loan emi calculation : મોંઘવારી ઘટાડવા રિઝર્વ બેન્કે (rbi interest rates) ફરી વાર વ્યાજદર વધારતા લોનધારકોની માટે દિવાળી ટાણે હૈયા હોળી જેવી સ્થિતિ સર્જાઇ છે. રિઝર્વ બેન્કે રેપો રેટ (rape rate) અડધા ટકા વધારીને 5.9 ટકા કર્યો છે જે વર્ષ 2019 પછીનો સૌથી ઉંચો દર છે. રેપો રેટ વધતા બેન્કો ફરી હોમ લોન (home loan, ઓટો લોન (auto loan), કાર લોન (car loan), પર્સનલ લોન (personal loan) સહિતની વિવિધ લોનના વ્યાજદર (loan interest rates) વધારશે.
એકબાજુ મર્યાદિત આવક વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી લોકો પરેશાન છે તો બીજુ બાજુ વ્યાજદર વધતા બેન્કો પાસેથી લોન મેળવવી મોંઘી પડશે અને જેમણે અગાઉથી હોમ-ઓટો કે પર્સનલ લોન લીધી હતી તેમના લોનના EMI (loan emi)ની રકમ વધી જશે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રેપો રેટમાં થયેલી વૃદ્ધિના પગલે વિવિધ લોનના હપ્તામાં અંદાજે સરેરાશ 750થી 1200 રૂપિયા સુધીનો વધારો જશે. અલબત્ત લોનના હપ્તાની રકમમાં વધારો બેન્કો, લોનની રકમ અને લોનના પીરિયડના આધારે અલગ-અલગ હોઇ શકે છે.

માની લો કે તમે 20 વર્ષની મુદ્દત માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હાલ આ લોન ઉપર બેન્ક 6.75 ટકા વ્યાજદર વસૂલે છે અને આ ધોરણે તમારી હોમ લોનનો માસિક હપ્તો 22,811 રૂપિયા થાય છે. હવે બેન્ક વ્યાજદર વધારીને 7.15 ટકા કરે છે, આથી તમારા માસિક લોનના EMIની રકમ વધીને 23,530 રૂપિયા થઇ જશે. એટલે કે તમારે હવે તમારી હોમ લોન દર મહિને ઉપર 719 રૂપિયા અને વર્ષમાં 8628 રૂપિયા વધારે ચૂકવવા પડશે.719 રૂપિયા
હોમ લોન (home loan) :
લોનની રકમ | સમયગાળો | હાલના વ્યાજદર | જૂનો EMI | નવા વ્યાજદર | નવો EMI | વધારો |
30 લાખ રૂપિયા | 20 વર્ષ | 6.75% | 22,811 રૂપિયા | 7.15% | 23,530 રૂપિયા | 719 રૂપિયા |
50 લાખ રૂપિયા | 20 વર્ષ | 6.75% | 38,018 રૂપિયા | 7.15% | 39,216 રૂપિયા | 1,798 રૂપિયા |
75 લાખ રૂપિયા | 20 વર્ષ | 6.75% | 57,027 રૂપિયા | 7.15% | 58,825 રૂપિયા | 1,798 રૂપિયા |
પર્સનલ લોન ((personal loan) : 5 લાખ રૂપિયા, 3 વર્ષની મુદ્દત
વિગત | જૂનો હપ્તો | નવો હપ્તો | વધારો |
વ્યાજદર | 11.5% | 12% | 0.5% |
EMI | રૂ. 16488 | રૂ. 16607 | રૂ.119 |
કાર લોન (car loan) : 5 લાખ રૂપિયા, 5 વર્ષની મુદ્દત
વિગત | જૂનો હપ્તો | નવો હપ્તો | વધારો |
વ્યાજદર | 9.5% | 10% | 0.5% |
EMI | રૂ. 10501 | રૂ. 10624 | રૂ. 123 |
રેપો રેટ વધવાથી શા માટે લોનના વ્યાજદર વધે છે?
રેપો રેટ એ ધિરાણનીતિ નક્કી કરતા મુખ્ય વ્યાજદરો છે. અન્ય બેન્કો RBI પાસેથી જે વ્યાજદરે લોન કે ધિરાણ મેળવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આથી જો રેપો રેટ વધે તો બેન્કો માટે રિઝર્વ બેન્ક પાસેથી ધિરાણ મેળવવા વધારે વ્યાજ ચૂકવવુ પડે છે, આથી બેન્કો રેપો રેટમાં વૃદ્ધિનો બોજ સીધું ગ્રાહકો પર નાંખે છે. જો કે પોતાની લોનના વ્યાજદર અને લોનના ઇએમઆઇમાં કેટલો વધારો કરવો તેનો નિર્ણય બેન્કો પોતાની રીતે લેતી હોય છે. આમ રેપો રેટ વધવાથી વિવિધ લોનના વ્યાજદર વધવા લાગે છે.