/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Maruti-Suzuki-Ertiga.jpg)
Maruti Suzuki Ertiga 7 seater : મારૂતિ સુઝુકી અર્ટિગા 7 સીટર કાર (Photo - marutisuzuki.com)
Maruti Suzuki Ertiga: મારૂતિ સુઝુકીની કાર ભારતમાં સૌથી વધુ વેચાય છે. એપ્રિલ 2024માં મારૂતિ સુઝુકી એ 1.38 લાખ કારનું વેચાણ કર્યું છે, જેમા વેગનઆર, બ્રેઝા અને ડિઝાયરનો હિસ્સો 36 ટકા છે. આ સાથે મારુતિની 7 સીટર અર્ટિગા એ તેના વેચાણના આંકડાથી સૌને ચોંકાવી દીધા છે. મારૂતિ સુઝુકીની 7 સીટર કારના વેચાણમાં વાર્ષિક ધોરણે 145 ટકાનો વધારો નોંધાયો છે. જે મારૂતિ સુઝુકીિના એપ્રિલ 2024ના વેચાણમાં કોઇ પણ કાર મોડેલની તુલનામાં સૌથી મોટો ઉછાળો હતો. જે દર્શાવે છે કે, ભારતીય બજારમાં આ 7 સીટર મોડલની ડિમાન્ડ અતિશય વધારે છે. ચાલો મારૂતિ સુઝુકી અર્ટિગાના વેચાણ પર નજર કરીયે
એપ્રિલ 2024માં મારૂતિ સુઝુકી અર્ટિગાની 13544 કાર વેચાઇ (Maruti Suzuki Ertiga Sales In April 2024)
મારુતિ અર્ટિગાએ વાર્ષિક ધોરણે સૌથી ઉંચો સેલ્સ ગ્રોથ હાંસલ કર્યો છે. ગયા મહિને મારુતિ અર્ટિગાએ ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. મારુતિ અર્ટિગાની એપ્રિલ 2023માં 5532 કાર વેચાઇ હતી, તો એપ્રિલ 2024માં 13544 કાર વેચાઇ છે, જે વાર્ષિક ધોરણે વેચાણમાં 145 ટકાનો જબરદસ્ત વધારો દર્શાવે છે. કંપની લાઇનઅપના અન્ય કોઈપણ મોડેલની તુલનામાં આ સૌથી વધુ વૃદ્ધિ છે.
| મહિનો | વેચાણ (કારની સંખ્યા ) |
|---|---|
| નવેમ્બર 2023 | 12857 |
| ડિસેમ્બર 2023 | 12975 |
| જાન્યુઆરી 2024 | 14632 |
| ફેબ્રુઆરી 2024 | 15519 |
| માર્ચ 2024 | 14888 |
| એપ્રિલ 2024 | 13544 |
આ પણ વાંચો | મારૂતિ સ્વિફ્ટ, બલેનો, અલ્ટો કે ટિયાગો નહીં, આ છે ભારતની ટોપ 5 સેલિંગ હેચબેક કાર, જુઓ યાદી
મારૂતિ અર્ટિંગા કારનું છેલ્લા 6 મહિનામાં વેચાણ
ઓટો કંપની મારૂતિ અર્ટિંગા કારનું માસિક વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત 12000 યુનિટથી ઉપર રહ્યું છે. એપ્રિલ 2024માં મારૂતિ અર્ટિગાની 13544 કાર વેચાઇ હતી.છેલ્લા 6 મહિનામાં મારૂતિ અર્ટિગાનું સૌથી ઓછું વેચાણ નવેમ્બર 2023માં 12857 યુનિટ અને સૌથી વધુ વેચાણ ફેબ્રુઆરી 2024માં 15519 યુનિટ થયું હતું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us