આજે પહેલી એપ્રિલ છે અને નવા નાણાંકિય વર્ષની શરુઆત પણ થઇ ગઇ છે. આજે અનેક નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. એક એપ્રિલથી ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની સાથે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઇ રહ્યો છે. ચાલો જાણીએ કે આજથી શું શું ફેરફાર થવા જઇ રહ્યા છે.
1 -બજેટ 2023 રજૂ કરવા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે નવા ટેક્સ રિઝિમ સંબંધી જાહેરાત કરી હતી. જેમાં સાત લાખ રૂપિયા સુધી આવક પર ટેક્સ છૂટનો સમાવેશ કર્યો હતો. જે આજથી બદલાઈ રહ્યો છે. ટેક્સ છૂટનો ફાયદો સામાન્ય જનતાને મળશે.
2- એક એપ્રિલથી સિલિન્ડરના ભાવમાં ફરફાર થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જ્યાર ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. દિલ્હીમાં હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2028 રૂપિયા થઇ છે.
3- પહેલી એપ્રિલથી હાઇ પ્રીમિયમ વાળા ઇન્શ્યોરન્સથી થનારી કમાણી પર ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જો મારા ઇન્શ્યોરન્સનું વાર્ષીક પ્રીમિયમ પાંચ લાખ રૂપિયાથી વધારે છે તો તેમની કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી આ ટેક્સ ફી હતું.
4 – નાણામંત્રીના બજેટ ભાષણ અનુસાર એક અપ્રિલથી ઇ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડને ઇ ગોલ્ડમાં કનવર્ટ કરવા પર કોઇ કેપિટલ ગેન ટેક્સ નહીં આપવો પડે.
5 – એક એપ્રિલથી આભૂષણોના વેચાણ સંબંધિ નિયમમાં ફેરફાર થયો છે. હવે 4 અંકના હોલમાર્ક યુનીક આઇડેટિફિકેશનવાળા આભૂષણોના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. હવે હોલમાર્ક HUID 6 અંકવાળા હશે. જોકે જૂની જ્વેલરી હવે વેચી શકશો.
6 – 1 એપ્રિલ બાદ હવે લગ્ઝરી ગાડી ખરીદવું મોંઘુ થશે. દેશમાં બીએસ 6ના પહેલો સ્ટેજ ખતમ થઇ ગયો અને બીજો સ્ટેજ શરૂ થવા જઇ રહ્યો છે. કારોના નવા નિયમો પણ અપડેટ કરવા માટે ઓટો કંપનીઓ ગ્રાહકો માટે રેટ વધારી શકે છે.
7 – 1 એપ્રિલથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ, અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે ઉપર મુસાફરી કરવી મોંઘી થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સ દરોમાં 10 ટાકનો વધારો કર્યો છે. 1 એપ્રિલથી પ્રભાવી થશે.
8- બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીના સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કેપને 15 લાખથી વધારીને 30 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. સાથે જ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ માટે સિંગલ એકાઉન્ટ હોલ્ડરની લિમિટ પણ 9 લાખ કરવામાં આવી છે.
9 – 1 એપ્રિલથી જરૂરી દવાઓની કિંમતોમાં વધારો થશે. પેઇન કિલર, એન્ટીબાયોટિક અને કાર્ડિયાકની દવાઓ મોંઘી થશે. 12થી 15 ટકા સુધી કિંમતો વધશે.
10 – એપ્રિલ મહિનામાં 16 બેંક રજાઓ આવશે. એટલે કે 16 દિવસ બેંકો બંધ રહેશે. જોકે રજાઓના દિવસે પણ ઓનલાઇન કામ કરી શકાશે.