LPG Gas Cylinder Price: મોંઘવારીનો ઝટકો, એલપીજી ગેસ સિલિન્ડર સતત 5માં મહિને મોંઘો થયો, જાણો નવા ભાવ

LPG Gas Cylinder Price In December 2024: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસ સિલેન્ડરની કિંમત ઓગસ્ટથી સતત વધારી રહી છે.

Written by Ajay Saroya
Updated : December 01, 2024 08:13 IST
LPG Gas Cylinder Price: મોંઘવારીનો ઝટકો, એલપીજી ગેસ સિલિન્ડર સતત 5માં મહિને મોંઘો થયો, જાણો નવા ભાવ
LPG Gas Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. (Representational Image)

LPG Gas Cylinder Price In December 2024: ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે જ સામાન્ય પ્રજાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી છે. સતત પાંચમી વખત રાંધણગેસ સિલિન્ડર મોંઘો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં ગેસ સિલિન્ડરનો વપરાશ વધી જાય છે. શિયાળાની ઠંડીમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગની મુશ્કેલી વધી છે.

એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમત

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી 16.50 રૂપિયા છે. હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1818.50 રૂપિયા થઇ ગઇ છે, જે ઓક્ટોબરમાં 1740 રૂપિયા હતી. ઓક્ટોબરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 62 રૂપિયા મોંઘો થયો હતો.

રાહતની વાત એ છે કે, ઘર વપરાશ માટેના 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથો. તમને જણાવી દઇયે કે, 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાય છે. અમદાવાદમાં ઘરગથ્થુ વપરાશ માટેના 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 810 રૂપિયા યથાવત છે.

આ પણ વાંચો |  LPG સિલિન્ડર, OTP થી ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બર થી આ 5 નિયમ બદલાયા, તમારા ખિસ્સા પર અસર થશે

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આજે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 16.50 રૂપિયા વધી છે. નવેમ્બરમાં 62 રૂપિયા, ઓક્ટોબરમાં 48.50 રૂપિયા, સપ્ટેમ્બરમાં 39 રૂપિયા અને ઓગસ્ટમાં 6.50 રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ