્ષક હોય. આવી લિંક પર ક્લિક કરવાથી તમારા મોબાઈલના ડેટાની ચોરી થવાની શક્યતા રહે છે.

બેન્ક એકાઉન્ટ વિશેની વિગતો કોઇને આપવી નહીંઃ-

ઓનલાઇન પેમેન્ટ કે લોનની કામગીરી સમયે બહુ કાળજી લેવી જોઈએ. ઇનકમિંગ લોન કોલ્સ પર તમારા બેંક ખાતાની વિગતો જેમ કે ડેબિટ કાર્ડની છેલ્લી તારીખ, પીન નંબર, ઓટીપી અથવા પાસવર્ડ ક્યારેય જણાવશો નહીં. ઉપરાંત એવા લોન પ્રોવાઈડરથી દૂર રહો જેઓ લોન આપવા માટે તમારી પાછળ પડ્યા છે. ધ્યાન રાખો કે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ ક્યારેય ગ્રાહકોને તેમની બેંકિંગ વિગતો વિશે પૂછતી નથી.

મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરોઃ-

તમારી બેંક અને ઓનલાઈન એકાઉન્ટના એક્સેસ માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો, જે આવા જોખમોથી બચાવવાની સૌથી સારી રીત છે. મજબૂત પાસવર્ડ બનાવવાની અને તેને નિયમિતપણે બદલવાની આદત રાખો. તમારા મોબાઈલ અને પીસી પર અપડેટેડ એન્ટિ વાઈરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો.

કેટલીક એવી આદતો છે જે તમને ગેરકાયદેસર લોન એપ્સનો શિકાર બનવાથી બચાવી શકે છે. જેમાં સૌથી પહેલું રિઝર્વ બેન્કમાં રજિસ્ટર્ડ ન હોય તેવી લોન કે બેન્કિંગ એપને ડાઉનલોડ કરવાનું ટાળો. બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે હંમેશા રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત એપ્સનો ઉપયોગ કરો. બીજું, SMS અથવા અન્ય કોઈ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મળેલી લિંક પર ક્લિક કરશો નહીં. ત્રીજું, તમારા મોબાઇલ ફોન અને કમ્પ્યુટર ડિવાઇસમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ બનાવો. જો તમને કોઈ શંકાસ્પદ લિંક અથવા મેસેજ મળે તો તેની જાણ સાયબર સેલને કરો.

ઇ-પેમેન્ટ વખતે આ બાબતોનું ધ્યાન રાખોઃ-
  • તમારી લોન સંબંધિત જરૂરિયાતો માટે માત્ર RBI પાસે રજિસ્ટર્ડ લોન પ્રોવાઇડર એપ અથવા વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
  • તમારા મોબાઇલ અને કમ્પ્યુટર ડિવાઇસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ્સ રાખવો
  • નીચા વ્યાજે સરળતાપૂર્વક આકર્ષક લોનની ઓફર કરતી ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશનથી દૂર રહો.
  • લોન એપ્લિકેશન સંબંધિત બિનજરૂરી મેસેજ અથવા લિંક્સ પર ક્લિક કરશો નહીં

Web Title: Loan app cyber fraud rbi digital fraud

Best of Express