Manba Finance IPO Review and Rating : માનબા ફાઇનાન્સ આઈપીઓ 23 સપ્ટેમ્બર ખુલ્યો છે. આઈપીઓ ખુલવાની સાથે રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નોન-બેંકિંગ નાણાકીય કંપની માનબા ફાઇનાન્સના આઈપીઓનું કદ 150.8 કરોડ રૂપિયા છે. આઈપીઓ હેઠળ કંપની નવા 12,570,000 શેર ઇસ્યુ કરશે. જો તમે પણ માનબા ફાઇનાન્સ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો પહેલા આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ બેન્ડ, ગ્રે માર્કેટ પ્રીમિયમ અને કંપનીની સદ્ધરતા અને નબળાઇ વિશે જાણવું જરૂરી છે.
Manba Finance IPO Issue Price Size : માનબા ફાઇનાન્સ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ
માનબા ફાઇનાન્સ આઈપીઓ 23 સપ્ટેમ્બર ખુલ્યો છે. કંપનીએ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 114 – 116 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ લોટ સાઈઝ 125 શેર છે. આઈપીઓ 25 સપ્ટેમ્બર બંધ થશે. કંપનીનો શેર 30 સપ્ટેમ્બર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે.

Manba Finance IPO GMP: માનબા ફાઇનાન્સ આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ
મનબા ફાઇનાન્સ આઈપીઓ આજે ખુલ્યો છે. રોકાણકારો તરફથી આ આઈપીઓ લઇને ગ્રે માર્કેટમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં 60 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 120 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ એવા સંકેતો છે કે શેર 180 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ સંદર્ભમાં, લિસ્ટિંગ પર 50 ટકા રિટર્ન મળવાના સંકેત છે.
મનબા ફાઇનાન્સ કંપનીની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા આઈપીઓ માંથી મળેલી આવકનો ઉપયોગ કરવા માગે છે. લિંક ઇનટાઇમ ઈન્ડિયા માનબા ફાઇનાન્સ આઈપીઓના રજિસ્ટ્રાર છે, જ્યારે હેમ સિક્યોરિટીઝ પબ્લિક ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
માનબા ફાઇનાન્સ આઈપીઓ રોકાણ કરવું કે નહીં
માનબા ફાઇનાન્સ આઈપીઓમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવાની માર્કેટ એક્સપર્ટસ સલાહ આપી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના જણાવ્યા અનુસાર, ઉંચું જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો મનબા ફાઇનાન્સ IPO માટે અરજી કરવાનું વિચારી શકે છે. કંપનીએ આવક, ચોખ્ખા વ્યાજના માર્જિન અને અન્ય હકારાત્મક નાણાકીય માપદંડોમાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. બ્રોકરેજ અનુસાર, માનબા ફાઇનાન્સ IPOનું વેલ્યુએશન સંપૂર્ણ કિંમતનું છે. જો કે, કંપનીના કદ, સંભવિત જોખમો અને બજારની અસ્થિરતાને કાળજીપૂર્વક સાવચેતીપૂર્વક ધ્યાનમાં રાખવા જરૂરી છે.

બ્રોકરેજ હાઉસ SMIFS એ લાંબા ગાળા માટે આ આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે મધ્યમ જોખમની ભૂખ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે તેનો વિચાર કરી શકે છે. બ્રોકરેજ કહે છે કે કંપની હાલમાં દેશભરમાં મર્યાદિત હાજરી ધરાવે છે અને એનપીએ વધારે છે, જો કે તેની પાસે સારો વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ છે અને ભવિષ્યમાં વૃદ્ધિની સારી તકો છે.
બ્રોકરેજ ફર્મ બીપી ઇક્વિટીઝે મધ્યથી લાંબા ગાળા માટે આ આઈપીઓ સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ અનુસાર, વર્તમાન ઈસ્યુની કિંમત FY24 બુક વેલ્યુના આધારે 2.3x ના P/BV છે, જે વાજબી મૂલ્યાંકન સૂચવે છે. ગ્રાહક સંતોષ અને યુનિક પ્રોડક્ટ્સ પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, મનબા ફાઇનાન્સ ઉભરતા બજારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સારી રીતે સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો | IPO માં કમાણીની તક, આ સપ્તાહે 11 IPO ખુલશે, નવા 14 શેર લિસ્ટિંગ થશે, જુઓ યાદી
(Disclaimer: શેર અંગેનો અભિપ્રાય અથવા સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. તે ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસના અંગત મંતવ્ય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સર્ટ્સની સલાહ લેવી.)





