Mahindra XUV 3XO Booking: મહિન્દ્રા એક્સયુવી 3XO બુકિંગ શરૂ; નેક્સન, બ્રેઝા, વેન્યુ અને સોનેટને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ

Excerpt: Mahindra XUV 3XO Booking Online: મહિન્દ્રા એક્સયુવી 3XOનું બુકિંગ શરૂ થઇ ગયું છે. તમે 21000 રૂપિયાની ટોકન પ્રાઇસ ચૂકવી બુકિંગ કરાવી શકો છો. Mahindra XUV 3XOની કિંમત, વેરિયન્ટ અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો.

Excerpt: Mahindra XUV 3XO Booking Online: મહિન્દ્રા એક્સયુવી 3XOનું બુકિંગ શરૂ થઇ ગયું છે. તમે 21000 રૂપિયાની ટોકન પ્રાઇસ ચૂકવી બુકિંગ કરાવી શકો છો. Mahindra XUV 3XOની કિંમત, વેરિયન્ટ અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mahindra XUV 3XO Booking | Mahindra XUV 3XO Booking Price | Mahindra XUV 3XO Booking Online | Mahindra XUV 3XO Features | Mahindra XUV 3XO Specifications

Mahindra XUV 3XO Booking : મહિન્દ્રા એક્સયુવી 3XOનું બુકિંગ 15 મે, 2024થી શરૂ થઇ ગયું છ.

Mahindra XUV 3XO Booking Amount: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં તેનું નવું XUV 3XO મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV- Mahindra XUV300ને અપડેટ સાથે બજારમાં લોન્ચ કરી છે. મહિન્દ્રા XUV300 ના નવા અવતાર માટે બુકિંગ બુધવાર, 15 મેથી શરૂ થઇ ગયું છે. મહિન્દ્રાની આ નવી એસયુવીને 21,000 રૂપિયાની ટોકન પ્રાઇસ ચૂકવીને ઓર્ડર બુક કરાવી શકાય છે. ખરીદદારો મહિન્દ્રા શોરૂમ અથવા કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ઓર્ડર બુક કરાવી શકે છે. Mahindra XUV 3XO ની સ્પર્ધા ટાટા નેક્સન (Tata Nexon), મારૂતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza), હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue), કિયા સોનેટ (Kia Sonet) સાથે છે.

Advertisment

Mahindra XUV300 ના નવા અવતારના બાહ્ય અને આંતરિક પાર્ટ્સમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે . તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેના સેગમેન્ટમાં આ પહેલી કાર છે જેમાં પેનોરેમિક સનરૂફ, લેવલ 2 ADAS જેવી ફીચર્સ છે. નવી કારમાં 360 ડિગ્રી કેમેરા, લાર્જ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર અને અનેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આકર્ષક લુક - ડિઝાઇન અને શાનદાર કલર ઓપ્શનમાં લોન્ચ થયેલ આ XUV 3XO ના બેઝ વેરિયન્ટની કિંમત 7.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે. XUV 3XO મોડલના ટોપ વેરિયન્ટની કિંમત 15.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથેના XUV 3XO વેરિઅન્ટની કિંમત 9.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

Mahindra XUV 3XO Booking | Mahindra XUV 3XO Booking Price | Mahindra XUV 3XO Booking Online | Mahindra XUV 3XO Features | Mahindra XUV 3XO Specifications
Mahindra XUV 3XOમાં 360 ડિગ્રી કેમેરા, લાર્જ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર અને અનેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. (Photo - Mahindra)

મહિન્દ્રા એક્સયુવી 3XO કિંમત (Mahindra XUV 3XO Price)

મહિન્દ્રા XUV 3XO ને MX1, MX2, MX3, AX5, AX7 જેવા 5 ટ્રિમ લેવલના કૂલ 15 થી વધુ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. અહીં તમામ વેરિયન્ટની કિંમતની જાણકારી આપવામાં આવી છે.

Advertisment
વેરિયન્ટકિંમત (એક્સ-શોરૂમ)
MX1 TCMPFI પેટ્રોલ7.49 લાખ રૂપિયા
MX2 પ્રો TCMPFI પેટ્રોલ8.99 લાખ રૂપિયા
MX2 પ્રો TCMPFI પેટ્રોલ9.99 લાખ રૂપિયા
MX2 ડિઝલ9.99 લાખ રૂપિયા
MX3 પ્રો TCMPFI પેટ્રોલ9.99 લાખ રૂપિયા
MX3 TCMPFI પેટ્રોલ10.49 લાખ રૂપિયા
MX3 TCMPFI પેટ્રોલ10.99 લાખ રૂપિયા
MX3 પ્રો ડિઝલ11.39 લાખ રૂ
MX3 પ્રો TCMPFI પેટ્રોલ11.49 લાખ રૂપિયા
MX3 ડિઝલ11.69 લાખ રૂપિયા
MX2 પ્રો ડિઝલ10.39 લાખ રૂપિયા
AX5 TCMPFI પેટ્રોલ10.69 લાખ રૂપિયા
AX5 લક્ઝરી TGDi PETROL11.99 લાખ રૂપિયા
AX5 ડિઝલ12.09 લાખ રૂ
AX5 TCMPFI પેટ્રોલ12.19 લાખના રૂ
AX5 ડીઝલ12.89 લાખ રૂપિયા
AX5 લક્ઝરી TGDi PETROL13.49 લાખ રૂપિયા
AX7 TGDi પેટ્રોલ12.49 લાખ રૂપિયા
AX7 ડિઝલ13.69 લાખ રૂપિયા
AX7 લક્ઝરી TGDi PETROL13.99 લાખ રૂપિયા
AX7 TGDi પેટ્રોલ13.99 લાખ રૂપિયા
AX7 ડિઝલ14.49 લાખ રૂપિયા
AX7 લક્ઝરી ડિઝલ14.99 લાખ રૂપિયા
AX7 લક્ઝરી TGDi PETROL15.49 લાખ રૂપિયા

મહિન્દ્રા એક્સયુવી 3XO વેરિયન્ટ (Mahindra XUV 3XO Variants)

મહિન્દ્રા XUV 3XO ને લાલ, સફેદ અને પીળા સહિત 8 કલર વિકલ્પમાં અને ઘણા ડબલ કલર સ્કી સાથે લોન્ચ કરવામાં આવી છે. નવા કોમ્પેક્ટ લુક અને ડિઝાઇનના મામલે ઘણી જબરદસ્ત દેખાય છે.

નવી મહિન્દ્રા XUV300: એન્જિન સ્પેસિફિકેશન અને માઇલેજ (New Mahibdra XUV300 Mileage)

પાવરટ્રેનની વાત કરીએ તો મહિન્દ્રાની નવી SUVમાં ઘણા એન્જિન વિકલ્પ આવે છે. તેને 1.2 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે બજારમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે Mahindra XUV 3XOના એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. ટ્રાન્સમિશન માટે, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક વિકલ્પોને એન્જિન સાથે જોડી દેવામાં આવ્યા છે. માઇલેજ વિશે વાત કરીએ તો, તેનું મેન્યુઅલ વેરિઅન્ટ એક લિટર ઇંધણનો ઉપયોગ કરીને 18.89 કિમીની માઇલેજ આપશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે મહિન્દ્રા XUV 3XO કાર 17.96 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપે છે.

એન્જિન પ્રકારશક્તિટોર્કસંક્રમણમાઇલેજ
1.2 L mStallion - TGDi એન્જિન128 બીએચપી230 એનએમMT20.1 કિમી/લિ
6-એટી18.2 કિમી/લિ
1.2 L mStallion TCMPFi એન્જિન109 બીએચપી200 એનએમMT18.89 કિમી/લિ
6-AT17.96 કિમી/લિ
CRDe સાથે 1.5 L ટર્બો ડિઝલ115 બીએચપી300 એનએમMT20.6 કિમી/લિ
6 – AutoSHIFT+21.2 કિમી/લિ

આ પણ વાંચો | મારૂતિ સ્વિફ્ટ, બલેનો, અલ્ટો કે ટિયાગો નહીં, આ છે ભારતની ટોપ 5 સેલિંગ હેચબેક કાર, જુઓ યાદી

ઓટો કંપની મહિન્દ્રાની લેટેસ્ટ એસયુવી 1.5 લિટર ડીઝલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ડિઝલ મેન્યુઅલ વેરિઅન્ટ એક લિટર ઇંધણનો ઉપયોગ કરીને 20.6 કિમીની માઇલેજ આપશે. મહિન્દ્રા XUV 3XO તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 21.2 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ હશે. આ ઉપરાંત, ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ વેરિઅન્ટ ત્રણ ડ્રાઈવ મોડ્સ સાથે આવે છે - Zip, Zap અને Zoom. કંપનીનો દાવો છે કે આ મહિન્દ્રા SUV માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જેનો અર્થ છે કે પાવર અને પરફોર્મન્સના સંદર્ભમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

Auto news બિઝનેસ