/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-Cars-Price-Hike.jpg)
Maruti Suzuki Cras Price Hike: મારૂતિ સુઝુકી કંપનીએ કારની કિંમત 1 ફેબ્રુઆરી 2025થી વધારી છે. (Photo: @Maruti_Corp)
Maruti Suzuki Cars Price Hike: મારૂતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારો છો, તમારા માટે એક માઠા સમાચાર છે. મારૂતિ સુઝુકી કંપનીએ તેની વિવિધ કારની કિંમત વધારવાની ઘોષણા કરી છે. મારુતિ સુઝુકી કંપનીએ જે કારની કિંમતોમાં વધારો કરી રહી છે તેમાં એન્ટ્રી લેવલ હેચબેક મારુતિ અલ્ટો કે10 થી લઇ ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.
Maruti Suzuki Price Hike: મારૂતિ સુઝુકીની કાર કેટલી મોંઘી થઇ?
મારુતિ સુઝુકી કારની કિંમત 1 ફેબ્રુઆરી, 2025થી વધવાની છે. મારૂતિ સુઝુકી કાર 1500 થી 32500 રૂપિયા સુધી મોંઘી થવાની છે.
Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકી કારની કિંમત વધવાનું કારણ
મારુતિ સુઝુકીએ કારની કિંમત વધારવા પાછળ સત્તાવાર કારણ જણાવતા કહ્યું કે, કંપની ખર્ચને સુસંગત કરવા અને ગ્રાહકો પરની અસરને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે અમે વધેલા ખર્ચમાંથી અમુક બજાર પર ખસેડવા માટે બંધાયેલા છીએ.
Maruti Suzuki Price Hike: મારૂતિ સુઝુકીની કઇ કારની કિંમત કેટલી વધી
સૌના આશ્ચર્યચકિત કરતા જણાવ્યું કે, મારૂતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં સિલેરિયો કારની કિંમત સૌથી વધુ વધી છે, જે 32,500 રૂપિયા સુધી હશે. ત્યારબાદ અલ્ટો કે10 કાર છે, જે લાઇનઅપમાં સૌથી સસ્તું મોડલ છે, તેની કિંમત 19,500 રૂપિયા સુધી વધશે.
મારુતિની સૌથી વધુ વેચાતી લોકપ્રિય અર્ટિગા એમપીવીની કિંમત 15000 રૂપિયા અને નેક્સા રેન્જમાં તેની છ સીટર XL6 કારની કિંમત 10000 રૂપિયા વધારી છે. ધારણા મુજબ, ટોયોટા ઇનોવા હાઇક્રોસ પર આધારિત ઇન્વિક્ટો કારની કિંમત 30,000 રૂપિયા જેટલી મોંઘી થશે, જે સિલેરિયો કાર પછી બીજો સૌથી મોટો ભાવ વધારો હશે.
Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકી એસયુવી કાર પણ મોંઘી થઈ
કારની કિંમતમાં આ ઉછાળો ખાસ કરીને મારુતિની એસયુવી રેન્જમાં જોવા મળશે. અગાઉ જણાવ્યા મુજબ ગ્રાન્ડ વિટારા કારની કિંમત 25000 રૂપિયા અને બ્રેઝાની કિંમત 20000 રૂપિયા વધી છે.
| મારૂતિ સુઝુકી કાર | કિંમત કેટલી વધી |
|---|---|
| અલ્ટો K10 | 19,500 સુધી |
| એસ પ્રેસો | 5,000 સુધી |
| સિલેરિયો | 32,500 સુધી |
| વેગન આર | 15,000 સુધી |
| સ્વિફ્ટ | 5,000 સુધી |
| ડિઝાયર | 10,000 સુધી |
| બ્રેઝા | 20,000 સુધી |
| અર્ટિગા | 15,000 સુધી |
| ઇકો | 12,000 સુધી |
| સુપર કેરી | 10,000 સુધી |
| ઈગ્નિસ | 6,000 સુધી |
| બલેનો | 9,000 સુધી |
| સિયાઝ | 1,500 સુધી |
| એક્સએલ6 | 10,000 સુધી |
| ફ્રોન્ક્સ | 5,500 સુધી |
| ઇન્વીક્ટો | ૩૦,૦૦૦ સુધી |
| જિમ્ની | 1,500 સુધી |
| ગ્રાન્ડ વિટારા | 25,000 સુધી |
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us