Maruti Suzuki E Vitara Expected Price : મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર E-Vitara SUV ની રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. તેને લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી છે. કંપની 3 સપ્ટેમ્બરે ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે ભારતની સાથે તે યુરોપિયન બજારોમાં પણ લોન્ચ કરવામાં આવશે. કંપની સૌપ્રથમ યુકે અને નેધરલેન્ડ જેવા કેટલાક દેશોમાં E-Vitara સેલ કરશે.
કંપની આ મોડલ પર 10 વર્ષની વોરંટી પણ આપશે. એક જ ચાર્જ પર તેની રેન્જ લગભગ 500 કિમી હશે. ભારતીય બજારમાં, તે Hyundai Creta Electric, MG વિંડસર EV, MG ZS EV જેવા મોડલો સાથે સીધી સ્પર્ધા કરશે.
મારુતિ ઇ-વિટારા ફિચર્સ
મારુતિ E-Vitara ના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં LED હેડલાઇટ્સ, ડેટાઇમ રનિંગ લેમ્પ્સ અને ટેલ-લાઇટ્સ, 18-ઇંચ વ્હીલ્સ, ગ્રિલ પર એક્ટિવ એર વેંટ, પેનોરેમિક સનરૂફ, મલ્ટી-કલર ઇન્ટિરિયર એમ્બિયન્ટ લાઇટિંગ, વાયરલેસ ચાર્જર, 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.1-ઇંચ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ઇન્ફિનિટી બાય હરમન ઓડિયો સિસ્ટમ, ઇન-કાર કનેક્ટિવિટી ટેકનોલોજી, સિંગલ-ઝોન ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, PM 2.5 એર ફિલ્ટર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 10-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, રિક્લાઇનિંગ, સ્લાઇડિંગ અને સ્પ્લિટ (60:40) રિઅર સીટ્સ, વન-પેડલ ડ્રાઇવિંગ અને રિજન મોડ સામેલ છે.
મારુતિ ઇ-વિટારા કલર ઓપ્શન
મારુતિ સુઝુકી ઇ વિટારાને 10 એક્સટીરિયર કલર વિકલ્પો સાથે ઓફર કરશે. આમાં 6 મોનો-ટોન અને 4 ડ્યુઅલ-ટોન કલરનો સમાવેશ થાય છે. 6 સિંગલ-ટોન કલર વિકલ્પોમાં નેક્સા બ્લૂ, સ્પ્લેન્ડિડ સિલ્વર, આર્કટિક વ્હાઇટ, ગ્રાન્ડિયર ગ્રે, બ્લુઇશ બ્લેક અને ઓપુલન્ટ રેડનો સમાવેશ થાય છે. જ્યારે ડ્યુઅલ-ટોન કલરમાં બ્લેક રૂફ અને એ-પિલર અને બી-પિલર મળશે. સાથે કંટ્રાસ્ટિંગ આર્કટિક વ્હાઇટ, લેન્ડ બ્રિઝ ગ્રીન, સ્પ્લેન્ડિડ સિલ્વર અને ઓપુલેંટ રેડ કલર ઓપ્શન સામેલ હશે.
આ પણ વાંચો – ટાટાએ આપી ખુશખબરી, આ 2 ઇલેક્ટ્રિક કાર પર હવે લાઇફટાઇમ બેટરી વોરંટી મળશે
મારુતિ ઇ-વિટારા સેફ્ટી કિટ
હવે મારુતિ e-Vitara ની સેફ્ટી ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં લેવલ 2 ADAS સૂટ સામેલ છે જેમાં લેન કીપ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ સાથે તેમાં 7 એરબેગ્સ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, ટાયર પ્રેશર મોનિટર, 360-ડિગ્રી કેમેરા, ફ્રન્ટ અને રિઅર પાર્કિંગ સેંસર, રીઅર ડિસ્ક બ્રેક, ઓટો-હોલ્ડ ફંક્શન સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એક્ઝોસ્ટ વ્હીકલ એલાર્મ સિસ્ટમ (AVAS) સામેલ છે.
મારુતિ ઇ-વિટારાની અંદાજિત કિંમત
મારુતિ સુઝુકી ઇ-વિટારાની અંદાજિત કિંમતો વિશે વાત કરીએ તો, સિગ્મા (49kWh) ની એક્સ-શોરૂમ કિંમત લગભગ 18 લાખ રૂપિયા હશે. ડેલ્ટા (49kWh) ની કિંમત લગભગ 19.50 લાખ રૂપિયા હશે. ઝેટા (49kWh) ની કિંમત લગભગ 21 લાખ રૂપિયા હશે. ઝેટા (61kWh) ની એક્સ-શોરૂમ કિંમત લગભગ 22.50 લાખ રૂપિયા હશે. આલ્ફા (61kWh) ની એક્સ-શોરૂમ કિંમત લગભગ 24 લાખ રૂપિયા હશે. બંને બેટરી પેક વિકલ્પોમાં ફક્ત ઝેટા જ ઉપલબ્ધ હશે.