/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Mahindra-XUV7XO-Teaser-Released.jpg)
Mahindra XUV7XO Teaser Released : મહિન્દ્રા XUV7XO એસયુવીનું પ્રથમ ટીઝર રિલિઝ થયું છે. (Photo: Mahindra)
Mahindra XUV7XO First Teaser Released : મહિન્દ્રા કંપનીએ તેની આગામી પ્રીમિયમ એસયુવી Mahindra XUV7XO નું ટીઝર રિલિઝ કર્યું છે. આ SUV વર્તમાન XUV700 નું ફેસલિફ્ટ મોડેલ હશે, જેને કંપની બોલ્ડ ટ્રેન્ડ સેટર તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહી છે. મહિન્દ્રા XUV700 પહેલાથી 4 વર્ષમાં 3 લાખથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂક્યો છે અને હવે તેનો નવો અવતાર પ્રીમિયમ SUV સેગમેન્ટમાં નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે.
Mahindra XUV7XO ટીઝરમાં શું દેખાય છે?
મહિન્દ્રા કંપની દ્વારા જે Mahindra XUV7XO નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, તેમા હાલ ફક્ત ફ્રન્ટ હેડલાઇટ, નવી ફ્રન્ટ ગ્રિલ, રીઅર એલઇડી ટેઇલલાઇટ બતાવવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આગામી XUV7XO પહેલા કરતા વધુ ફીચર લોડેડ, ટેક્નોલોજી, એડવાન્સ અને લક્ઝરી SUV હશે.
Mahindra XUV7XO Interior : ટ્રિપલ સ્ક્રીન અને નવા લક્ઝરી સ્ટાન્ડર્ડ્સ
અગાઉ વાયરલ થયેલા સ્પાય ફોટા અનુસાર, નવા XUV7XO ની કેબિનમાં આ મોટા ફેરફારો જોવા મળશે:
- નવા ટુ સ્પોક સ્ટીયરિંગ વ્હીલ
- ઇલ્યુમિનેટેડ ટ્વીન પીક્સ લોગો
- પ્રીમિયમ બ્રોન્ઝ બ્રાઉન અને બ્લેક ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર
- સોફ્ટ ટચ લેધર ડેશબોર્ડ
- નવી ક્રોમ ફિનિશ એસી વેન્ટ ડિઝાઇન
- ઓટો ડિંમિંગ IRVM
- પ્રીમિયમ હરમન કાર્ડોન સાઉન્ડ સિસ્ટમ
મહિન્દ્રા XUV7XO ની સૌથી મોટી ખાસિયત
મહિન્દ્રા XUV7XO માં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ મળશે, જેની વિગતો નીચે મુજબ છે.
- 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન
- 12.3 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
- 12.3 ઇંચની સહ-પેસેન્જર સ્ક્રીન
- આ સેટઅપ સૌ પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી XEV9e માં જોવા મળ્યું હતું.
Mahindra XUV7XO Exterior Design : શાર્પર અને મોડર્ન
નવી એસયુવીમાં જે નવા અપડેટ્સ મળી શકે છે તે નીચે મુજબ છે.
- નવી ફ્રન્ટ ગ્રિલ
- ટ્વીન-બેરલ એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
- નવી DRL ડિઝાઇન
- નવી ટેઇલ લેમ્પ હસ્તાક્ષર
- મલ્ટિપલ ફોગ લેમ્પ
- કોર્નરીંગ ફંક્શાલિટી
Mahindra XUV7XO Safety Features અને ADAS
મહિન્દ્રા XUV7XO માં ઘણા મજબૂત સેફ્ટી ફીચર્સ મળશે, જે નીચે મુજબ હોઈ શકે છે.
- લેવલ 2 DAS
- 360 ડિગ્રી કેમેરા
- ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ
- સંભવિત હેડ અપ ડિસ્પ્લે (HUD)
Hello XUV 7XO: The new trendsetter is ready to build on the XUV700 legacy. Watch this space for more updates.
World Premiere on 5th January, 2026. pic.twitter.com/bbc85zjqbp— Mahindra XUV 7XO (@Mahindra_XUV7X0) December 8, 2025
Mahindra XUV7XO Engine and Performance : સેગમેન્ટમાં સૌથી પાવરફુલ SUV
મહિન્દ્રા તેમા પાવરફુલ એન્જિન જાળવી રાખશે, જેની વિગતો નીચે મુજબ છે.
- પેટ્રોલ એન્જિન
- 2 0 લિટર ટર્બો પેટ્રોલ
- પાવર: 200+ PS
- ડીઝલ એન્જિન
- 2 2 લિ ટર્બો ડીઝલ
- હાઈ ટોર્ક આઉટપુટ
- ગીયરબોક્સ વિકલ્પો
- 6-સ્પીડ મેન્યુઅલ
- 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક
જો કે એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ એનવીએચ, રિફાઇનમેન્ટ અને ડ્રાઇવબિલિટીમાં સુધારો થશે.
Mahindra XUV7XO લોન્ચ અને હરિફ
મહિન્દ્રા આ એસયુવીને એવા સમયે લાવી રહી છે જ્યારે સેગમેન્ટને ટાટા સફારી, એમજી હેક્ટર પ્લસ, હ્યુન્ડાઇ અલ્કાઝર અને ટોયોટા હાયક્રોસ જેવી એસયુવી તરફથી સખત હરિફાઇનો સામનો કરવો પડી રહ્યો છે. XUV7XO સાથે, મહિન્દ્રા તેના પ્રીમિયમ એસયુવી લીડરશિપને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us