Marry Now Pay Later : લગ્ન માટે લોન લેવી જોઇએ? મેરી નાઉ પે લેટર શું તેના લાભ અને ગેરલાભ જાણો

Marry Now Pay Later Scheme : લગ્ન માટે લોન લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. યુવા વર્ગ લગ્નનો ખર્ચ પોતે ઉઠવવા ઇચ્છે છે અને તેની માટે મેરી નાઉ પે લેટર સ્કીમનો સહારો લે છે. જાણો એમએનપીએલ સ્કીમ શું છે અને તેના લાભ અને ગેરલાભ

Written by Ajay Saroya
February 20, 2024 15:38 IST
Marry Now Pay Later : લગ્ન માટે લોન લેવી જોઇએ? મેરી નાઉ પે લેટર શું તેના લાભ અને ગેરલાભ જાણો
Marry Now Pay Later : મેરી નાઉ પે લેટર લગ્ન કરવા માટે લોન આપે છે. (Photo - Freepik)

Marry Now Pay Later Scheme : લગ્ન દરેક વ્યક્તિના જીવનનો અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ હોય છે. આજે ધામધૂમ પૂર્વક લગ્ન કરવા લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા અચકાતા નથી. લગ્ન અંગે યુવાનોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેઓ જાતે તેમના લગ્નનો ખર્ચ ઉઠાવવા માંગે છે. સામાન્ય રીતે બાળકોના લગ્નની જવાબદારી તેમના માતા-પિતાની હોય છે. ઘણા વાલીઓ આ માટે બચત પણ કરે છે. સંતાનો પોતાના લગ્નનો ખર્ચ પોતે ઉઠાવે એ સારી વાત છે. પરંતુ, આ માટે લોન લેવી યોગ્ય નથી. IndiLends Wedding Spends Report 2.0 આ બાબતે રસપ્રદ માહિતી જાણવા મળી છે.

આ રિપોર્ટ અનુસાર 41 ટકા યુવાનો જેમણે લગ્નનો ખર્ચ પોતે ઉઠાવવાનું આયોજન કર્યું છે તેઓ આ માટે પોતાની બચતનો ઉપયોગ કરવા માગે છે. 26 ટકા આ માટે પર્સનલ લોન લેવા માંગે છે. બાકીના 33 ટકા લોકોએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જે લોકોએ લોન લેવાની યોજના બનાવી છે, તેમાંથી 68 ટકા લોકો 1 લાખથી 5 લાખ રૂપિયાની લોન લેવા માંગે છે. આ સર્વે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 1,200 યુવા લોકોએ ભાગ લીધો હતો.

લગ્ન માટે લોન લેવાનો ટ્રેન્ડ વધ્યો

લગ્નનો ખર્ચ ઉઠવવા માટે Marry Now, Pay Later (હાલ લગ્ન કરો, પછી ચૂકવો) (MNPL) સ્કીમનો ઉપયોગ લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે પણ કરવામાં આવે છે. ફિનટેક લેન્ડિંગ પ્લેટફોર્મ SanKash એ તેની શરૂઆત કરી છે. તેના સીઈઓ આકાશ દહિયા જણાવે છે કે, અમે આ સ્કીમ પ્રત્યે લોકોનો જબરદસ્ત રસ જોયો છે. ગત વર્ષે માર્ચમાં આ યોજના શરૂ કરી હતી. અમને આ સ્કીમ વિશે એકલા દિલ્હી-NCRમાંથી 8 કરોડ રૂપિયાના 100 થી વધુ લોકો તરફથી પૂછપરછ મળી છે. લોકો ફૂડસ વેન્યૂ, ડેકોરેશન જેવી બાબતો વિશે પૂછ્યું. ઘણા લોકો વેડિંગ લોન અને મેરી નાઉ પે લેટરને એક જ વસ્તુ માને છે. પરંતુ, બંને વચ્ચે તફાવત છે.

કઈ બેંકો લગ્ન માટે લોન આપે છે?

ફિનટેક લેન્ડર CASHe ના CEO યશોરાજ ત્યાગીએ જણાવ્યું હતું કે, “વેડિંગ લોન એ પરંપરાગત વ્યક્તિગત લોનનો એક પ્રકાર છે, જે ખાસ કરીને લગ્ન સંબંધિત ખર્ચ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને એકસાથે રકમ મળે છે. ત્યાર બાદ આ રકમ ફિક્સ્ડ EMIમાં ચૂકવવાની હોય છે. ફિનટેક પ્લેટફોર્મ ઉપરાંત, એક્સિસ બેંક, ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HDFC બેંક જેવી મોટી બેંકો આ લોન ઓફર કરે છે. વ્યક્તિને લોન મળશે કે નહીં તે તેની આવક, નોકરી, ડેટ ટુ ઇન્કમ રેશિયો અને તેની ઉંમર પર આધાર રાખે છે.

MNPL કેવી રીતે કામ કરે છે?

MNPL ઓફર કરતા ફિનટેક પ્લેટફોર્મે ઘણી હોટેલ ચેન સાથે કરાર કરેલા હોય છે. SanKash એ આગ્રા, દિલ્હી, ગુરુગ્રામ, નાથદ્વારા, જયપુર, ચંદીગઢ અને પુણેમાં ઘણી હોટેલ ચેન સાથે જોડાણ કર્યું છે. દહિયાએ જણાવ્યું હતું કે જ્યારે ગ્રાહક MNPL લેવાનું નક્કી કરે છે, ત્યારે ફિનટેક તેની ક્રેડિટ પ્રોફાઇલ અને તેની આવકની પૃષ્ઠભૂમિ શોધી કાઢે છે. લોન મંજૂર થયા પછી, ગ્રાહક દ્વારા હોટલની ચુકવણી કરવામાં આવે છે. ત્યારબાદ કસ્ટમર ઈએમઆઈ હપ્તામાં SanKosh સાથે જોડાયેલી એનબીએફસીને લોનની ચુકવણી કરવાનું શરૂ કરે છે.

લગ્ન માટે કેટલી લોન મળી શકે?

હાલ ઘણી બધી બેંકો લગ્ન માટે લોન આપે છે. આઈસીઆઈસીઆઈ બેંક લગ્ન માટે રૂ. 50,000 થી રૂ. 50,000 લાખ સુધીની લોન આપે છે. વ્યાજ દર 10.65 ટકાથી શરૂ થાય છે. લોન 12 થી 72 મહિનામાં ચૂકવવાની રહેશે. તેવી જ રીતે આઈડીએફસી ફર્સ્ટ બેંક લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. તેનો વ્યાજ દર 10.75 ટકાથી શરૂ થાય છે. આ લોન 84 મહિનામાં ચૂકવી શકાય છે. એક ખાસ વાત એ છે કે વેડિંગ લોન માટે કોઈ ગેરેન્ટરની જરૂર હોતી નથી. વેડિંગ લોનના નિયમો અને શરતો જુદી જુદી બેંકોના કિસ્સામાં અલગ અલગ હોય છે.

NNPL નો વ્યાજદર કેટલો છે?

એમએનપીએલ સ્કીમમાં ફિનટેક પ્લેટફોર્મ મહત્તમ રૂ. 25 લાખનું ધિરાણ આપે છે. ગ્રાહકને આકર્ષવા માટે, ફિનટેક ફર્મ ગ્રાહકને ત્રણથી છ મહિનાનો ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ ઓફર કરી શકે છે. આ પીરિયડ સમાપ્ત થયા બાદ ગ્રાહકે દર મહિને 05 થી 1.5 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. તે કસ્ટમરની ક્રેડિટ પ્રોફાઇલ પર આધાર રાખે છે. જો ગ્રાહક નિયત તારીખ પહેલા લોનની રકમ ચૂકવવા માંગે છે, તો કોઈ દંડ લાદવામાં આવતો નથી.

લગ્ન માટે એમએનપીએલ લેવી જોઇએ?

ફાઈનાન્સિયલ એક્સપર્ટસ કહે છે કે, લગ્ન માટે લોન લેવી એ યોગ્ય વિચાર નથી. સેબીના રજિસ્ટર્ડ એડવાઇઝર દેવ આશિષ કહે છે કે, આમ કરવાનું ટાળવું જોઈએ. જો લગ્ન માટે તમારું બજેટ ઓછું છે તો તમારે બજેટ ઘટાડવા વિશે વિચારવું જોઈએ. ખરેખર, લગ્ન પછી લોન ચૂકવવાનો બોજ સારો નથી.

આ પણ વાંચો | પેટીએમમાં જમા થાપણનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ

આ એવો સમય છે જ્યારે વ્યક્તિ પર કોઈપણ પ્રકારનું દબાણ ન હોવું જોઈએ. તેથી, જો તમે લગ્ન માટે લોન લેવા માંગો છો અથવા એમએનપીએલનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે તેના વિશે યોગ્ય રીતે વિચાર કરવો જોઈએ. તમારા લગ્નના ખર્ચનો સંપૂર્ણ બોજ અથવા અમુક બોજ ઉઠાવવો એ સારી વાત છે, પરંતુ લગ્ન કરવા માટે લોન લેવી યોગ્ય નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ