Mahindra XEV 9S price in India : મહિન્દ્રા એક્સઇવી 9એસ (Mahindra XEV 9S) લોન્ચ થવાની સાથે ભારતના એસયવી કાર માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે. આકર્ષક લૂક, પાવરફુલ બેટરી અને એડવાન્સ ફીચર્સથી સજ્જ મહિન્દ્રાની લેટેસ્ટ Mahindra XEV 9S ભારતની પ્રથમ 7 સીટર અને 3 Row વાળી ઇલેક્ટ્રિક એસયુવી કાર છે. નવી મહિન્દ્રા ઇલેક્ટ્રિક એસયુવી કાર XEV 9e થી 1.95 લાખ સસ્તી છે. આ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ વર્ષ 2026થી શરૂ થશે, પણ ટેસ્ટ ડ્રાઇવ 5 ડિસેમ્બર, 2025થી ઉપલબ્ધ થશે. અહીં મહિન્દ્રા એક્સઇવી 9એસ એસયુવીની કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત જાણો.
Mahindra XEV 9S ફીચર્સ
મહિન્દ્રા એક્સઇવી 9એસ એસયુી કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ આવે છે. તેમા એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, ઘણા ડ્રાઇવિંગ મોડ્સ, બૂસ્ટ મોડ, એલઇડી ડીઆરએલ, સિક્વેન્શલ ટર્ન ઇન્ટિકેટર, લેધર રેપ ઇન્ટિરિયર, 18 ઇંચ એલોય વ્હીલ્સ, પેનોરમિક સનરૂફ, એલઇડી હેડલાઇટ, એલઇડી ટેલ લાઇટ, પાવર્ડ ડ્રાઇવર સીટ, ફ્લશ ડોર હેન્ડલ, ડ્યુઅલ જોન એટો એસી, કી લેસ એન્ટ્રી, વિન્ડશીલ્ડ માટે ઓટો ડિફોગર, ટ્રિપલ સ્ક્રીન, 16 સ્પીકર, હરમન ઓડિયો સિસ્ટમ, એનએફસી કાર્ડ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, કનેક્ટિવ ફીચર્સ, એમેઝોન એલેક્સા, સાત એરબેગ, લેવલ 2 ADAS, 360 ડિગ્રી કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, તમામ ટાયર પર ડિસ્ક્ર બ્રેક, ડ્રાઇવર ડ્રોજિનેસ સિસ્ટમ, TPMS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Mahindra XEV 9S બેટરી, મીટર અને રેન્જ
મહિન્દ્રા કંપની તરફથી Mahindra XEV 9S એસયુવીમાં બેટરીના બે વિકલ્પ આપ્યા છે. જેમા 59 kWh અને 79 kWh ક્ષમતાની બેટરી આવે છે. ફાસ્ટ ચાર્જ થી ઇલે. એસયુવી કાર 20 મિનટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેની મોટર થી 180 કિલોવોટનો પાવર મળે છે. સાથે જ રિજનરેટિવ ટેકનોલોજી પણ આપવામાં આવી છે.
મહિન્દ્રા એક્સઇવી 9એસ એસયુવી INGLO પ્લેટફોર્મ પર બની છે, જેમાં બે મુખ્ય બેટરી ઓપ્શન 59 kWh અને 79 kWh આવે છે. 59 kWh બેટરી 231 PS પાવર અને 380 Nm જનરેટ કરે છે. આ 59 kWh બેટરી સિંગલ ચાર્જિંગમાં 542 કિમી સુધી રેન્જ આપવાનો કંપની દાવો કરે છે. તો 79 kWh બેટરી 286 PS પાવર અને 380 Nm ટોર્ક જનરેટ છે. 79 kWh બેટરી સિંગલ ચાર્જમાં 679 કિમી સુધી રેન્જ આપવાનો કંપની દાવો કરે છે.
Mahindra XEV 9S કિંમત
મહિન્દ્રા એક્સઇવી 9એસ ભારતીય બજારમાં 19.95 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તેના ટોપ વેરિયન્ટની કિંમત 29.45 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
વેરિયન્ટ કિંમત રેન્જ Pack One Above 59kWh 19.95 લાખ 521 KM Pack One Above 79kWh 21.95 લાખ 679 KM Pack Two Above 70kWh 24.45 લાખ 600 KM Pack Two Above 79kWh 25.45 લાખ 679 KM Pack Three 79kWh 27.35 લાખ 679 KM Pack Three Above 79kWh 29.45 લાખ 679 KM
Mahindra XEV 9S ફીચર્સ ડિલિવરી ક્યારે શરૂ થશે?
મહિન્દ્રા મહિન્દ્રા કંપન તરફથી આપવામાં આવેલી જાણકારી માટે Mahindra XEV 9S એસયુવીનું બુકિંગ 14 જાન્યુઆરી 2026 થી શરૂ થશે. ત્યાર બાદ આ ઇલેક્ટ્રિક એસયુવી કારની ડિલિવરી 23 જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. મહિન્દ્રા એક્સઇવી 9એસ ટેસ્ટ ડ્રાઇવ માટે 5 ડિસેમ્બર, 2025થી ઉપલબ્ધ થશે.
7 સેકન્ડમાં 100 km/h સ્પીડ
મહિન્દ્રા એક્સઇવી 9એસ એસયુવીની સ્પીડની વાત કરીયે તો આ ઇલેક્ટ્રિક કાર 7 સેકન્ડમાં (79kWh વેરિયન્ટ) 0–100 km/h ની સ્પીડ પકડી લે છે. 7.2kW અને 11.2kW હોમ ચાર્જર અનુક્રમે ₹50,000 અને ₹75,000 ના એડ ઓન છે.





