/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/LPG-Gas-Cylinder-Price.jpg)
LPG Gas Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. (Representational Image)
Commercial LPG price cut: ઓઈલ કંપનીઓએ આજથી (1 ફેબ્રુઆરી) કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ કાપ આજથી એટલે કે શનિવારથી અમલી છે. આજથી રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની છૂટક કિંમત 1797 રૂપિયા થઈ જશે.
19 કિલોનું એલપીજી સિલિન્ડર કેટલું સસ્તું થયું?
ઓઈલ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 1 ફેબ્રુઆરીથી રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1804 રૂપિયાના બદલે 1797 રૂપિયા થઈ ગઈ છે.
- કોલકાતામાં આ LPG સિલિન્ડરની કિંમત હવે 1911 રૂપિયાને બદલે 1907 રૂપિયા થઈ ગઈ છે.
- મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1756 રૂપિયાના બદલે 1749.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
- ચેન્નાઈમાં LPG સિલિન્ડર આજથી 1959.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત
ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં 803 રૂપિયા છે.
બજેટ 2025ની તમામ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો
લખનૌમાં હાલમાં LPG સિલિન્ડરની કિંમત 840.50 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 802.50 રૂપિયા છે. ચેન્નાઈમાં ગેસ સિલિન્ડર 818.50 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. કોલકાતામાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 829 રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us