/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Maruti-Grand-Vitara-Phantom-BLAQ-Edition-.jpg)
Maruti Grand Vitara Phantom BLAQ Edition : મારૂતિ ગ્રાન્ડ વિટારા ફોન્ટમ બ્લેક એડિશન લોન્ચ થઇ છે. (Photo: Maruti Suzuki)
Maruti Grand Vitara Phantom BLAQ Edition Launch : મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ તેની નેક્સા શોરૂમ રેન્જનો એક દાયકો પૂર્ણ કર્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે કંપનીએ ગ્રાન્ડ વિટારાનું નવું સ્પેશિયલ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. ફેન્ટમ બ્લેક એડિશન નામનું આ મોડલ આ ફ્લેગશિપ એસયુવીની ઓલ બ્લેક લિમિટેડ એડિશન છે. કંપનીએ હજુ સુધી આ ખાસ વેરિએન્ટની કિંમતોની જાહેરાત નથી કરી, પરંતુ તેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.
ગ્રાન્ડ વિટારા ફેન્ટમ બ્લેક એડિશનને સ્ટાન્ડર્ડ મોડેલની તુલનામાં બાહ્ય અને આંતરિક પર કોસ્મેટિક અપડેટ મળે છે. દાખલા તરીકે, ફેન્ટમ બ્લેક એડિશનના બાહ્ય ભાગને એક નવો મેટ બ્લેક કલર મળે છે, જેમાં ઓલ-બ્લેક ઇન્ટિરિયર હોય છે, જેમાં ફોક્સ લેધર અપહોલ્સ્ટ્રી અને શેમ્પેઇન ગોલ્ડ એક્સેન્ટ હોય છે.
Maruti Grand Vitara Phantom BLAQ Edition : ફીચર્સ
ટોપસ્પેક મજબૂત હાઇબ્રિડ આલ્ફા+ વેરિઅન્ટના આધારે ગ્રાન્ડ વિટારા ફેન્ટમ બ્લેક એડિશનમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 9 ઇંચની સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, ક્લેરિયન સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર, 360 વ્યૂ કેમેરા અને હેડ-અપ ડિસ્પ્લે (એચયુડી) મળે છે.
ફેન્ટમ બ્લેક એડિશન સુઝુકી કનેક્ટથી પણ સજ્જ છે, જે રિમોટ એક્સેસ ફીચર્સ સાથે કનેક્ટેડ કાર ક્ષમતાઓ પ્રદાન કરે છે. સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ઇબીડી સાથે એબીએસ, હિલ હોલ્ડ કન્ટ્રોલ, રિવર્સ પાર્કિંગ સેન્સર, રિમાઇન્ડર સાથે 3 પોઇન્ટ સીટ બેલ્ટ અને અન્યનો સમાવેશ થાય છે.
Maruti Grand Vitara Phantom BLAQ Edition : પાવરટ્રેન
મશીનની વાત કરીએ તો ગ્રાન્ડ વિટારા ફેન્ટમ બ્લેક એડિશનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓલ બ્લેક એસયુવીમાં 1.5 લિટર, ત્રણ સિલિન્ડર, એટકિન્સન સાઇકલ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે એકલા 91 બીએચપીનું ઉત્પાદન કરે છે. આ એન્જિનને ઇલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવે છે જે 79 બીએચપી અને 141 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ઇ-સીવીટી ગિયરબોક્સ સાથે જોડાયેલા આ મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેનનું સંયુક્ત આઉટપુટ 115 બીએચપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us