lok sabha election results 2024, share market live, શેર માર્કેટ અપડેટ્સ : લોકસભા ચૂંટણી પરિણામ 2024 મતગણતરીના દિવસે શેર બજારમાં પણ અસર જોવા મળી રહી છે. શરુઆતની ટ્રેન્ડમાં જ શેર બજારમા હાહાકાર મચી ગયો હતો. શેર માર્કેટ મંગળવારના સેશનમાં શેર બજારમાં મોટો કડાકો બોલાયો હતો. શરુઆતની તબક્કે સેન્સેક્સમાં 2200 અને નિફ્ટીનો કડાકો બોલાયો હતો.
સેશનની શરુઆતમાં સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો
આજે એટલે કે 4 જૂને, લોકસભા ચૂંટણીના વલણો વચ્ચે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્લા છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ ઘટીને 76,285.78 ના સ્તરે ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 500 થી વધુ પોઈન્ટ ઘટીને 23,179.50 પર ખુલ્યો હતો.
9:30 ની આસપાસ શરૂઆતના ટ્રેડિંગમાં, સેન્સેક્સમાં 2,116.16 પોઈન્ટ અથવા 2.77% નો મોટો ઘટાડો થયો હતો, જેના કારણે તે 22,603.05 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 660.85 પોઈન્ટ (2.84%) ઘટીને 22,603.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
દરેકની નજર તેના પર છે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામ 2024ના ટ્રેન્ડ સવારે 8 વાગ્યાથી આવવા લાગ્યા છે. બજાર ખૂલે તે પહેલાના શરૂઆતી વલણોમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપને લીડ મળતી જણાય છે. શૅરબજારમાં પ્રી-ઓપનિંગ સેશનમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી પ્રી-માર્કેટમાં ઘટાડા સાથે ખુલ્યા છે.
ગઈકાલે એટલે કે સોમવારે, એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારની વાપસીનો સંકેત આપ્યા બાદ, શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. વૈશ્વિક બજારના સારા સંકેતો છતાં, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. આ સિવાય શેરબજારના રોકાણકારો ગિફ્ટ નિફ્ટી પર પણ નજર રાખશે જે 72 પૉઇન્ટ અથવા 0.31 ટકાના પ્રીમિયમ સાથે 23,539.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.