Maruti Suzuki eVX Features: ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે. સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી પણ આ સેગમેન્ટમાં કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, હરિયાણાના ગુરુગ્રામમાં ટેસ્ટિંગ દરમિયાન મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર eVX કાર જોવા મળી છે. આ અગાઉ પણ કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર (મારુતિ સુઝુકી eVX) ભારતીય રસ્તાઓ પર પહેલા પણ ઘણી વખત જોવા મળી છે. મારુતિ સુઝુકી એ દેશ અને સમગ્ર વિશ્વમાં આયોજિત ઘણા મોટર શોમાં કોમ્પેક્ટ સાઇઝ ઇલેક્ટ્રિક કાર પ્રદર્શિત કરી છે. આ કાર આગામી વર્ષે ભારતમાં લોન્ચ થઈ શકે છે.
મારુતિ સુઝુકી eVX – સંભવિત ફીચર્સ (Maruti Suzuki eVX Features)
ઇન્ટરનેટ પર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરો અનુસાર, મારુતિ ઇલેક્ટ્રિક કારમાં ખાસ પ્રકારના એલોય વ્હીલ્સ જોવા મળી શકે છે જે મોટર શો દરમિયાન કંપની દ્વારા અગાઉ શોકેસ કરવામાં આવેલા કારના વ્હીલ્સથી અલગ હશે. હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી કારની કેટલીક તસવીરો પણ કેમેરામાં કેદ હોવાનું કહેવાય છે. આ મુજબ, એલોય વ્હીલ્સ 10 સ્પોક્સને બદલે 5 સ્પોક્સ સાથે મળી શકે છે. અગાઉ 10 સ્પોક એલોય વ્હીલ્સ જોવા મળ્યા હતા. 5 સ્પોક એલોય વ્હીલની સાઈઝ 16 ઈંચ કે તેથી વધુ હોઈ શકે છે.
તાજેતરના ફોટામાં રિયર ડોર હેન્ડલની ડિઝાઇન જાહેર કરી છે. લેટેસ્ટ તસવીર મુજબ, જૂની સ્વિફ્ટ એટલે કે ત્રીજી પેઢી ની હેચબેક કારની જેમ, અપકમિંગ ઈલેક્ટ્રિક કારમાં સી-પિલર માઉન્ટેડ રિયર ડોર હેન્ડલ મળવાની શક્યતા છે. તાજેતરમાં જોવા મળેલી EV અગાઉ પ્રદર્શિત કરાયેલા કોન્સેપ્ટ મોડલથી અલગ છે.
ઇલેક્ટ્રિક કાર એલઇડી હેડલાઇટ, ડીઆરએલ યુનિટ, એલઇડી લાઇટબાર, હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, રીઅર સ્પોઇલર અને શાર્ક ફિન એન્ટેના જેવી ઘણા એક્સટીરિયર ફીચર્સ સાથે આવી શકે છે. કંપનીએ શોકેસ દરમિયાન eVX ઈલેક્ટ્રિક કારના ઈન્ટિરિયરને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તેમા મોટા કદની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જર, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડ્રાઇવ સીટ માટે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ અને ઓટો-ડિમિંગ IRVM જેવી ઈન્ટિરિયર ફીચર્સ મળી શકે છે.
મારૂતિ સુઝુકી કંપનીએ તેના અગાઉના નિવેદનમાં કહ્યું હતું કે પ્રથમ ઇલેક્ટ્રિક કાર નવા ઇલેક્ટ્રિક સ્ટેકબોર્ડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે. તેમાં 60 kWh કેપેસિટી બેટરી હોવાની અપેક્ષા છે. કંપનીનો દાવો છે કે eVX ઈલેક્ટ્રિક કાર સિંગલ ફુલ ચાર્જ પર 550 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ હોઇ શકે છે.
મારૂતિ સુઝુકી ઈ કાર લોન્ચ ક્યારે થશે?
મારુતિ 2025માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોન્ચિંગ બાદ કંપની અને ટોયોટા પરસ્પર સહયોગથી આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક કારને રિબેજ પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ટોયોટા એ મારુતિની બલેનો અને અર્ટિગા આધારિત અર્બન ક્રુઝર, હાઈરાઈડર, રુમિયોન અને ગ્લાન્ઝાને રિબેજ કરીને ભારતીય બજારમાં રજૂ કરી છે.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેટલી ચાર્જ કરવી? આ 5 ટીપ્સ ધ્યાનમાં રાખો, આગ કે બ્લાસ્ટ થવાનું જોખમ નહીં રહે
મારૂતિ સુઝુકીની કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા એક્સયુવી400 (Mahindra XUV400), એમજી જેડએ્સ ઇવી (MG ZS EV) તેમજ અપકમિંગ હ્યુન્ડાઇ ક્રેટા ઇવી (Hyundai Creta EV), ટાટા કર્વવી ઇવી (Tata Curvv EV), મહિન્દ્રા બીઇ 05 (Mahindra BE.05 BE.05) અને સિટ્રોઇન ઇસી3 એરક્રોસ (Citroen eC3 Aircross) જેવી ઈ કારને ટક્કર આપશે.