Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકી કાર 1 ફેબ્રુઆરીથી મોંઘી, જાણો કઇ કારની કિંમત કેટલી વધી

Maruti Suzuki Cars Price Hike: મારૂતિ સુઝુકી કાર 1 ફેબ્રુઆરી, 2025થી મોંઘી થઇ રહી છે. મારૂતિ સુઝુકી કંપનીએ જે કારની કિંમતમાં વધારો કરી રહી છે તેમાં એન્ટ્રી લેવલ હેચબેક મારુતિ અલ્ટો કે10 થી લઇ ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.

Maruti Suzuki Cars Price Hike: મારૂતિ સુઝુકી કાર 1 ફેબ્રુઆરી, 2025થી મોંઘી થઇ રહી છે. મારૂતિ સુઝુકી કંપનીએ જે કારની કિંમતમાં વધારો કરી રહી છે તેમાં એન્ટ્રી લેવલ હેચબેક મારુતિ અલ્ટો કે10 થી લઇ ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Maruti Suzuki Cars Price Hike | Maruti Suzuki Price Hike | Maruti Suzuki Cars | Auto news

Maruti Suzuki Cras Price Hike: મારૂતિ સુઝુકી કંપનીએ કારની કિંમત 1 ફેબ્રુઆરી 2025થી વધારી છે. (Photo: @Maruti_Corp)

Maruti Suzuki Cars Price Hike: મારૂતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારો છો, તમારા માટે એક માઠા સમાચાર છે. મારૂતિ સુઝુકી કંપનીએ તેની વિવિધ કારની કિંમત વધારવાની ઘોષણા કરી છે. મારુતિ સુઝુકી કંપનીએ જે કારની કિંમતોમાં વધારો કરી રહી છે તેમાં એન્ટ્રી લેવલ હેચબેક મારુતિ અલ્ટો કે10 થી લઇ ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.

Advertisment

Maruti Suzuki Price Hike: મારૂતિ સુઝુકીની કાર કેટલી મોંઘી થઇ?

મારુતિ સુઝુકી કારની કિંમત 1 ફેબ્રુઆરી, 2025થી વધવાની છે. મારૂતિ સુઝુકી કાર 1500 થી 32500 રૂપિયા સુધી મોંઘી થવાની છે.

Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકી કારની કિંમત વધવાનું કારણ

મારુતિ સુઝુકીએ કારની કિંમત વધારવા પાછળ સત્તાવાર કારણ જણાવતા કહ્યું કે, કંપની ખર્ચને સુસંગત કરવા અને ગ્રાહકો પરની અસરને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે અમે વધેલા ખર્ચમાંથી અમુક બજાર પર ખસેડવા માટે બંધાયેલા છીએ.

Maruti Suzuki Price Hike: મારૂતિ સુઝુકીની કઇ કારની કિંમત કેટલી વધી

સૌના આશ્ચર્યચકિત કરતા જણાવ્યું કે, મારૂતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં સિલેરિયો કારની કિંમત સૌથી વધુ વધી છે, જે 32,500 રૂપિયા સુધી હશે. ત્યારબાદ અલ્ટો કે10 કાર છે, જે લાઇનઅપમાં સૌથી સસ્તું મોડલ છે, તેની કિંમત 19,500 રૂપિયા સુધી વધશે.

Advertisment

મારુતિની સૌથી વધુ વેચાતી લોકપ્રિય અર્ટિગા એમપીવીની કિંમત 15000 રૂપિયા અને નેક્સા રેન્જમાં તેની છ સીટર XL6 કારની કિંમત 10000 રૂપિયા વધારી છે. ધારણા મુજબ, ટોયોટા ઇનોવા હાઇક્રોસ પર આધારિત ઇન્વિક્ટો કારની કિંમત 30,000 રૂપિયા જેટલી મોંઘી થશે, જે સિલેરિયો કાર પછી બીજો સૌથી મોટો ભાવ વધારો હશે.

Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકી એસયુવી કાર પણ મોંઘી થઈ

કારની કિંમતમાં આ ઉછાળો ખાસ કરીને મારુતિની એસયુવી રેન્જમાં જોવા મળશે. અગાઉ જણાવ્યા મુજબ ગ્રાન્ડ વિટારા કારની કિંમત 25000 રૂપિયા અને બ્રેઝાની કિંમત 20000 રૂપિયા વધી છે.

મારૂતિ સુઝુકી કારકિંમત કેટલી વધી
અલ્ટો K1019,500 સુધી
એસ પ્રેસો5,000 સુધી
સિલેરિયો32,500 સુધી
વેગન આર15,000 સુધી
સ્વિફ્ટ5,000 સુધી
ડિઝાયર10,000 સુધી
બ્રેઝા20,000 સુધી
અર્ટિગા15,000 સુધી
ઇકો12,000 સુધી
સુપર કેરી10,000 સુધી
ઈગ્નિસ6,000 સુધી
બલેનો9,000 સુધી
સિયાઝ1,500 સુધી
એક્સએલ610,000 સુધી
ફ્રોન્ક્સ5,500 સુધી
ઇન્વીક્ટો૩૦,૦૦૦ સુધી
જિમ્ની1,500 સુધી
ગ્રાન્ડ વિટારા25,000 સુધી
Auto news બિઝનેસ