Maruti Suzuki Jimny : મારુતિ સુઝુકી જિમ્ની આટલી કિંમતે લોન્ચ થવાની જાહેરાત, ઓટો એક્સપોમાં પહેલીવાર સામેલ

Maruti Suzuki Jimny :મારુતિ સુઝુકી જિમ્ની (Maruti Suzuki Jimny) ની કિંમતો જાહેર થઇ છે. નેક્સા શોરૂમમાં આજથી ડિલિવરી અવેલેબલ થશે અને કુલ 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

Written by shivani chauhan
Updated : June 08, 2023 11:58 IST
Maruti Suzuki Jimny : મારુતિ સુઝુકી જિમ્ની આટલી કિંમતે લોન્ચ થવાની જાહેરાત, ઓટો એક્સપોમાં પહેલીવાર સામેલ
જિમ્ની 12.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે

મારુતિ સુઝુકીએ તેના અપેક્ષિત ઑફ-રોડર જિમ્નીને એક્સ-શોરૂમ ₹12.74 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જિમ્ની દેશના તમામ નેક્સા શોરૂમમાં આજથી ડિલિવરી અવેલેબલ થશે. જિમ્નીને આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં પહેલીવાર રજૂ કરવામાં આવી હતી.

જીમ્ની (5-દરવાજા) ઝેટા અને આલ્ફા વેરિઅન્ટમાં ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન પસંદગીઓ સાથે ઉપલબ્ધ હશે. જિમની કિંમતોની જાહેરાત કરતા, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, હિસાશી ટેકયુચીએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય બજારમાં સાહસના પ્રતીક એવા સુપ્રસિદ્ધ જિમ્નીને રજૂ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. સુઝુકીની ALLGRIP PRO (4WD) ટેક્નોલોજી દ્વારા સંચાલિત તેની કાલાતીત ડિઝાઇન અને અસાધારણ ઓફ-રોડ ક્ષમતાઓ સાથે, જિમ્ની 1970માં તેની વૈશ્વિક શરૂઆતથી 5 દાયકાથી વધુ સમયથી સ્ટીરિયોટાઇપ્સને તોડી રહી છે.”

આ પણ વાંચો: RBI MPC મીટિંગ: રિઝર્વ બેંકે રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો

તેમણે ઉમેર્યું હતું કે, “જિમ્ની (5-દરવાજા) નું લોન્ચિંગ અમારા SUV પોર્ટફોલિયોમાં એક આનંદદાયક સીમાચિહ્નરૂપ છે અને દેશની સૌથી મોટી SUV નિર્માતા બનવાના અમારા ધ્યેયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંભવિત ગ્રાહકો અને વિવેચકો બંને તરફથી તેને મળેલા પ્રતિસાદથી અમે આનંદિત છીએ. મને એ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે ભારત જીમ્ની (5-દરવાજા)ના મધર પ્લાન્ટ તરીકે ગર્વથી સેવા આપશે અને તેના લોન્ચ માટેનું પ્રથમ બજાર હશે.”

આ પણ વાંચો: ઓનલાઇન વોલેટ – પ્રીપેટ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને મળશે થાપણ વીમો, RBI કમિટીએ ભલામણ કરી; યુઝર્સને શું ફાયદો થશે? જાણો

મારુતિ સુઝુકી જિમ્ની કાર નિર્માતાના 1.5-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 103bhp અને 134Nm ટોર્ક બનાવે છે. જીમ્નીમાં નીચા રેશિયો ટ્રાન્સફર કેસ છે જે એસયુવીને ઓફ-રોડ જવા માટે મદદ કરે છે. જિમ્નીમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન અને ચામડાથી લપેટી સ્ટીયરિંગ વ્હીલ સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી જિમની પ્રાથમિક સ્પર્ધા મહિન્દ્રા થાર અને ગુરખા છે, જે તેની ક્ષમતાઓ માટે ફેન્સમાં તે યુનિક પસંદગી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ