Mahindra Thar 5 Door Features Details: મહિન્દ્રા થારનું નવું મોડલ લોન્ચ થવાની તૈયારી ચાલી રહી છે. પાંચ દરવાજાવાળી મહિન્દ્રા થાર તેની કંપનીની સૌથી વધુ રાહ જોવાતી લૉન્ચ પૈકીની એક છે જેને કંપની 2024ની શરૂઆતમાં લૉન્ચ કરી શકે છે. તાજેતરમાં 5 ડોલર મહિન્દ્રા થાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. અગાઉ સ્પોટ થયેલા મહિન્દ્રા થાર અને તાજેતરમાં સ્પોટ થયેલા મહિન્દ્રા થારમાં કેટલાક ફેરફારો જોવામાં આવ્યા છે, જેને જોઈને સમજી શકાય છે કે આ એક પ્રોડક્શન રેડી મોડલ છે.
મહિન્દ્રા થાર 5 ડોરમાં ક્યા મુખ્ય ફેરફારો જોવા મળશે?
થારનું 5 ડોર વેરિઅન્ટ લાંબા વ્હીલબેસ સાથે ઘણી વખત જોવામાં આવ્યું છે, જે હાલના મોડલ કરતાં લાંબું છે. લેટેસ્ટ સ્પાય શોટ્સમાં જોવા મળતા આ થરમાં નવા એલોય વ્હીલ્સ જોવા મળ્યા છે. આ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે જે પ્રોડક્શન મોડલમાં ફીટ કરવામાં આવ્યા છે.
મહિન્દ્રા થાર 5 ડોર ટેસ્ટિંગ મ્યુલમાં રાઉન્ડ શેપ LED સાથે DRL ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે એ વાતનો મજબૂત પુરાવો છે કે આ SUV તેના પ્રોડક્શન મોડલના છેલ્લા તબક્કામાં છે. ઉપરાંત સિવાય લાંબા વ્હીલબેઝને કારણે આ 5 ડોર એસયુવીમાં મોટી બૂટ સ્પેસ હોવાની અપેક્ષા છે.
મહિન્દ્રા થાર 5 ડોલર : ઘણા નવા ફિચરો આવશે
મહિન્દ્રા થાર 5 ડોરમાં ઘણા નવા ફિચરો હશે અપકમિંગ મહિન્દ્રા થાર 5 ડોરના સ્પોટ થયેલા પ્રોડક્શન મોડલ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ એસયુવીમાં ઇલેક્ટ્રિક સનરૂફ હશે, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરતી એક એક્સટેન્ડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, આગળની સીટ વચ્ચે સેન્ટ્રલ આર્મરેસ્ટ, હાઈડ એડજસ્ટેબલ સીટબેલ્ટ અને રિયર એસી વેન્ટ જેવા એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે.
મહિન્દ્રા થાર 5 ડોર: પાવરટ્રેન ઓપ્શન
રિપોર્ટ મુજબ, અપકમિંગ મહિન્દ્રા થાર 5 ડોર લોકપ્રિય 2.2-લિટર ડીઝલ અને 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે પરંતુ કેટલાક અપડેટ્સ સાથે હશે. આ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 4×4નો વિકલ્પ પણ આપી શકાય છે. ઉપરાંત કંપની બેઝ મોડલ માટે રિયર વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ પણ આપી શકે છે.
આ પણ વાંચ | ધૂમ મચાવશે 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ, 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે; જાણો સેફ્ટી ફિચર સહિત તમામ વિગતો
મહિન્દ્રા થાર 5 ડોર આ હરીફ કારે આપશે ટક્કર
લોન્ચ થયા પછી Mahindra Thar 5 Doorની સીધી ટક્કર Marut Jimny 5 Door અને અપકમિંગ Force Gurkha 5 Door વેરિયન્ટ્સ સાથે થશે.





