LPG Cylinder Price: એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો, 1 મે થી 4 નવા નિયમ લાગુ, તમારા ખિસ્સા પર સીધી અસર થશે

LPG Gas Cylinder Price Cut: 1 મે, 2025થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થી લઇ નવા એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ સહિત 4 મહત્વપૂર્ણ નિયમ લાગુ થયા છે. નિયમ ફેરફારની દરેક વ્યક્તિના ખિસ્સા પર સીધી અસર થાય છે.

Written by Ajay Saroya
May 01, 2025 11:15 IST
LPG Cylinder Price: એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો, 1 મે થી 4 નવા નિયમ લાગુ, તમારા ખિસ્સા પર સીધી અસર થશે
LPG Gas Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. (Representational Image)

LPG Gas Cylinder Price Cut, ATM Transaction Charges Hike : એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થતા લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. 1 મે, 2025ના રોજ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડરની કિંમત ઘટાડી છે. જ્યારે અગાઉ એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધા દીધી હતી. આ સાથે જ 1 મેથી 4 મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. ચાલો જાણીયે વિગતવાર

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ઘટી

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત બીજા મહિને ઘટી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 મે, 2025ના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 17 રૂપિયા ઘટાડી છે. જો કે ઘરેલુ વપરાશ માટેના 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. નવા ભાવ ઘટાડા સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1762 રૂપિયા, મુંબઇમાં 1713 રૂપિયા અને કલકત્તામાં 1868 રૂપિયા થઇ છે.

તમને જણાવી દઇયે કે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ સરકારે 8 એપ્રિલે 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારો લગભગ એક વર્ષ પછી થયો હતો. આ સાથે દિલ્હીમાં ઘરેલુ વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 853 રૂપિયા, મુંબઇમાં 879 રૂપિયા થઇ હતી. અગાઉ 1 એપ્રિલના રોજ, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 41 રૂપિયા ઘટાડી 1762 રૂપિયા હતી હતી. આમ સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સતત બીજા મહિને ઘટાડી છે.

ATM Transaction Charges : એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ

1 મે, 2025થી એટીએમ માંથી રોકડ રકમ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા પર વધારે ચાર્જ કપાશે. રિઝર્વ બેંક (RBI) એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવ પર ફી વધારવાની મંજૂરી આપી હતી. હવે 1 મેથી ગ્રાહકોએ તેમની બેંકના ATM સિવાય અન્ય બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડવા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 17 રૂપિયાના બદલે 19 રૂપિયા એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. તેવ જ રીતે અન્ય બેંકના એટીએમ માંથી બેલેન્સ ચેક કરવા પર 6 રૂપિયાને બદલે 7 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. વધુ વાંચા અહીં ક્લિક કરો

ATM | RBI Hike ATM Interchange Fee | ATM Interchange Fee | ATM Interchange charge | atm cash withdrawal limit
RBI Hike ATM Interchange Fee: આરબીઆઈ એ એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ વધાર્યા છે. (Photo: Freepik)

રેલવે ટિકિટ બુકિંગના નિયમો

1 મે 2025 થી ભારતીય રેલ્વે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે . હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

આરઆરબી યોજના

એક રાજ્ય એક આરઆરબી યોજના 1 મે, 2025 થી દેશના 11 રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે. આ અંતર્ગત, દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને જોડીને એક મોટી બેંકની રચના કરવામાં આવશે. આનાથી બેંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકો પહેલા કરતાં વધુ સુવિધાઓનો લાભ લઈ શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ