Mahila Samman Savings Certificate: મહિલા માટે ખાસ બચત યોજના, 7.5 ટકા વ્યાજ અને આંશિક ઉપાડની સુવિધા, જાણો

Mahila Samman Saving Certificate How to apply online: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં કોઇ પણ ઉંમરની મહિલા રોકાણ કરી શકે છે. માર્ચ 2025 સુધી આ યોજનામાં રોકાણ કરી શકાય છે. જાણો ક્યાં અને કેવી રીતે ખાતું ખોલાવી શકાય છે.

Mahila Samman Saving Certificate How to apply online: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં કોઇ પણ ઉંમરની મહિલા રોકાણ કરી શકે છે. માર્ચ 2025 સુધી આ યોજનામાં રોકાણ કરી શકાય છે. જાણો ક્યાં અને કેવી રીતે ખાતું ખોલાવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
women saving scheme | Mahila Samman Saving Certificate | Small Saving Scheme

Mahila Samman Saving Certificate: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના મહિલા અને દિકરીઓ માટે છે. (Photo: Freepik)

Sarkari Yojana Mahila Samma Saving Certificate: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના મહિલા અને દિકરીઓ માટે છે. સરકાર દ્વારા સંચાલિત મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય મહિલાઓને બચત કરવા પ્રોત્સાહિત કરવાનો અને આર્થિક સુરક્ષા આપવાનો છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ પર વાર્ષિક 7.5 ટકા જેટલું આકર્ષણ વળતર મળે છે. વ્યાજ દર 3 મહિને ઉમેરાયા છે. રોકાણ કર્યાના 2 વર્ષ પાદ વ્યાજ સાથે બધી મૂડી પરત મળે છે.

Advertisment

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ રોકાણની છેલ્લી તારીખ

નાણા મંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાની ઘોષણા કરી હતી. આ બચત યોજનાની મુદ્દત 2 વર્ષની હોય છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ માર્ચ 2025 છે.

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ કોણ રોકાણ કરી શકે?

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના તમામ મહિલાઓ અને દિકરીઓ માટે છે. કોઇ પણ ઉંમરની મહિલા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કરી શકે છે. સગીર દીકરી તરફથી તેના માતા પિતા આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ક્યાં કેવી રીતે ખાતું ખોલવું?

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ માટે બેંક કે પોસ્ટ ઓફિસ માંથી ફોર્મ મેળવવું. તેમા જે મહિલાના નામે ખાતું ખોલવાનું છે તેનું નામ અને સરનામું, જન્મ તારીખ, અને વારસદારની વિગત દાખલ કરવી પડશે.

Advertisment

ખાતું ખોલવા માટે દસ્તાવેજ

  • આઈડી પ્રૂફ - આધાર કાર્ડ, પાન કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ - આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ
  • ફોટો - તાજેતરનો 1 પાસપોર્ટ ફોટો

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણ મર્યાદા

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં તમે 1000 થી 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. એક ખાતા દીઠ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાની મર્યાદા છે. રોકાણની રકમ 100 ના ગુણાંકમાં હોવી જોઇએ.

બચત યોજનામાંથી આંશિક ઉપાડની સુવિધા

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કર્યા બાદ રકમ ઉપાડવાની સરળ સુવિધા મળે છે. ખાતાધારક મહિલા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કર્યાના 1 વર્ષ બાદ કુલ જમા રકમના 40 ટકા પૈસા ઉપાડી શકે છે.

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ કેટલું વ્યાજ મળશે?

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દર 3 મહિને જમા થાય છે.

કર મુક્ત છે?

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં મળતા વ્યાજ પર ટીડીએસ કપાત લાગુ પડે છે.

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણના બે વર્ષ બાદ વ્યાજ સાથે સંપૂર્ણ રકમ મળે છે. જો ખાતું ખોલાવ્યા બાદ 6 મહિનાની અંદર કોઇ કારણસર બંધ કરી શકાય છે પરંતુ વ્યાજ 2 ટકા ઘટી જશે. એટલે કે 5.5 ટકા વ્યાજ મળશે. ખાતાધારકનો જીવ જોખમમાં મુકાવાની સ્થિતિમાં ખાતું બંધ કરી શકાય છે. જો કે તેની માટે જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે.

બિઝનેસ Investment