ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી દેશમાં તેની CNG કારનો પોર્ટફોલિયો વધારવા માટે સજ્જ છે. કંપનીએ તાજેતરમાં ભારતમાં બલેનો અને XL6ના S-CNG વર્ઝન લોન્ચ કર્યા છે. હવે કંપની બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના S-CNG વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ થયા પછી, આ મારુતિની પહેલી SUV હશે જે ફેક્ટરી ફીટેડ CNG કિટ સાથે આવશે. ચાલો જાણીએ કે આ કારની ખાસિયતો અને કિંમત વિશે…
અપકમિંગ મારુતિ સુઝુકી બ્રેઝા S-CNG ડીલરશીપ પર પહેલાથી જ જોવામાં આવી ચુકી છે અને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની અપેક્ષા છે. તે 1.5-લિટર નેચરલી રીતે એસ્પિરેટેડ બાય-ફ્યુઅલ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે. આ મોટર XL6માં CNG મોડમાં 86.7 bhp અને 121 Nm ટોર્ક જનરેટ કરે છે. તે માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.

મારુતિ સુઝુકી Grand Vitara S-CNG
ટોયોટાએ અર્બન ક્રુઝર Hyryder E-CNG માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. આ માટે 25,000 રૂપિયાની ટોકન રકમ રાખવામાં આવી છે. તેની કિંમતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મારુતિ સુઝુકી Hyryder લૉન્ચ કર્યા બાદ Grand Vitara S-CNG લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આ બંને CNG મીડિયમ સાઇઝની SUV એકબીજા સાથે મિકેનિકલ શેર કરશે. તેમને એ જ પાવર મળશે જે આગામી બ્રેઝા CNGને પણ પાવર કરશે.

મારુતિ સુઝુકી Brezza, Grand Vitara S-CNGની પ્રાઇસ
મારુતિ સુઝુકી ટૂંક સમયમાં બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના S-CNG વર્ઝનની પ્રાઇસ જાહેર કરી શકે છે. આ કારની પ્રાઇસ માત્ર પેટ્રોલ મોડલની તુલનાએ 1 લાખ રૂપિયા સુધી વધારે હોઈ શકે છે. હાલમાં, બ્રેઝાની પ્રાઇસ રૂ. 7.99 લાખથી રૂ. 13.96 લાખ સુધીની છે, જ્યારે ગ્રાન્ડ વિટારાની એક્સ-શોરૂમ પ્રાઇસ રૂ. 10.45 લાખથી રૂ. 19.65 લાખની વચ્ચે છે.