/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahindra-xuv400-pro-ev-.jpg)
mahindra xuv400 pro ev : મહિન્દ્રા એક્સયુવી400 પ્રો ઇવી લોન્ચ કરવામાં આવી છે. (Photo - Social Media)
Mahindra XUV400 Pro EV Price Features: 2024 મહિન્દ્રા XUV400 ફેસલિફ્ટ (2024 Mahindra XUV400 facelift) પરથી પડદો ઉઠ્યો છે. આ નવી કારની કિંમત 15.49 લાખ રૂપિયાથી 17.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. મહિન્દ્રાએ જણાવ્યું કે નવી XUV400 Proની ડિલિવરી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પ્રારંભિક કિંમતે 31 મે સુધી ડિલિવરી કરવામાં આવશે. નવી કાર માટેનું બુકિંગ 12 જાન્યુઆરીથી શરૂ થશે અને ગ્રાહકો રૂ. 21,000ની પ્રારંભિક કિંમતે 21000 રૂપિયા ચૂકવીને ઓર્ડર આપી શકશે.
Mahindra launches XUV400 Pro EV: અપડેટેડ કેબિન અને ફીચર્સ
મહિન્દ્રા XUV400 Proના ઈન્ટિરિયરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં નવું ડિઝાઈન કરેલું ડેશબોર્ડ છે અને 7 ઈંચના યુનિટને બદલે હવે તેને 10.25 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન મળે છે. ઉપરાંત મહિન્દ્રાએ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની જગ્યાએ 10.25 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર કન્સોલ આપ્યું છે. કાર નિર્માતાએ Mahindra XUV400 માં Adrenox કનેક્ટેડ સિસ્ટમ પણ રજૂ કરી છે, જેમાં 50 થી વધુ ફીચર્સ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/XUV400-Pro-Range.jpg)
લેટેસ્ટ XUV400 Proમાં ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, રિયર પેસેન્જરો માટે યુએસબી પોર્ટ અને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple કારપ્લે જેવા નવા ફીચર્સ છે. નવી SUVમાં એલેક્સા સપોર્ટ પણ ઉપલબ્ધ છે. ડેશબોર્ડના સેન્ટ્રલ કન્સોલને નવા એર કન્ડીશન વેન્ટ્સ, નવા કંટ્રોલ સ્વીચો અને મધ્યમાં બે રોટરી ડાયલ્સ સાથે મલ્ટિ-ફંક્શનલ ડિસ્પ્લે સાથે સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. મહિન્દ્રાએ હવે કેબીનને બ્લેક ઈન્ટીરીયરને બદલે બ્લેક-બેજ કલર કોમ્બિનેશનથી સજાવી છે.
Mahindra XUV400 Pro: વેરિએન્ટ્સ
નવી Mahindra XUV400 Pro બે વેરિઅન્ટમાં આવવા જઈ રહી છે અને બેટરીની ક્ષમતાના આધારે, એકંદરે આ કાર 3 વેરિઅન્ટમાં આવશે. અહીં તમામ વેરિયન્ટમાં સજ્જ બેટરી અને કિંમતની યાદી જુઓ.
| વેરિઅન્ટ | બેટરી સાઇઝ | ચાર્જર ટાઇપ | એક્સ-શોરૂમ કિંમત |
| XUV400 EC Pro | 34.5 kWh | 3.3 kW AC Charger | રૂ. 1549000/- |
| XUV400 EL Pro | 34.5 kWh | 7.2 kW AC Charger | રૂ. 1674000/- |
| XUV400 EL Pro | 39.4 kWh | 7.2 kW AC Charger | રૂ. 1749000/- |
આ પણ વાંચો | એથર એનર્જી 450S ઇલેક્ટ્રિક સ્કૂટર થયું સસ્તુ, જાણો કિંમત, બેટરી, ચાર્જિંગ અને સ્પીડ
Mahindra XUV400 Pro: પાવર અને રેન્જ
મહિન્દ્રા XUV400 Pro ઇલેક્ટ્રિક વ્હીકલ ત્રણ વેરિઅન્ટ EC Pro, EL Pro અને લોંગ-રેન્જ EL Proમાં ઉપલબ્ધ છે. પ્રથમ બે વેરિઅન્ટમાં 34.5kWh ક્ષમતાની બેટરી છે, જે 375 કિમીની રેન્જ આપે છે. ટોચના વેરિઅન્ટમાં 39.4 kWh ક્ષમતાની બેટરી છે જે 456 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. નવી Mahindra XUV400 EC Pro 3.3 kW AC ચાર્જર સાથે આવે છે, જ્યારે EL Pro Duo ને 7.2kW AC ચાર્જર મળે છે. XUV400માં એક જ મોટર છે, જે 148 bhpનો પાવર અને 310Nmનો ટોર્ક જનરેટ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us